/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/people-office-analyzing-checking-finance-graphs.jpg)
Share Market Today News Live: શેરબજાર સેન્સેક્સ નિફ્ટીના આજના લાઇવ સમાચાર. (Photo: Freepik)
Share Market Sensex Nifty Today News Highlights: શેરબજાર સેન્સેકસ નિફ્ટી મંગળવારે નરમ ખુલ્યા છે. આઈટી અને ફાઈનાન્સ શેર નરમ છે. એશિયન શેરબજારમાં એકંદર મિશ્ર ટ્રેન્ડ છે. એશિયન માર્કેટમાં મિશ્ર વલણ વચ્ચે ગિફ્ટ નિફ્ટી નીચા સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. મધ્ય પૂર્વ એશિયામાં તણાવ અને યુએસ ફેડ રેટ કટની અપેક્ષાએ સોનાના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. અમદાવાદમાં સોનાનો ભાવ ઇતિહાસમાં પહેલીવાર 77000 રૂપિયાની ટોચને સ્પર્શ્યો છે. વૈશ્વિક બજારમાં સોનું 2660 ડોલર પ્રતિ ટ્રોંય ઔંસ રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યું છે.
સોનાનો ભાવ ઇતિહાસમાં પહેલીવાર 77000 રૂપિયા
સોનાના ભાવ સતત નવી ઐતિહાસિક ટોચ બનાવી રહ્યા છે. અમદાવાદમાં સોમવારે સોનાનો ભાવ ઇતિહાસમાં પહેલીવાર 77000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયો હતો. તેના આગલા દિવસે 10 ગ્રામ સોનાનો ભાવ 76500 રૂપિયા હતો. તો ચાંદી પણ 88000 રૂપિયા પ્રતિ કિલો થઇ હતી. વૈશ્વિક બજારમાં પણ સોનું રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યું છે. કોમેક્સ સોનું 2660 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયું છે. મિડલ ઇસ્ટમાં તણાવ અને યુએસ ફેડ રેટ કટ થવાની અપેક્ષાએ સોનાના ભાવ વધી રહ્યા છે.
નિક્કેઇ અને હેંગસેંગ શેરબજારમાં ઉછાળો
નિક્કેઇ અને હેંગસેગ માર્કેટ્માં ઉચાળો જોવા મળ્યો હતો અને બાકીના એશિયન શેરબજાર મંગળવારે નરમ ટ્રેડ કરી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ ટ્રેડ કરી રહ્યો છે. જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 315 પોઇન્ટ, હેંગસેંગ 567 પોઇન્ટ વધ્યા છે. કોસ્પી, સેટ કોમ્પોઝિટ, જકાર્તા, શાંઘાઇ કોમ્પોઝિટ ફ્લેટ હતા.
- Sep 24, 2024 16:13 IST
બીએસઇ માર્કેટકેપ વધીને 476.12 લાખ કરોડ થઇ
શેરબજાર સેન્સેક્સ નિફટીમાં મંગળવારે રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સ ઘટીને જ્યારે નિફ્ટી ફ્લેટ થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ કેપ 476.12 લાખ કરોડ રૂપિયા થઇ હતી. જ્યારે અગાલા દિવસે બીએસઇની માર્કેટકેપ 476.03 લાખ કરોડ રૂપિયા થઇ હતી.
- Sep 24, 2024 16:08 IST
સેન્સેક્સ ડાઉન, નિફ્ટી 26000 સ્પર્શી ફ્લેટ બંધ
શેરબજાર વોલેટાઇલ રેન્જમાં ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ નિફ્ટી રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા હતા જો કે ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ ઘટીને અને નિફ્ટી ફ્લેટ થયા છે. સેન્સેક્સ 14 પોઇન્ટ ઘટી 84914 બંધ થયો છે. એનએસઇ નિફ્ટી 1.35 પોઇન્ટ વધી 25940 પોઇન્ટ બંધ થયો છે.
- Sep 24, 2024 16:07 IST
નિફ્ટી પહેલીવાર 26000 પાર
શેરબજાર વોલેટાઇલ રેન્જમાં ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ નિફ્ટી ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યા હતા. જેમા એનએસઇ નિફ્ટી પહેલીવાર 26000 લેવલ કુદાવી ગયો હતો. જો કે સેશનના અંતે ફ્લેટ બંધ થયા છે. એનએસઇ નિફ્ટી ટ્રેડિંગ સેશન દરમિયાન 26011 ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ લેવલ પર પહોંચ્યો હતો.
- Sep 24, 2024 13:39 IST
સેન્સેક્સ 85000 સ્પર્શ્યો, મેટલ પાવર શેરમાં તેજી
શેરબજાર બપોર બાદ નીચા મથાળેથી રિકવર થયા હતા. વોલેટાઇલ ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં આવ્યા હતા. સેન્સેક્સ 130 પોઇન્ટના સુધારામાં 85000 લેવલ ક્રોસ કર્યું હતું. તો નિફ્ટી નિફ્ટી 25 પોઇન્ટ વધી ઉપરમાં 25981 સુધી ગયા હતા. આજે શરૂઆતથી મેટલ અને પાવર શેરમાં તેજીનો માહોલ છે.
- Sep 24, 2024 12:09 IST
મેટલ શેર ઉછળ્યા, બેંક શેરમાં ધોવાણ
આજે મેટલ શેરમાં ઉછાળો અને બેંક શેરમાં ઉંચા ભાવે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. ચીનમાં આર્થિક રાહત પેકેજ મળવાની અપેક્ષાએ મેટલ શેર લાઇમ લાઇટમાં છે. બીએસઇ મેટલ ઇન્ડેક્સ 2 ટકા જેટલો મજબૂત થયો છે. મેટલ ઇન્ડેક્સના તમામ 11 શેર વધ્યા છે. જેમા નાલ્કો, એનએમડીટી અને સેઇલ 3 થી 5 ટકા જેટલા ઉછળ્યા છે. તો બીજી અગાઉ સતત વધ્યા બાદ બેંક શેર દબાણ હેઠળ છે. બીએસઇ બેન્કેક્સ 138 પોઇન્ટ તૂટ્યો છે. તો બેંક નિફ્ટી અને નિફ્ટી આઈટી 100 પોઇન્ટ ઘટ્યા છે.
- Sep 24, 2024 11:24 IST
નોર્ધન આર્ક કેપિટલ શેર 33 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ
નોર્ધન અર્ક કેપિટલ કંપનીનું શેર લિસ્ટિંગ શાનદાર રહ્યું છે. નોર્ધન આર્ક કેપિટલનો શેર બીએસઇ પર 351 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો છે, જે આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ થી લગભગ 33.5 ટકા રિટર્ન દર્શાવે છે. કંપનીએ આઈપીઓમાં 263 રૂપિયાના ભાવે શેર ઇસ્યુ કર્યુ હતા. આ આઈપીઓ શેર લિસ્ટિંગના પ્રથમ દિવસ રોકાણકારોને 33 ટકા રિટર્ન મળ્યું છે.
- Sep 24, 2024 09:56 IST
સેન્સેક્સ નિફ્ટી નરમ ખુલ્યા, આઈટી શેર ડાઉન
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી મંગળવારે નરમ ખુલ્યા છે. સેન્સેક્સ 84928 પાછલા બંધ સામે મંગળવારે 50 પોઇન્ટથી વધુ નીચા ગેપમાં 84860 ખુલ્યો છે. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ સામે આજે 25921 ખૂલ્યો છે. આઈટી અને ફાઈનાન્સ શેર નરમ છે. એશિયન શેરબજારમાં એકંદર મિશ્ર ટ્રેન્ડ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us