/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Share-Marekt-Record-High.jpg)
Share Market All Time High : શેરબજાર સેન્સેક્સ નિફ્ટી નવા રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા છે.
Share Market Today News Highlights: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે ફ્લેટ ખુલ્યા છે. બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સ 85169 પાછલા બંધ સામે ગુરુવારે 85167 લેવલ પર ફ્લેટ ખુલ્યા હતા. તો એનએસઇ નિફ્ટી પણ 26004 પાછલા બંધ સામે આજે 26005 ખુલ્યો હતો. વોલેટાઇલ ટ્રેડિંગ બાદ છેલ્લા કલાકમાં શેરબજારમાં જબરદસ્ત તેજી આવી અને સેન્સેક્સ નિફ્ટી નવી ઉંચી સપાટી પર બંધ થયા હતા.
સેન્સેક્સ 666 પોઇન્ટ વધી 85836 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 212 પોઇન્ટ વધી 26216 બંધ થયો છે. આજે ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 85930 અને નિફ્ટી 26250 ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યા હતા. આજે ઓટો અને મેટલ ઇન્ડેક્સ 2 ટકાથી વધુ ઉછળ્યા હતા. જો કે મિડકેપ અને સ્મોલકેપ ડાઉન રહેતા માર્કેટનો અંડર કરંટ નરમ હોવાના સંકેત મળે છે.
જાપાનનો નિક્કેઇ 1000 પોઇન્ટ ઉછળ્યો, ગિફ્ટ નિફ્ટ વધ્યો
એશિયાના શેરબજારમાં તેજીનો ટ્રેન્ડ હતો. ગિફ્ટ નિફ્ટ ઇન્ડેક્સ પણ વધ્ય હતો. જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 1000 પોઇન્ટ અને હેંગસેગ ઇન્ડેક્સ 400 પોઇન્ટ ઉછળ્યા છે. તાઇવાન, કોસ્પી, જકાર્તા, શાંઘાઇ ઇન્ડેક્સ વધીને ટ્રેડ કરી રહ્યા છે. એક માત્ર થાઇલેન્ડ શેરબજારનો બેન્ચમાર્ક સેટ કોમ્પોઝિટ ઇન્ડેક્સ ડાઉન હતો.
સોના ચાંદીના ભાવ રેકોર્ડ હાઇ
સોના ચાંદીના ભાવ સતત રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચી રહ્યું છે. અમદાવાદના ઝવેરી બજારમાં બુધવારે સોનું 500 રૂપિયા મોંઘુ થયુ હતું અને 99.9 શુદ્ધ સોનાનો ભાવ 77800 રૂપિયા થયો હતો, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. ચાંદીમાં 1500 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો અને 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ 89500 રૂપિયા થયો હતો. સ્થાનિક બજારમાં ગમે ત્યારે સોનું 78000 રૂપિયા અને ચાંદી 90000 રૂપિયાનો નવો ઐતિહાસિક ઉંચો ભાવ દેખાડી શકે છે. તમને જણાવી દઇયે કે, માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ 10 ગ્રામ સોનાનો ભાવ 3800 રૂપિયા અને 1 કિલો ચાંદીના ભાવ 5500 રૂપિયા વધી ગયા છે.
- Sep 26, 2024 16:20 IST
શેરબજારમાં રોકાણકારોને 2 લાખ કરોડ રૂપિયાની કમાણી
શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં તેજીથી રોકાણકારોને કમાણી થઇ રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ કેપ આજે 477.16 લાખ કરોડ રૂપિયા થઇ હતી. જ્યારે આગલા દિવસે બીએસઇની માર્કેટકેપ 475.23 લાખ કરોડ રૂપિયા થઇ હતી. આમ આજે શેરબજારમાં રોકાણકારોને 1.93 લાખ કરોડ રૂપિયાની કમાણી થઇ હતી.
- Sep 26, 2024 16:18 IST
મિડકેપ અને સ્મોલકેપ ડાઉન
શેરબજાર ભલે ઓલટાઇમ હાઇ થયા પરંતુ અંડર કરંટ નરમ છે. બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ સતત બીજા દિવસે ઘટીને બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરમાં નરમાઇ એ વાતના સંકેત આપે છે કે રોકાણકારો સાવધ છે.
- Sep 26, 2024 16:14 IST
ઓટો ઇન્ડેક્સ 2.2 ટકા વધ્યો, મારૂતિ, ટાટા અને મહિન્દ્રા ટોપ ગેઇનર
સેન્સેક્સના ટોપ 3 ગેઇનર શેરમાં ઓટો સ્ટોક હતા. મારૂતિ સુઝુકી 4.7 ટકા, ટાટા મોટર્સ અને મહિન્દ્રા ઓટો 3 ટકા વધ્યા હતા. સેન્સેક્સના 30માંથી 28 બ્લુચીપ સ્ટોક વધ્યા હતા. લૂઝર્સ શેરમાં એનટીપીસી અડધો ટકા અને લાર્સન 1 ટકા ડાઉન હતા. બીએસઇ ઓટો ઇન્ડેક્સ 2.2 ટકા વધ્યો હતો. મેટલ ઇન્ડેક્સ 2 ટકા મજબૂત થયો છે.
- Sep 26, 2024 16:10 IST
સેન્સેક્સ 666 પોઇન્ટ ઉછળી ઓલટાઇમ હાઇ બંધ, નિફ્ટી 26200 ઉપર
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી નવા ઓલટાઇમ હાઇ લેવલ પર બંધ થયા છે.સેન્સેક્સ 666 પોઇન્ટ ઉછળ્યો છે. સેન્સેક્સ 85836 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 212 પોઇન્ટ વધી 26216 બંધ થયો છે. આજે ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 85930 અને નિફ્ટી 26250 ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યા હતા.
- Sep 26, 2024 15:06 IST
શેરબજાર નવી ટોચે, સેન્સેક્સ 700 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 26200 પાર
શેરબજારમાં બપોર બાદ જબરદસ્ત તેજી જોવા મળી છે અને સેન્સેક્સ નિફ્ટી નવા રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા છે. સેન્સેક્સ 700 પોઇન્ટથી વધુ ઉછળ્યો છે. તો એનએસઇ નિફ્ટી 200 પોઇનટથી વધુ ઉછળીને 26200 લેવલ કુદાવી ગયા છે. એફએમસીજી કંપની આઇટીસીનો શેર ભાવ ઓલટાઇમ હાઇ થયો છે. આઇટીસી શેર 1 ટકા વદી 523 રૂપિયા થયો છે. આ સાથે કંપનીની માર્કેટકેપ વધીને 654.33 લાખ કરોડે પહોંચી ગઇ છે.
- Sep 26, 2024 13:15 IST
જેનસોલ એન્જિનિયરિંગમાં પ્રમોટરે હોલ્ડિંગ વધાર્યું, 7 ટકા વધ્યો
જેનસોલ એન્જિનિયરિંગના શેરમાં સળંગ 9 દિવસની મંદી બાદ આજે તેજી જોવા મળી છે. કંપનીનો શેર 7 ટકા વધ્યો છે. કંપનના પ્રમોટર અને એમડી અનમોલ સિંહ જગ્ગીએ જેનસોલ એન્જિનિયરિંગ કંપનીમાં પોતાનું શેરહોલ્ડિંગ વધાર્યું છે. તેમણે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શનમાં 12000 શેર ખરીદ્યા છે.
- Sep 26, 2024 11:00 IST
કલાના ઇસ્પાત શેર લિસ્ટિંગ નિરાશાજનક, રોકાણકારોને 31 ટકા નુકસાન
કલાના ઇસ્પાત શેરનું લિસ્ટિંગ નિરાશાજનક રહેતા રોકાણકારોને નુકસાન થયું છે. એનએસઇ એસએમઇ પર કલાના ઇસ્પાતનો શેર 45.15 રૂપિયાના ભાવે લિસ્ટ થયો, જ્યારે આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ શેર દીઠ 66 રૂપિયા હતી. આમ આઈપીઓ ઇસ્યુ પ્રાઇસથી શેર 31.59 ટકા નીચા ભાવે લિસ્ટ થયો છે. આ આઈપીઓ 59 ગણો ભરાયો હતો.
જો કે નિરાશાજનક લિસ્ટિંગ બાદ શેર વધ્યો અને અપરસર્કિટ લાગી હતી. કલાના ઇસ્પાત શેર 5 ટકાની અપરસર્કિટમાં 47.40 રૂપિયા થયો હતો. આમ તેજીની સર્કિટ લાગવા છતાં પણ કલાના ઇસ્પાત શેરમાં રોકાણકારો 28 ટકા નુકસાન હતું.
- Sep 26, 2024 09:54 IST
ડોલર સામે રૂપિયો 5 પૈસા નરમ ખુલ્યો
યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો ગુરવારે 5 પૈસા નરમ ખૂલ્યો હતો. ગુરુવારે અમેરિકન ડોલર સામે રૂપિયો 83.64 ખૂલ્યો હતો. જ્યારે બુધવારે ડોલર સામે રૂપિયો 83.59 રૂપિયા બંધ થયો હતો.
- Sep 26, 2024 09:52 IST
સેન્સેક્સ 200 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 26000 ઉપર મજબૂત
શેરબજાર સેન્સેક્સ નિફટી વધીને રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યા છે. સેન્સેક્સ 200 પોઇન્ટ વધીને 85372 સુધી પહોંચ્યો છે. તો નિફ્ટી પણ 50 પોઇન્ટ વધીને ઉપરમાં 26056 સુધી ગયો છે. મારૂતિ સુઝુકી, ટાટા મોટર્સ, નેસ્લે, ભારતી એરટેલ અને એચસીએલ ટેક, ઇન્ફોસિસીના શેર 1 ટકા જેટલા વધ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us