Share Market Highlights : સેન્સેક્સ 166 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 24000 નીચે બંધ, RBI પોલીસી પહેલા બેંક શેર પર દબાણ

Sensex Nifty Today Highlights Update News:શેરબજાર મંગળવારે ઉછાળે ખુલ્યા હતા જો કે સેશનના અંતે સુધારો ધોવાઇ ગયો હતો. સેન્સેક્સ 166 પોઇન્ટ તૂટ્યો હતો. નિફ્ટી 24000 નીચે બંધ થયો રહ્યો છે. હવે રોકાણકારોની નજર ગુરુવારે જાહેર થનાર આરબીઆઈ મોનેટરી પોલિસી પર છે.

Sensex Nifty Today Highlights Update News:શેરબજાર મંગળવારે ઉછાળે ખુલ્યા હતા જો કે સેશનના અંતે સુધારો ધોવાઇ ગયો હતો. સેન્સેક્સ 166 પોઇન્ટ તૂટ્યો હતો. નિફ્ટી 24000 નીચે બંધ થયો રહ્યો છે. હવે રોકાણકારોની નજર ગુરુવારે જાહેર થનાર આરબીઆઈ મોનેટરી પોલિસી પર છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Stock Market Special Trading Day, Stock Market Special Trading on Saturday

શેર માર્કેટ ફાઇલ તસવીર - Express photo

Share Market Sensex Nifty Today HighlightsUpdate News: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી મંગળવારે ઉછાળા સાથે ખુલ્યા છે. સોમવારે સેન્સેક્સમાં 2200 પોઇન્ટના કડાકા બોલાતા શેરબજારમાં હાહાકાર મચી ગયો હતો. મંગળવારે શેરબજાર ખુલવાની સાથે જ સેન્સેક્સ 1000 પોઇન્ટ અને નિફ્ટીમાં 300 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. સોમવારે સેન્સેક્સ 78759 અને નિફ્ટી 24055 બંધ થયા હતા. હાલ શેરબજારના રોકાણકારોની ઇઝરાયલ ઇરાન તણાવ અને બાંગ્લાદેશ રાજકીય કટોકટી પર છે.

Advertisment

સોમવારે શેરબજારમાં કડાકાથી રોકાણકારોને 15 લાખ કરોડનું નુકસાન

સોમવારે શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયું હતુ. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટકેપ 441.86 લાખ કરોડ રૂપિયા હતી. જ્યારે તેની અગાઉ 2 ઓગસ્ટ, 2024 શુક્રવારના રોજ બીએસઇની માર્કેટ કેપિટલાઇઝેશન 457.16 લાખ કરોડ રૂપિયા હતી. આમ એક જ દિવસમાં શેરબજારની માર્કેટકેપમાં 15.3 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે.

  • Aug 06, 2024 21:22 IST

    શેખ હસીના 48 કલાકમાં છોડી શકે છે ભારત, બાંગ્લાદેશની સેનામાં ફેરફાર

    મીડિયા રિપોર્ટ પ્રમાણે બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના 48 કલાકમાં ભારત છોડી શકે છે. તે યુરોપના કોઇ દેશમાં શરણ લઇ શકે છે. બીજી તરફ શેખ હસીનાની વિદાય પછી તેમના નજીકના લોકોને સત્તાના કેન્દ્રોથી દૂર કરવાના કામ શરુ થઇ ગયા છે. બાંગ્લાદેશ આર્મીના ટોપ લેવલ પર ફેરફાર કરાયા છે. મેજર જનરલ જિયાઉલ અહસનને સેવામાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.



  • Aug 06, 2024 20:55 IST

    ટિમ વાલ્ઝ ડેમોક્રેટિક પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

    અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. કમલા હેરિસે અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝને પોતાના રનિંગ મેટ તરીકે પસંદ કર્યા છે. ટિમ વાલ્ઝ હવે ડેમોક્રેટિક પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે. ટિમ વાલ્ઝ ડેમોક્રેટિક પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડશે. તેમનો મુકાબલો રિપબ્લિકન ઉમેદવાર જેડી વેન્સ સાથે થશે.



  • Advertisment
  • Aug 06, 2024 18:02 IST

    લાલકૃષ્ણ અડવાણી નિયમિત તપાસ માટે અપોલો હોસ્પિટલમાં દાખલ

    લાલકૃષ્ણ અડવાણી નિયમિત તપાસ માટે ડો. વિનીત સુરીની દેખરેખ હેઠળ અપોલો હોસ્પિટલમાં દાખલ છે. તે સ્વસ્થ છે અને ટૂંક સમયમાં રજા આપવામાં આવશે: ડૉ. વિનીત સુરી

    — ANI_HindiNews (@AHindinews) August 6, 2024



  • Aug 06, 2024 17:22 IST

    ઢાકામાં ઈન્દિરા ગાંધી કલ્ચરલ સેન્ટરમાં લૂંટ અને આગચંપી થઇ હતી

    બાંગ્લાદેશઃ ઢાકામાં ઈન્દિરા ગાંધી કલ્ચરલ સેન્ટરમાં લૂંટ અને આગચંપી થઇ હતી. 5 ઓગસ્ટે ઢાકામાં હિંસક અશાંતિ ફેલાઇ ગઇ હતી.

    — ANI_HindiNews (@AHindinews) August 6, 2024



  • Aug 06, 2024 16:11 IST

    શેરબજારમાં રોકાણકારોને 1.59 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

    શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડાથી રોકાણકારોને ફરી નુકસાન થયું છે. મંગળવારે બોમ્બે સ્ટોક એક્સેચન્જ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ વેલ્યૂએશન 440.27 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે આગલા દિવસે 441.86 લાખ કરોડ રૂપિયા હતી. આમ મંગળવારે શેરબજારના રોકાણકારોને 1.59 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું.



  • Aug 06, 2024 16:07 IST

    સેન્સેક્સ 166 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 24000 નીચે બંધ

    શેરબજારમાં આરંભિક સુધારો કામકાજના છેલ્લા કલાકોમાં ધોવાઇ જતા સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડે બંધ થયા હતા. સેન્સેક્સ 166 પોઇન્ટ તૂટ્યો અને 78592 બંધ થયો હતો. તો નિફ્ટી 63 પોઇન્ટ ઘટીને 24000 લેવલ નીચે 23992 બંધ થયો છે. સેન્સેક્સના 30માંથી 17 હેવીવેઇટ્સ સ્ટોક ડાઉન હતા. ટોપ 5 લુઝર સ્ટોકમાં ટાયટન અને એચડીએફસી બેંક 0.7 ટકા, એસબીઆઈ અને મહિન્દ્રા મહિન્દ્રા 1.3 ટકા તેમજ ભારતી એરટલે સૌથી વધુ દોઢ ટકા તૂટ્યા હતા. આરબીઆઈની મોનેટરી પોલીસી પહેલા બેંક શેર દબાણ હેઠળ છે. બેંક નિફ્ટી 343 પોઇન્ટ ઘટ્યો છે.



  • Aug 06, 2024 16:01 IST

    પેરિસ ઓલિમ્પિક 2024 - નીરજ ચોપરા ફાઇનલમાં ક્વોલિફાય

    ભારતના જેવલિન થ્રો સ્ટાર નીરજ ચોપરાએ પ્રથમ થ્રો માં જ કમાલ કરીને ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. નીરજે 89.34 મીટરનો થ્રો કર્યો હતો, જે 84.00ના ક્વોલિફાઇંગ માર્ક કરતાં વધુ હતો. તે સીધો ફાઇનલમાં પહોંચી ગયો છે. પાકિસ્તાનના અરશદ નદીમે પણ તેના પહેલા જ થ્રો થી ક્વોલિફાય કર્યું હતું. તેણે 86.59 મીટરનો થ્રો કર્યો હતો.



  • Aug 06, 2024 15:06 IST

    શેરબજાર ફરી ઘટ્યું - સેન્સેક્સ 200 પોઇન્ટ ડાઉન, બેન્ક, ઓટો શેર પણ તૂટ્યા

    શેરબજાર ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકોમાં નેગેટિવ ઝોનમાં સરી પડ્યું છે. સેન્સેક્સ 200 પોઇન્ટ અને નિફ્ટી 70 પોઇન્ટ ઘટાડે ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સના હેવીવેઇટ્સમાં બેન્ક સ્ટોક ઉપરાંત ઓટો, ટેલિકોમ અને ઓટો કંપનીના શેર ડાઉન હતા.



  • Aug 06, 2024 13:31 IST

    સેન્સેક્સ નિફ્ટી પોઝિટિવ ઝોનમાં, બેંક શેર દબાણ હેઠળ

    શેરબજાર આરંભિક ઉછાળા બાદ ઇન્ટ્રા ડે ટોચથી નીચે આવ્યા છે. સેન્સેક્સ 300 પોઇન્ટ અને નિફ્ટી 90 પોઇન્ટના સુધારા સાથે પોઝિટિવ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. જો કે બેંક શેર પર દબાણ યથાવત રહ્યું છે. સેન્સેક્સ ટોપ લૂઝર હેવીવેઇટ સ્ટોકમાં આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક નરમ ટ્રેડ કરી રહ્યા છે.



  • Aug 06, 2024 13:28 IST

    સોમવારે FII વેચ્યા 10000 કરોડના શેર, જૂન પછી સૌથી મોટી વેચવાલી

    સોમવારે ભારતીય શેરબજાર સેન્સેક્સમાં 2200 પોઇન્ટથી મોટા કડાકામાં વિદેશી રોકાણકારોએ પેનિક સેલિંગ કર્યું છે. એનએસઇ પર ઉપલબ્ધ આંકડા અનુસાર સોમવારે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (FII)એ 10074 કરોડ રૂપિયાની ચોખ્ખી વેચવાલી કરી છે, જે 4 જૂન પછી સૌથી મોટી વેચવાલી છે.



  • Aug 06, 2024 11:11 IST

    RBI પોલિસી પહેલા બેન્કિંગ શેર પર દબાણ

    આરબીઆઈ પોલિસી પહેલા બેન્કિંગ શેર પર દબાણ જોવા મળ્યું છે. રિઝર્વ બેંકની 3 દિવસીય મોનેટરી પોલિસી બેઠક 6 થી 8 ઓગસ્ટ ચાલશે. 8 ઓગસ્ટે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ ધિરાણનીતિ બેઠકની સમીક્ષા જાહેર થશે. આ વખતે લોન સસ્તી થશે કે નહીં તે અનિચ્છિત છે. આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક અને કોટક બેંક નરમ હતા. નિફ્ટી બેંક ઈન્ડેક્સ 41 પોઇન્ટના સુધારા 50136 ટ્રેડ થઇ રહ્યો છે. બીએસઇ બેન્કેક્સ 60 પોઇન્ટ વધી 57000 ઉપર ટ્રેડ થઇ રહ્યા છે.



  • Aug 06, 2024 11:02 IST

    શેરબજાર ઉંચા સ્તરેથી ફરી ઘટ્યું, રોકાણકારો સાવધાન

    શેરબજારમાં આરંભિક ઉછાળા બાદ ફરી ઘટાડો જોવા મળ્યો છે. સેશનની શરૂઆતાં 1000 પોઇન્ટથી વધુ છળી સેન્સેક્સ 79852 ઇન્ટ્રા-ડે ટોચ પર પહોંચ્યા હતા. જોકે ઉંચા મથાળે બેન્કિંગ સ્ટોકમાં વેચવાલી નીકળતા માર્કેટ ઘટીને 79013 તળિયે આવી ગયું હતું. તો એનએસઇ નિફ્ટી 24383 ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યા બાદ 24131 નીચી સપાટીએ આવી ગયો છે.



  • Aug 06, 2024 09:52 IST

    એશિયન શેરબજારમાં પોઝિટિવ ટ્રેન્ડ

    એશિયન શેરબજારમાં પણ મંગળવારે પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. સ્ટ્રેઇટ્સ ટાઈમ્સને બાદ કરતા તમામ એશિયન માર્કેટ વધ્યા હતા. જાપાનીઝ શેરબજાર નિક્કેઇ 3260 પોઇન્ટ ઉછાળ્યો હતો અને 34726 આસપાસ ટ્રેડ થઇ રહ્યો હતો. તાઈવાન 3.4 ટકા, કોસ્પી 4.2 ટકા, જકાર્તા 1.4 ટકા, શાંઘાઇ અને હેંગસેંગ સાધારણ વધ્યા હતા.



  • Aug 06, 2024 09:52 IST

    શેરબજાર: સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 300 પોઇન્ટ વધ્યો

    સોમવારના કડાકા બાદ ભારતીય શેરબજાર મંગળવારે ઉછાળા સાથે ખુલ્યુા છે. મંગળવારે સેન્સેક્સ લગભગ 222 પોઇન્ટના ઉંચા ગેપમાં 78981 ખુલ્યુ હતુ. શેરબજાર ખુલ્યાની થોડીક જ મિનિટમાં સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉછળ્યો હતો અને ઉપરમાં 79852 સુધી ગયો હતો. તો બેન્ચમાર્ક એનએસઇ નિફ્ટી 50 ઈન્ડેક્સ પાછલા 24055 સામે ઉંચા ગેપમાં 24198 ખુલ્યું અને લગભગ 300 પોઇન્ટ ઉછળી 24382 સુધી ઉપરમાં ગયુ હતુ.



બિઝનેસ Investment શેર બજાર