Share Market Today News Highlights: શેરબજાર સેન્સેક્સ 398 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 25000 નીચે બંધ, ટાટા મોટર્સ ટોપ લૂઝર સ્ટોક

Sensex Nifty Today News Highlights: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ રહેતા રોકાણકારોને 2.63 લાખ કરોડનું નુકસાન થયું છે. ટાટા મોટર્સ સૌથી વધુ 5.7 ટકા ઘટી ટોપ લુઝર શેર બન્યો છે.

Sensex Nifty Today News Highlights: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ રહેતા રોકાણકારોને 2.63 લાખ કરોડનું નુકસાન થયું છે. ટાટા મોટર્સ સૌથી વધુ 5.7 ટકા ઘટી ટોપ લુઝર શેર બન્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
share market trading tips | stock market trading | share market chart | share market live news | gold silver today rate

Sensex Nifty: શેરબજારનો ચાર્ટ (Photo: Freepik)

Sensex Nifty Today News Highlights Gold Silve Rate: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ખુલ્યા બાદ વેચવાલીના દબાણથી ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 398 પોઇન્ટ તૂટ્યો છે અને 81523 બંધ થયો છે. તો નિફ્ટી 122 પોઇન્ટ ઘટીને 24918 બંધ થયો છે. સેન્સેક્સ બ્લુ ચીપ શેર ટાટા મોટર્સ 5.5 ટકાથી વધુ ઘટીને ટોપ લુઝર શેર બન્યો છે. તમને જણાવી દઇયે કે, સતત બીજા દિવસે સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા હતા. તેની અગાઉ સળંગ 3 દિવસ શેરબજાર ઘટીને બંધ થયા હતા. વાંચો શેરબજાર સેન્સેક્સ નિફ્ટી, સોનું ચાંદી, ક્રૂડ ઓઇલ અને રૂપી ડોલર કરન્સી માર્કેટના લેટેસ્ટ લાઇવ અપડેટ સમાચાર

Advertisment

ગિફ્ટી નિફ્ટી અને એશિયાના શેર માર્કેટ ડાઉન

એશિયાના શેરબજારોમાં બુધવારે ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં હેંગસેંગ બેન્ચમાર્ક સૌથી વધુ 1.5 ટકા ડાઉન હતો. તો ગિફ્ટી નિફ્ટી, નિક્કેઇ ઇન્ડેક્સ, કોસ્પી, સેટ કોમ્પોઝિટ્સ અને શાંઘાઇ કોમ્પોઝિટ્સ ઘટાડે ટ્રેડ કરી રહ્યા હતા.

ક્રૂડ ઓઇલ મક્કમ, સોનું નરમ

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલમાં મજબૂતી જ્યારે સોનામાં નરમાઇ જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ સાધારણ વધીને 69.54 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ ઓઇલ વાયદો 66.18 ડોલર ટ્રેડ કરી રહ્યા છે. વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ નજીવો ઘટી 2518 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાતું હતું.

  • Sep 11, 2024 16:13 IST

    શેરબજારના રોકાણકારોને 2.63 લાખ કરોડનું નુકસાન

    શેરબજારમાં ઘટાડાથી રોકાણકારોને મોટું નુકસાન થયું છે. આજે બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ વેલ્યૂએશન 460.96 લાખ કરોડ રૂપિયા રહી હતી. જ્યારે તેના આગલા દિવસે બીએસઇની માર્કેટકેપ 463.59 લાખ કરોડ હતી. આમ બુધવારે શેરબજારના રોકાણકારોને 2.63 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.



  • Sep 11, 2024 16:07 IST

    ટાટા મોટર્સ, SBI અને એનટીપીસ ટોપ લુઝર

    સેન્સેક્સના 30 માંથી 23 બ્લુ ચીપ શેર ઘટીને બંધ થયા છે. ટાટા મોટર્સ 5.7 ટકા ઘટી 976 બંધ થયો છે. સેન્સેક્સના ટોપ 5 લુઝર શેરમાં ટાટા મોટર્સ, એસબીઆઈ, અદાણી પોર્ટ્સ અને લાર્સન ટુર્બો દોઢ ટકાથી 5.7 ટકા સુધી ઘટ્યા છે.



  • Advertisment
  • Sep 11, 2024 16:04 IST

    સેન્સેક્સ 398 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 25000 નીચે બંધ

    શેરબજારમાં વેચવાલીથી સુધારાને બ્રેક લાગી છે. બુધવારે સેન્સેક્સ 398 તૂટ્યો છે. સેશન દરમિયાન ઉપરમાં 82134 અને નીચામાં 81423 બોટમ બનાવી કામકાજના અંતે સેન્સેક્સ 81523 બંધ થયો છે. એનએસઇ નિફ્ટી 122 પોઇન્ટ ઘટીને 24918 બંધ થયો છે.



  • Sep 11, 2024 13:57 IST

    શેરબજાર ફરી ઘટ્યા, ટાટા મોટર્સ 5 ટકાથી વધુ તૂટ્યો

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી વધ્યા બાદ ફરી ઘટ્યા છે. સેન્સેક્સ 82134 ઇન્ટ્રા-ડે ટોચ બનાવ્યા બાદ ઘટીને નીચામાં 81741 સુધી તૂટ્યો છે. હાલ સેન્સેક્સ 80 પોઇન્ટના ઘટાડે 81840 આસપાસ ક્વોટ થઇ રહ્યો છે. આજ ઘટાડાનું કારણ ટાટા મોટર્સના શેરમાં 5 ટકાથી વધુ કડાકો છે. એનએસઇ નિફ્ટી 15 પોઇન્ટ ઘટીને 25026 આસપાસ છે.



  • Sep 11, 2024 11:01 IST

    નમો ઇવેસ્ટ મેનેજમેન્ટ શેરનું ધમાકેદાર લિસ્ટિંગ, એક જ દિવસમાં મૂડી ડબલ

    નમો ઇવેસ્ટમ મેનેજમેન્ટ શેરનું ધમાકેદાર લિસ્ટિંગ થયું છે. ભંગાર વેચતી એસએમઇ કંપનીનો 85 રૂપિયાના ભાવનો શેર આજે એનએસઇ એસએમઇ પર 161.50 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો છે. એટલ કે લિસ્ટિંગ પર શેરધારકોને 90 ટકા રિટર્ન મળ્યું છે. ધમાદેકાર લિસ્ટિંગ બાદ શેરમાં તેજીની સર્કિટ લાગી હતી. આ શર 169.55 રૂપિયાની અપર સર્કિટે પહોંચી ગયો હતો. એટલે કે આઈપીઓમાં જેમને શેર મળ્યા છે તેવા રોકાણકારોની મૂડી 1 દિવસમાં ડબલ થઇ ગઇ છે.



  • Sep 11, 2024 09:23 IST

    ડોલર સામે રૂપિયો 1 પૈસા વધીને ખુલ્યો

    ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ફ્લેટ ખુલ્યો છે. બુધવારે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો માત્ર 1 પૈસા મજબૂત થઇ 83.87 ખુલ્યો હતો. પાછલા દિવસે ડોલર સામે રૂપિયો 83.98 બંધ થયો હતો.



  • Sep 11, 2024 09:22 IST

    ક્રૂડ ઓઇલ મક્કમ, સોનું નરમ

    વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલમાં મજબૂતી જ્યારે સોનામાં નરમાઇ જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ સાધારણ વધીને 69.54 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ ઓઇલ વાયદો 66.18 ડોલર ટ્રેડ કરી રહ્યા છે. વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ નજીવો ઘટી 2518 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાતું હતું.



  • Sep 11, 2024 09:22 IST

    સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ખુલ્યા

    ભારતીય શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ખુલ્યા હતા. પ્રી ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 100 પોઇન્ટથી ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. જો કે ગિફ્ટી નિફ્ટી સહિત એશિયાના શેરબજારોના નકારાત્મક સંકેત વચ્ચે સેન્સેક્સ નિફ્ટી સુસ્ત ખુલ્યા હતા. બીએસઇ સેન્સેક્સ 81921 પાછલા બંધ સામે બુધવારે 81928 ખુલ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 25041 પાછલા બંધ સામે આજે 25034 ખુલ્યો હતો.



ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ Investment શેર બજાર