Share Market Today News Highlight : શેરબજારમાં આગેકૂચ ચાલુ રહેતા અઠવાડિયાના છેલ્લા દિવસે સેન્સેક્સ નિફ્ટી નોંધપાત્ર વધીને બંધ થયા હતા. શુક્રવારે 329 પોઇન્ટ વધી 82500 અને નિફ્ટી 103 પોઇન્ટ વધી 25285 બંધ થયો છે. બેંક અને ઓટો શેરમાં રિકવરીથી બજારને સપોર્ટ મળ્યો છે. આજે બેંક, રિયલ એસ્ટેટ અને આઈટી કંપનીઓના શેર નોંધપાત્ર વધ્યા હતા. એફઆઈઆઈની લેવાલીથી અને ક્રૂડમાં નરમાઇથી માર્કેટ સેન્ટિમેન્ટ સુધર્યું છે.
શેરબજાર ગ્લોબલ માર્કેટના નકારાત્મક સંકેતોના પગલે શુક્રવારે નરમ ખુલ્યા હતા. સેન્સેક્સ 98 પોઇન્ટ ઘટી 82075 ખુલ્યો હતો. તો એનએસઇ નિફ્ટી ફ્લેટ 25,167 ખુલ્યો હતો. નેગેટિવ ઓપનિંગ બાદ બજાર રિકવર થયું છે અને સેન્સેક્સ 200 પોઇન્ટ જેટલો વધી 82300 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો હતો.
TCS પ્રતિ શેર 11 રૂપિયા ડિવિડન્ડ આપશે
ટીસીએસ કંપનીએ સપ્ટેમ્બર 2025ના ત્રિમાસિક પરિણામ જાહેર કર્યા છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો વાર્ષિક ધોરણે 1.4 ટકા વધીને 12075 કરોડ રૂપિયા થયો છે. તો આવક 3.7 ટકા વધીને 65799 કરોડ રૂપિયા થઇ છે. ઓપરેટિંગ માર્જિન 70 બેસિસ પોઇન્ટ વધી 25.2 ટકા થયો છે. આ સાથે કંપનીએ શેરધારકોને 11 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની ઘોષણા કરી છે. ટીસીએસ ભારતમાં ઘણા એઆઈ અને સોવરિન ડેટા સેન્ટર સ્થાપશે, જેની માટે કંપની નવી સબસીડિયરી બનાવશે.
એશિયન શેરબજારો નરમ
સપ્તાહના છેલ્લા દિવસે મોટાભાગના એશિયન બજારો નરમ હતા. જાપાનનો નિક્કેઇ શેરબજાર 540 પોઇન્ટ અને હોંગકોંગ માર્કેટ 310 પોઇન્ટથી વધુ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યો હતો. તો સિંગાપોર, કોરિયા, ઇન્ડોનેશિયા, શાંઘાઇ માર્કેટ પણ સાધારણ નરમ હતા.