Share Market Today News Highlight : શેરબજાર ચાર દિવસની મંદી બાદ સોમવારે મોટા ઉછાળે બંધ થયા છે. સોમવારે બીએસઇ સેન્સેક્સ 746 પોઇન્ટ ઉછળ્યો અને 80604 બંધ થયો છે. એનએસઇ નિફ્ટી 221 પોઇન્ટ વધી 24585 લેવલ પર બંધ થયો છે. ટાટા મોટર્સ અને બેંક શેરમાં તેજીથી સેન્સેક્સ આરંભથી અંત સુધી પોઝિટિવ ઝોનમાં રહ્યો હતો. બીએસઇની તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ વધીને બંધ થયા છે.
શેરબજાર સોમવારે ફ્લેટ ખુલ્યા બાદ સુધારાની ચાલમાં સેન્સેક્સ નિફ્ટી મહત્વપૂર્ણ સપોર્ટ લેવલની ઉપર ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 79,857 સામે સોમવારે 79,885 ખુલ્યો હતો. બેંક અને ટાટા મોટર્સ શેરમાં તેજીથી સેન્સેક્સ 200 પોઇન્ટ વધી 80,050 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24,363 સામે આજે 24371 ખુલ્યો હતા અને 24400 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યા છે.
એશિયન બજારમાં મિશ્ર વલણ, ગિફ્ટ નિફ્ટી ફ્લેટ
સોમવારે એશિયન બજારોમાં મિશ્ર વલણ હતું. જાપાનીઝ શેરબજારનો બેન્ચમાર્ક નિક્કેઇ 225 ઇન્ડેક્સ 761 પોઇન્ટના ઉછાળે ટ્રેડ કરી રહ્યો છે. તાઇવાન માર્કેટ, જકાર્તા ઇન્ડેક્સ, શાંઘાઇ શેરબજાર એકંદરે પોઝિટિવ ટ્રેડ કરી રહ્યા છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 30 પોઇન્ટના સુધારે ટ્રેડિંગ કરી રહ્યો છે.
સરકાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓને 42000 કરોડ આપશે
ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સરકાર 42000 કરોડ રૂપિયા આપશે. એલપીજીના ભાવ ન વધારવા બદલ 30 હજાર રૂપિયા મળશે. તો ઉલ્લવલા યોજના હેઠળ 12 હજાર કરોડ રૂપિયાની સબસિડીને કેન્દ્રીય મંત્રીમંડળ તરફથી મંજૂરી મળી ગઇ છે.
ટાટા મોટર્સનો નફો 30 ટકા ઘટ્યો
ટાટા મોટર્સ કંપનીનો જૂન ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 30 ટકા ઘટી 3924 કરોડ રૂપિયા છે, જે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં 5643 કરોડ રૂપિયા હતો. કંપનીની આવક 2.5 ટકા ઘટીને 104 લાખ કરોડ રૂપિયા થઇ છે.





