/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Share-Market-Trading-5.jpg)
Share Market : શેરબજાર (Photo: Freepik)
Share Market Today News Live Update : શેરબજાર સતત બીજા દિવસે રિકવરી મોડમાં વધીને બંધ થયા હતા. સેન્સેક્સ 335 પોઇન્ટ વધી 83871 બંધ થયો છે. નિફ્ટી 120 પોઇન્ટ સુધરી 25694 બંધ થયો છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 83124 થી 83936 રહી હતી. નીચા મથાળે આઈટી અને ટેલિકોમ શેરમાં લેવાથી માર્કેટ રિકવર થયું છે.
શેરબજાર મંગળવારે સુધારે ખુલ્યા બાદ વેચવાલીના દબાણથી ઘટ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 83,535 લેવલથી 135 પોઇન્ટ વધી આજે 83,671 ખુલ્યો હતો. જો કે બેન્ક, ફાઈનાન્સ અને ઓટો શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 200 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 83400 નીચે ગયો હતો. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,574 લેવલથી 43 પોઇન્ટ સુધરી 25,617 ખુલ્યો હતો.
બજાજ ફાઈનાન્સ શેર 6 ટકા તૂટ્યો
આજે બજાજ ગ્રૂપના શેર ભારે વેચવાલીથી તૂટ્યા હતા. બજાજ ગ્રૂપનો બ્લુચીપ સ્ટોક બજાજ ફાઈનાન્સ શેર 7 ટકા જેટલો ઘટી 1011 રૂપિયા બોલાતો હતો. તો બજાજ ફિનસર્વ 5.6 ટકા ઘટી 2002 રૂપિયા ટ્રેડ કરી રહ્યો હતો. આ બંને શેર સેન્સેક્સના ટોપ લુઝર શેર હતા. ટાટા મોટર્સ, પાવરગ્રીડ અને ટાટા સ્ટીલ 1 ટકા આસપાસ નરમ હતા.
- Nov 11, 2025 16:44 IST
કેપિટલ ગુડસ અને ઓટો શેર તેજીમાં
બીએસઇ કેપિટલ ગુડ્સ 835 પોઇન્ટ, ઓટો 600 પોઇન્ટ, બેંકેક્સ 235 પોઇન્ટ, મેટલ 225 પોઇન્ટ, ઓઇલ ગેસ 200 પોઇન્ટ વધ્યા હતા. બીએસઇ મિડકેપ 95 પોઇન્ટ વધ્યો હતો જ્યારે સ્મોલકેપ 47 પોઇન્ટ ઘટીને બંધ થયો હતો. બીએસઇ માર્કેટકેપ 468.94 લાખ કરોડ રૂપિયા થઇ હતી.
- Nov 11, 2025 16:41 IST
સેન્સેક્સ ટોપ 5 ગેઇનર અને લુઝર શેર
સેન્સેક્સના 30 માંથી 24 શેર બ્લુચીપ શેર વધીને બંધ થયા હતા. જેમા બીઇએલ 2.5 ટકા, મહિન્દ્રા 2.4 ટકા, અદાણી પોર્ટ્સ 2.1 ટકા, એચસીએલ ટેક અને ઇટરનલ શેર દોઢ ટકા આસપાસ વધીને બંધ થયા હતા. સૌથી ઘટેલા 5 શેરમાં બજાજ ફાઈનાન્સ 7.4 ટકા, બજાજ ફિનસર્વ સવા 6 ટકા, ટાટા મોટર્સ, કોટક બેંક અને પાવરગ્રીડ અડધા થી પોણા ટકા ઘટ્યા હતા.
- Nov 11, 2025 16:39 IST
સેન્સેક્સ 335 પોઇન્ટ મજબૂત, નિફ્ટી 120 પોઇન્ટ મજબૂત
શેરબજાર સતત બીજા દિવસે રિકવરી મોડમાં વધીને બંધ થયા હતા. સેન્સેક્સ 335 પોઇન્ટ વધી 83871 બંધ થયો છે. નિફ્ટી 120 પોઇન્ટ સુધરી 25694 બંધ થયો છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 83124 થી 83936 રહી હતી. નીચા મથાળે આઈટી અને ટેલિકોમ શેરમાં લેવાથી માર્કેટ રિકવર થયું છે.
- Nov 11, 2025 13:36 IST
સેન્સેક્સ તળિયેથી 400 પોઇન્ટ રિકવર, વોડાફોન આઈડિયા 8 ટકા ઉછળ્યો
શેરબજાર નીચા મથાળેથી રિકવર થયો છે. સેન્સેક્સ ઇન્ટ્રા ડે 83124 તળિયે ગયા બાદ 400 પોઇન્ટ રિકવર થઇ 83630 લેવલ આસપાસ ટ્રેડિંર કરી રહ્યો છે. સેન્સેક્સ હાલ 100 પોઇન્ટથી વધુ વધ્યો છે. તો એનએસઇ નિફ્ટી 43 પોઇન્ટ સુધરીને 25620 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. ટેલિકોમ શેરમાં તેજી જોવા મળી છે. વોડાફોન 7.8 ટકા વધી 10.25 રૂપિયા બોલાયો છે.
- Nov 11, 2025 09:33 IST
બજાજ ફાઈનાન્સ શેર 6 ટકા તૂટ્યો
આજે બજાજ ગ્રૂપના શેર ભારે વેચવાલીથી તૂટ્યા હતા. બજાજ ગ્રૂપનો બ્લુચીપ સ્ટોક બજાજ ફાઈનાન્સ શેર 7 ટકા જેટલો ઘટી 1011 રૂપિયા બોલાતો હતો. તો બજાજ ફિનસર્વ 5.6 ટકા ઘટી 2002 રૂપિયા ટ્રેડ કરી રહ્યો હતો. આ બંને શેર સેન્સેક્સના ટોપ લુઝર શેર હતા. ટાટા મોટર્સ, પાવરગ્રીડ અને ટાટા સ્ટીલ 1 ટકા આસપાસ નરમ હતા.
- Nov 11, 2025 09:30 IST
સેન્સેક્સ 200 પોઇન્ટ નિફ્ટી, નિફ્ટી 50 પોઇન્ટ ઘટયો
શેરબજાર મંગળવારે સુધારે ખુલ્યા બાદ વેચવાલીના દબાણથી ઘટ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 83,535 લેવલથી 135 પોઇન્ટ વધી આજે 83,671 ખુલ્યો હતો. જો કે બેન્ક, ફાઈનાન્સ અને ઓટો શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 170 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 83400 નીચે ગયો હતો. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,574 લેવલથી 43 પોઇન્ટ સુધરી 25,617 ખુલ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us