Live

Share Market News Live: સેન્સેક્સ 600 પોઇન્ટ ઉછળ્યો, બજાજ ફાઇનાન્સમાં તેજી

Share Market Today News Live Update : સેન્સેક્સ નિફ્ટી બુધવારે સુધારે ખુલ્યા છે. યુએસ ફેડ રેટ ઘટવાના સંકેતથી એશિયન બજારોમાં પણ તેજીનો માહોલ.

Written by Ajay Saroya
Updated : October 15, 2025 14:03 IST
Share Market News Live: સેન્સેક્સ 600 પોઇન્ટ ઉછળ્યો, બજાજ ફાઇનાન્સમાં તેજી
BSE Indian Stock Exchange : બીએસઇ ભારતનું સૌથી જુનું સ્ટોક એક્સચેન્જ (Express Archives)

Share Market Today News Live Update : શેરબજાર બુધવારે સુધારે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 82,029 લેવલથી વધીને આજે 82,197 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 300 પોઇન્ટથી વધુ સુધરીને 82300 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 35 પોઇન્ટ વધીને 25,181 ખુલ્યો હતો. મોટાભાગના એશિયન શેરબજારો પોઝિટિવ ટ્રેડ કરી રહ્યા છે. જાપાનનો નિક્કેઇ 550 પોઇન્ટ, હોંગકોંગ 320 પોઇન્ટ, તાઇવાન 360 પોઇન્ટ સુધી વધીને ટ્રેડ થઇ રહ્યા છે.

યુએસ ફેડ વ્યાજદર ઘટાડશે?

યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવિલની ટીપ્પણી બાદ ચાલુ મહિને ફેડ રેટ ઘટવાના સંકેત મળ્યા છે, જેના પગલે અમેરિકન ડોલર નરમ પડ્યો છે. યુએસ અને ચીન વચ્ચે ચાલી રહેતા ટેરિફ વિવાદ વચ્ચે મંગળવારે ડોલર અન્ય કરન્સી બાસ્કેટ સામે નબળો પડ્યો હતો. ફ્રાંસ સરકાર દ્વારા ઐતિહાસિક પેન્શન સુધારાના પ્રસ્તાવને સ્થગિત કર્યા બાદ યુરો ડોલર સામે મજબૂત થયો છે.

Keystone Realtors ના પ્રમોટર 10 ટકા નીચા ભાવે શેર વેચશે

રિયલ એસ્ટેટ કંપની ક્રીસ્ટોન રિયલ્ટર્સના પ્રમોટર્સ કંપનીમાં પોતાનો 3 ટકાથી વધુ શેરહોલ્ડિંગ 10 ટકા ડિસ્કાઉન્ટ ભાવે વેચવાના છે. શેરબજારને આપેલી જાણકારી મુજબ, કંપનીના પ્રમોટર 10 રૂપિયાની ફેસ વેલ્યૂ ધરાવતા 45.76 લાખ શેર 550 રૂપિયા ફ્લોર પ્રાઇસથી વેચશે, જે મંગળવારના બંધ શેર ભાવથી 10 ટકા નીચો ભાવ છે. આ ઓફર ફોર સેલ લગભગ 252 કરોડ રૂપિયાનો છે. આ OFS 15 ઓક્ટોબર અને 16 ઓક્ટોબર ખુલ્લી રહેશે. સેબીના મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગા નિયમનું પાલન કરવા માટે પ્રમોટર્સ કંપનીમાં પોતાની હિસ્સેદારી વેચી રહ્યા છે. હાલ કંપનીમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ 78.34 ટકા છે, જે ઘટાડીને 75 ટકા કરવાનું છે. પ્રમોટર્સ દ્વારા શેર વેચવાના સમાચાર બાદ આજે બીએસઇ ક્રીસ્ટોન રિયલ્ટર્સનો શેર 4 ટકાથી વધુ ઘટી 587 રૂપિયા બોલાયો હતો.

Live Updates

સેન્સેક્સ 600 પોઇન્ટ ઉછળ્યો, બજાજ ફાઇનાન્સમાં તેજી

શેરબજારમાં ખરીદીથી સેન્સેક્સ નિફ્ટી નોંધપાત્ર વધ્યા છે. સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ ઉછળી 82700 લેવલ કુદાવી ગયો હતો. તો એનએસઇ નિફ્ટી 190 પોઇન્ટ વધીને ટ્રેડ થઇ રહ્યો છે. સેન્સેક્સના બ્લુચીપ શેરમાં બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વ 3 થી 4 ટકા સુધી વધ્યા હતા. તો લાર્સન 2.7 ટકા, એશિયન પેઇન્ટ 2.6 ટકા અને ટાટા સ્ટીલ 2 ટકા વધ્યો છે.

Vivo X300 Pro vs Vivo X200 Pro: વીવોના 200MP કેમેરાવાળા બંને સ્માર્ટફોન, બંને ફોનમાંથી કયો સારો? કયો ખરીદવો ?

Vivo X300 Pro vs Vivo X200 Pro Comparison in gujarati : તમને જણાવી રહ્યા છીએ કે Vivo X300 Pro અને Vivo X200 Pro વચ્ચે શું તફાવત છે. આ બે સ્માર્ટફોનની ડિઝાઇન, ડિસ્પ્લે, ચિપસેટ અને બેટરીમાં તફાવત વિશે જાણો. …વધુ માહિતી

Moto X70 Air Launch: મોટોરોલાનો પતલો ફોન જોતા જ રહી જશો, કેમેરો જોરદાર, 4800mAh બેટરી, જાણો કિંમત

Moto X70 Air Specifications in gujarati : મોટોરોલાએ તેનો નવીનતમ સ્માર્ટફોન, મોટો X70 એર જાહેર કર્યો છે. લેનોવોની માલિકીની મોટોરોલા આ નવા ફોન સાથે અતિ-પાતળા સ્માર્ટફોન સેગમેન્ટમાં પ્રવેશી છે. જે એપલ, ઓનર, સેમસંગ અને ટેકનોની હરોળમાં જોડાઈ છે. નવો મોટો X70 એર ફક્ત 6mm પતલો છે. …સંપૂર્ણ માહિતી

Keystone Realtors ના પ્રમોટર 10 ટકા નીચા ભાવે શેર વેચશે

રિયલ એસ્ટેટ કંપની ક્રીસ્ટોન રિયલ્ટર્સના પ્રમોટર્સ કંપનીમાં પોતાનો 3 ટકાથી વધુ શેરહોલ્ડિંગ 10 ટકા ડિસ્કાઉન્ટ ભાવે વેચવાના છે. શેરબજારને આપેલી જાણકારી મુજબ, કંપનીના પ્રમોટર 10 રૂપિયાની ફેસ વેલ્યૂ ધરાવતા 45.76 લાખ શેર 550 રૂપિયા ફ્લોર પ્રાઇસથી વેચશે, જે મંગળવારના બંધ શેર ભાવથી 10 ટકા નીચો ભાવ છે. આ ઓફર ફોર સેલ લગભગ 252 કરોડ રૂપિયાનો છે. આ OFS 15 ઓક્ટોબર અને 16 ઓક્ટોબર ખુલ્લી રહેશે. સેબીના મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગા નિયમનું પાલન કરવા માટે પ્રમોટર્સ કંપનીમાં પોતાની હિસ્સેદારી વેચી રહ્યા છે. હાલ કંપનીમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ 78.34 ટકા છે, જે ઘટાડીને 75 ટકા કરવાનું છે. પ્રમોટર્સ દ્વારા શેર વેચવાના સમાચાર બાદ આજે બીએસઇ ક્રીસ્ટોન રિયલ્ટર્સનો શેર 4 ટકાથી વધુ ઘટી 587 રૂપિયા બોલાયો હતો.

યુએસ ફેડ વ્યાજદર ઘટાડશે?

યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવિલની ટીપ્પણી બાદ ચાલુ મહિને ફેડ રેટ ઘટવાના સંકેત મળ્યા છે, જેના પગલે અમેરિકન ડોલર નરમ પડ્યો છે. યુએસ અને ચીન વચ્ચે ચાલી રહેતા ટેરિફ વિવાદ વચ્ચે મંગળવારે ડોલર અન્ય કરન્સી બાસ્કેટ સામે નબળો પડ્યો હતો. ફ્રાંસ સરકાર દ્વારા ઐતિહાસિક પેન્શન સુધારાના પ્રસ્તાવને સ્થગિત કર્યા બાદ યુરો ડોલર સામે મજબૂત થયો છે.

સેન્સેક્સ 300 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 25250 ઉપર મજબૂત

શેરબજાર બુધવારે સુધારે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 82,029 લેવલથી વધીને આજે 82,197 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 300 પોઇન્ટથી વધુ સુધરીને 82300 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 35 પોઇન્ટ વધીને 25,181 ખુલ્યો હતો. મોટાભાગના એશિયન શેરબજારો પોઝિટિવ ટ્રેડ કરી રહ્યા છે. જાપાનનો નિક્કેઇ 550 પોઇન્ટ, હોંગકોંગ 320 પોઇન્ટ, તાઇવાન 360 પોઇન્ટ સુધી વધીને ટ્રેડ થઇ રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ