Share Market News : સેન્સેક્સ 484 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 25700 ઉપર બંધ, IT શેરમાં વેચવાલી

Share Market Today News Highlight : શેરબજાર સતત બીજા દિવસે ઉછાળે બંધ થયા હતા. સેન્સેક્સે ઇન્ટ્રા-ડેમાં 84000 સપાટી કુદાવી હતી. અલબત્ત આઈટી શેરમાં વેચવાલીથી નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 580 પોઇન્ટ ઘટ્યો હતો.

Written by Ajay Saroya
Updated : October 17, 2025 16:33 IST
Share Market News : સેન્સેક્સ 484 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 25700 ઉપર બંધ, IT શેરમાં વેચવાલી
BSE : બીએસઇ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, (Express photo by Nirmal Harindran)

Share Market Today News Highlight : શેરબજારમાં હેવીવેઇટ્સ સ્ટોકમાં લેવાલી નીકળતા સેન્સેક્સ નિફ્ટી નોંધપાત્ર ઉછળી બંધ થયા છે. સેન્સેક્સ 484 પોઇન્ટ વધી 83952 બંધ થયો છે. સેન્સેક્સ ઇન્ટ્રા ડેમાં 700 પોઇન્ટથી વધુ ઉછળી 84172 ઉંચી સપાટીને સ્પર્શ્યો હતો. એનએસઇ નિફ્ટી 124 પોઇન્ટ વધી 25709 બંધ થયો છે. સેન્સેક્સ નિફ્ટી સતત બીજા દિવસે નોંધપાત્ર વધતા શેરબજારમાં દિવાળી જેવો માહોલ છે. જો કે આઈટી શેર નોંધપાત્ર ઘટ્યા હતા..

સેન્સેક્સ નિફ્ટી વૈશ્વિક શેરબજારોના નબળાઇના પગલે ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 83467 લેવલ સામે 136 પોઇન્ટ ઘટીને આજે 83331 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,585 થી 40 પોઇન્ટ ઘટીને શુક્રવારે 25,546 ખુલ્યો હતો. અમેરિકામાં ડેટ ક્રાઇસિસના કારણે ડાઉ જોઇન્સ 300 પોઇન્ટ ઘટીને બંધ થયો છે. જેની અસરે આજે એશિયન શેરબજારો પણ તૂટ્યા છે.

એશિયન બજારોમાં મંદી

અમેરિકાની ડેટ ક્રાઇસિસની ચિંતામાં એશિયન બજારો પણ ઘટ્યા છે. જાપાનીનો નિક્કેઇ ઇન્ડેક્સ 572 પોઇન્ટ, હોંગકોંગ બજાર 400 પોઇન્ટ, તાઇવાન 250 પોઇન્ટ, જકાર્તા 120 પોઇન્ટ અને શાંઘાઇ શેરબજાર પણ ઘટ્યા છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ પણ ઘટીને ટ્રેડ કરી રહ્યો છે.

યુએસ વોલ સ્ટ્રીટ પર ડેટ ક્રાઇસિસ

અમેરિકામાં નવું ઋણ સંકટ ઉભું થયું છે. અમેરિકાની બે બેંકો દેવા સંકટના કારણે ડેટ માર્કેટમાં ગભરાટનો માહોલ છે. જેની અસર વોલ સ્ટ્રીટ પર રિસ્ક સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે અને એશિયન બજારો પર દબાણ આવતા નોંધપાત્ર ઘટ્યા છે. યુએસની ટ્રેઝરી યીલ્ડ ઘટીને 4 ટકાથી નીચે ઉતરી ગઇ છે, જે વર્ષ 2022 પછીની સૌથી નીચી સપાટી છે. ડોલર ઇન્ડેક્સ પણ ઘટ્યો છે અને જુલાઇ પછી સૌથી ખરાબ અઠવાડિયું રહ્યું છે.

Live Updates

એશિયન પેઇન્ટ્સ 5 ટકા વધ્યો, IT શેરમાં વેચવાલી

એશિયન પેઇન્ટ્સના શેર ઇન્ટ્રા-ડેમાં 5 ટકા ઉછળ્યો અને સેશનના અંતે 4.2 ટકા વધી 2510 બંધ થયો હતો. સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 16 શેર વધ્યા હતા. જેમા એશિયન પેઇન્ટસ ટોપ ગેઇનર હતો. ત્યાર પછી મહિન્દ્રા 2.5 ટકા, ભારતી એરટેલ 2.4 ટકા, આઈટીસી 1.7 ટકા, એચયુએલ 1.7 ટકા વધીને બંધ થયા હતા. આઈટી શેરમાં વેચવાલીથી ઇન્ફોસિસ, એચસીએલ ટેક, ઇટરનલ, ટેક મહિન્દ્રા અને ટાટા સ્ટીલ 1 થી સવા 2 ટકા ઘટી સેન્સેક્સના ટોપ લુઝર શેર હતા. બીએસઇની માર્કેટકેપ 466.92 લાખ કરોડ રૂપિયા થઇ હતી.

સેન્સેક્સ 484 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 25700 ઉપર બંધ

શેરબજારમાં હેવીવેઇટ્સ સ્ટોકમાં લેવાલી નીકળતા સેન્સેક્સ નિફ્ટી નોંધપાત્ર ઉછળી બંધ થયા છે. સેન્સેક્સ 484 પોઇન્ટ વધી 83952 બંધ થયો છે. સેન્સેક્સ ઇન્ટ્રા ડેમાં 700 પોઇન્ટથી વધુ ઉછળી 84172 ઉંચી સપાટીને સ્પર્શ્યો હતો. એનએસઇ નિફ્ટી 124 પોઇન્ટ વધી 25709 બંધ થયો છે. સેન્સેક્સ નિફ્ટી સતત બીજા દિવસે નોંધપાત્ર વધતા શેરબજારમાં દિવાળી જેવો માહોલ છે.

મોટી બેટરી અને ડિસ્પ્લે સાથે Oppo Pad 5 લોન્ચ, કલર ટેમ્પરેચર સેન્સર જેવા એડવાન્સ ફીચર્સ

Oppo Pad 5 Price And Features : ઓપ્પો પેડ 5 ટેબ્લેટમાં 16 જીબી રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આવે છે. ચાર કલરમાં ઉપલબ્ધ ઓપ્પો ટેબ્લેટ ડિસ્પ્લે 900 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ સપોર્ટ પ્રદાન કરે છે. …સંપૂર્ણ વાંચો

સેન્સેક્સ 350 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 100 પોઇન્ટ મજબૂત

શેરબજાર નકારાત્મક શરૂઆત બાદ નીચા મથાળે ખરીદીથી સેન્સેક્સ નિફ્ટી વધ્યા છે. સેન્સેક્સ 350 પોઇન્ટ વધ્યો છે અને 83850 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી 100 પોઇન્ટ વધ્યો છે અને 25680 લેવલ ઉપર મજબૂત ટ્રેડિંગ કરી રહ્યો છે. બ્લુચીપ શેરમાં એશિયન પેઇન્ટ્સ 5 ટકા, મહિન્દ્રા, બીઇએલ, ભારતી એરટેલ અને એચયુએલના શેર 1 થી 2 ટકા સુધર્યા છે. બેંક, ઓટો અને કેપિટલ ગુડ્સ શેર વધ્યા છે.

LIC Insurance Policy : એલઆઈસી એ 2 નવી વીમા યોજના શરૂ કરી, ઓછી આવકવાળા અને મહિલાઓ માટે ફાયદાકારક

LIC Jan Suraksha Policy And Bima Lakshmi Plan : એલઆઈસી દ્વારા બે નવી વીમા યોજના (1) જન સુરક્ષા અને (2) વીમા લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. આ બંને ઈન્શ્યોરન્સ પોલિસી ઓછી આવક ધરાવતા લોકો અને મહિલાઓને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે. …બધું જ વાંચો

Gold Silver Price : ધનતેરસ પહેલા ચાંદીમાં કડાકો, સોનું પણ સસ્તું થયું, જાણો આજના ભાવ

Gold Silver Rate Today News : દિવાળી ધનતેરસ પહેલા સોના ચાંદીના ભાવ ઐતિહાસિક ઉંચી સપાટીથી ઘટ્યા છે, જેનાથી લોકોને થોડોક હાશકારો થયો છે. જાણો આજના સોના ચાંદીના લેટેસ્ટ ભાવ …વધુ વાંચો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ