Share Market News: IT શેરમાં તેજીથી સેન્સેક્સ 213 પોઇન્ટ સુધર્યો, 25 દિવસ બાદ નિફ્ટી 25000 લેવલ ઉપર બંધ

Share Market Today News Highlight : શેરબજારમાં આઈટી સ્ટોકમાં તેજીથી નિફ્ટી 25000 લેવલ ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ એકંદરે વધીને બંધ થયા છે.

Written by Ajay Saroya
Updated : August 20, 2025 16:28 IST
Share Market News: IT શેરમાં તેજીથી સેન્સેક્સ 213 પોઇન્ટ સુધર્યો, 25 દિવસ બાદ નિફ્ટી 25000 લેવલ ઉપર બંધ
BSE : બીએસઇ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, (Express photo by Nirmal Harindran)

Share Market Today News Live Update : શેરબજારમાં રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ વચ્ચે સેન્સેક્સ નિફ્ટી સતત ત્રીજા દિવસે સુધારે બંધ થવામાં સફળ થયા છે. સેન્સેક્સ 213 પોઇન્ટ વધી 81858 અને નિફ્ટી 70 પોઇન્ટ સુધરી 25050 બંધ થયો છે. 24 જુલાઇ બાદ પહેલીવાર નિફ્ટી 25000 લેવલના મહત્વપૂર્ણ ઉપર બંધ થયો છે. શેરબજાર બપોર સુધી રેન્જ બાઉન્ડ હતો જો કે ત્યાર પછી નીચા મથાળે આઈટી શેરમાં લેવાલી નીકળતા માર્કેટ વધ્યું હતું. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ એકંદરે વધીને બંધ થયા છે.

શેરબજારની શરૂઆત નરમાઇ સાથે થઇ હતી. ટ્રમ્પ ટેરિફનું ટેન્શન્ અને એશિયન બજારોમાં ઘટાડાથી માર્કેટ સેન્ટિમેન્ટ આજે નરમ હતું. સેન્સેક્સ પાછલા બંધ 81,644 બંધ લેવલથી ફ્લેટ આજે 81,671 ખુલ્યો હતો. જો કે ટેટા મોટર્સ અને બેંક ફાઈનાન્સ શેરમાં ઘટાડાથી સેન્સેક્સ ઓપનિંગ સેશનમાં 150 પોઇન્ટ જેટલો ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24,980 લેવલ સામે આજે 24965 ખુલ્યો હતો.

એશિયન શેરબજારો તૂટ્યો

બુધવારે ભારત સહિત મોટાભાગના એશિયન બજારો તૂટ્યા હતા. જાપાનનો શેરબજાર નિક્કેઇ 225 ઇન્ડેક્સ 745 પોઇન્ટ, હોંગકોંગ 190 પોઇન્ટ, તાઇવાન 630 પોઇન્ટ, કોરિયન માર્કેટ 55 પોઇન્ટ ઘટ્યો છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ પણ 40 પોઇન્ટ ઘટ્યો છે.

Live Updates

માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ, રોકાણકારોને કમાણી

શેરબજારમાં સુધારાથી માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ થઇ હતી. બુધવારે બીએસઇના 2343 શેર વધીને જ્યારે 1725 શેર ઘટીને બંધ થયા હતા. બુધવારે બીએસઇની માર્કેટકેપ વધીને 456.17 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે મંગળવારે 454.40 લાખ કરોડ રૂપિયા થઇ હતી.

સેન્સેક્સના ટોપ 5 ગેઇન અને લુઝર્સ શેર

સેન્સેક્સના 30 માંથી 15 શેર ઘટીને બંધ થયા હતા. જેમા બીઇએલ 2.2 ટકા, બજાજ ફાઈનાન્સ 1.6 ટકા, ટાટા મોટર્સ 1.5 ટકા, ટ્રેન્ટ અને આઇટીસી શેર પોણા ટકા ઘટ્યા હતા. ટોપ 5 ગેઇનર શેરમાં ઇન્ફોસિસ, ટીસીએશ, એચયુએલ, એનટીપીસી અને ટાટા સ્ટીલ 1.8 થી 3.9 ટકા સુધી વધ્યા હતા.

આઈટી શેરમાં તેજી, નિફ્ટી IT ઇન્ડેક્સ 933 પોઇન્ટ વધ્યો,

બુધવારે આઈટી શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી, જેના પગલે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 933 પોઇન્ટ ઉછળ્યો હતો. બીએસઇ આઈટી ઈન્ડેક્સ 890 પોઇન્ટ વધ્યો હતો, તેના 59 માંથી 45 શેર વધ્યા હતા. ઇન્ફોસિસ 3. 9 ટકા અને ટીસીએસ 2.9 ટકા વધી સેન્સેક્સના ટોપ ગેઇનર શેર બન્યા હતા.

સેન્સેક્સ 213 પોઇન્ટ સુધર્યો, 25 દિવસ બાદ નિફ્ટી 25000 લેવલ ઉપર બંધ

શેરબજારમાં રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ વચ્ચે સેન્સેક્સ નિફ્ટી સતત ત્રીજા દિવસે સુધારે બંધ થવામાં સફળ થયા છે. સેન્સેક્સ 213 પોઇન્ટ વધી 81858 અને નિફ્ટી 70 પોઇન્ટ સુધરી 25050 બંધ થયો છે. 24 જુલાઇ બાદ પહેલીવાર નિફ્ટી 25000 લેવલના મહત્વપૂર્ણ ઉપર બંધ થયો છે. શેરબજાર બપોર સુધી રેન્જ બાઉન્ડ હતો જો કે ત્યાર પછી નીચા મથાળે આઈટી શેરમાં લેવાલી નીકળતા માર્કેટ વધ્યું હતું.

LIC પોલિસીધારકો માટે ખુશખબર, લેપ્સ વીમા પોલિસી ફરી શરૂ કરવાનો મોકો, જાણો છેલ્લી તારીખ

LIC Policy Revival Campaign: એલઆઈસી પોલિસી રિવાઇવલ અભિયાન દરમિયાન લેપ્સ થયેલી વીમા પોલિસી ફરી કરવાની તક આવી છે. સૌથી ખાસ વાત એ છે કે, પોલિસી રિવાઇવલ કરાવવા પર લેટ ફીમાં 30 ટકા સુધીની રાહત આપવામાં આવી છે. …અહીં વાંચો

Online Gaming Bill : સટ્ટાકીય ઓનલાઇન ગેમ પર સરકાર મૂકશે પ્રતિબંધ, શું Dream11 જેવી એપ્સ બંધ થશે?

Online Real Gaming Bill 2025 : સરકારને ઓનલાઇન ગેમ એપ્લિકેશન દ્વારા મની લોન્ડરિંગ, ગેરકાયદેસર મની ટ્રાન્સફર માટે ડિજિટલ વોલેટ્સ અને ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ થતો હોવાની આશંકા છે. ઉપરાંત સટ્ટાકીય ઓનલાઇન ગેમ એપ્લિકેશનની સમાજ પર નકારાત્મક અસર થઇ રહી છે. …અહીં વાંચો

એશિયન શેરબજારો તૂટ્યો

બુધવારે ભારત સહિત મોટાભાગના એશિયન બજારો તૂટ્યા હતા. જાપાનનો શેરબજાર નિક્કેઇ 225 ઇન્ડેક્સ 745 પોઇન્ટ, હોંગકોંગ 190 પોઇન્ટ, તાઇવાન 630 પોઇન્ટ, કોરિયન માર્કેટ 55 પોઇન્ટ ઘટ્યો છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ પણ 40 પોઇન્ટ ઘટ્યો છે.

સેન્સેક્સ 150 પોઇન્ટ ઘટ્યો, બેંક ફાઇનાન્સ શેર નરમ

શેરબજારની શરૂઆત નરમાઇ સાથે થઇ હતી. ટ્રમ્પ ટેરિફનું ટેન્શન્ અને એશિયન બજારોમાં ઘટાડાથી માર્કેટ સેન્ટિમેન્ટ આજે નરમ હતું. સેન્સેક્સ પાછલા બંધ 81,644 બંધ લેવલથી ફ્લેટ આજે 81,671 ખુલ્યો હતો. જો કે ટેટા મોટર્સ અને બેંક ફાઈનાન્સ શેરમાં ઘટાડાથી સેન્સેક્સ ઓપનિંગ સેશનમાં 150 પોઇન્ટ જેટલો ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24,980 લેવલ સામે આજે 24965 ખુલ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ