Share Market Today News Highlight : શેરબજારમા સળંગ છ દિવસની તેજીની બ્રેક લાગતા શુક્રવારે સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત કડાકો બોલાયો હતો. સેન્સેક્સ 694 પોઇન્ટનો કડાકો બોલાતા 81306 બંધ થયો હતો. તો એનએસઇ નિફ્ટી 213 પોઇન્ટ ઘટી 24870 બંધ થયો છે. સેશન દરમિયાન સેન્સેક્સ 81,993 થી 81,291 રેન્જમાં ટ્રેડ થયો હતો. શુક્રવારે બેંક, મેટલ અને આઈટી શેરમાં ભારે વેચવાલીથી માર્કેટ તુટ્યું છે.
શેરબજાર મિશ્ર સંકેત વચ્ચે નરમ ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 82000 સામે 49 પોઇન્ટ ઘટી શુક્રવારે 81951 ખુલ્યો હતો. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,083 લેવલ સામે શુક્રવારે 25,064 ખુલ્યો હતો. ટ્રમ્પ ટેરિફ મુદ્દે તણાવ યથાવત રહેતા રોકાણકારો સાવધાનપૂર્વક ટ્રેડિંગ કરી રહ્યા છે.
એશિયન શેરબજારોમાં મિશ્ર વલણ
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એશિયન શેરબજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ ઘટાડે ટ્રેડ કરી રહ્યો હતો. જાપાનીઝ બેન્ચમાર્ક નિક્કેઇ 225, તાઇવાન માર્કેટ ડાઉન હતા. તો સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, ઈન્ડોનેશિયા, ચીનના શર એકંદરે પોઝિટિવ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા હતા.
વેદાંતાનું બીજું વચગાળાનું ડિવિડન્ડ જાહેર, શેરધારકોને 6256 કરોડ આપશે
વેદાંતા લિમિટેડ એ નાણાકીય વર્ષ 2026 માટે બીજી વખેત ડિવિડન્ડ ચૂકવવાની ઘોષણા કરી છે. અબજોપતિ ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલનું નેતૃત્વ ધરાવતી વેદાંતા લિમિટેડ કંપનીએ 21 ઓગસ્ટના રોજ ચાલુ નાણાકીય વર્ષનું બીજું ઇન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. જે અંતર્ગત શેરધારકોને વેદાંતા કંપનીના પ્રત્યેક શેર દીઠ 16 રૂપિયા ડિવિડન્ડ ચૂકવશે. ડિવિડન્ડ પાછળ કંપની 6256 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. નોંધનિય છે કે, જૂન મહિનામાં પણ કંપનીએ શેર દીઠ 7 રૂપિયા ડિવિડન્ડ ચૂકવ્યું હતું.





