Share Market Today News Highlight : શેરબજાર નીચા લેવલથી સેન્સેક્સ નિફ્ટી રિકવર થયા હતા જો કે ગ્રીન ઝોનમાં બંધ રહેવામાં નિષ્ફળ રહ્યા હતા. સેન્સેક્સ 58 પોઇન્ટ ઘટી 82102 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 33 પોઇન્ટ ઘટી 25169 બંધ થયો છે. ઇન્ટ્રા-ડે 81776 નીચા સ્તરથી સેન્સેક્સ બપોર બાદ 600 પોઇન્ટ જેટલો રિકવર થઇ 82370 લેવલની ટોચ સુધી પહોંચ્યો હતો.
શેરબજાર મંગળવારે ઘટાડે ખુલ્યા બાદ મજબૂત ટ્રેડિંગ કરી રહ્યા છે. સેન્સે્કસ પાછલા બંધ 82159 લેવલથી ઘટીને આજે 82147 ખુલ્યો હતો. ત્યાર પછી સેન્સેક્સ 100 પોઇન્ટથી વધુ વધીને ટ્રેડ થઇ રહ્યો છે. આજે એનએસઇ નિફ્ટી ફ્લેટ 25,209 ખુલ્યો હતો. જીએસટી ઘટાડા બાદ વાહનોનું વેચાણ વધવાની અપેક્ષાએ ઓટો શેરમાં તેજીનો માહોલ છે. બીએસઇ પર મારૂતિ સુઝુકી, મહિન્દ્રાના શેર દોઢ થી અઢી ટકા સુધી વધ્યા હતા.
એશિયન શેરબજારોમાં મિશ્ર વલણ
એશિયન શેરબજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 30 પોઇન્ટ આસપાસ ઘટીને ટ્રેડ કરી રહ્યો હતો. તો હોંગકોંગ માર્કેટ 200 પોઇન્ટ અને શાંઘાઇ માર્કેટ 50 પોઇન્ટથી વધુ ડાઉન હતો. તાઇવાન શેરબજાર 340 પોઇન્ટ વધ્યો હતો. કોરિયા, સિંગાપોર અને ઇન્ડોનેશિયાના શેરબજાર સાધારણ વધીને સકારાત્મક ટ્રેડ કરી રહ્યા હતા.
BSE અને NSE માટે દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ
બીએસઇ અને એનએસઇ પર 21 ઓક્ટોબર, દિવાળીના રોજ 1 કલાકનું મુહૂર્ત ટ્રેડિંગ થશે. દિવાળીના દિવસે બપોરે 1.45 થી 2.45 દરમિયાન મુહૂર્ત ટ્રેડિંગ થશે.





