Share Market Today News Highlight : શેરબજારમાં સોમવારે રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ બાદ સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ બંધ થયા હતા. સેન્સેક્સ 61 પોઇન્ટ ઘટી 80364 અને નિફ્ટી 20 પોઇન્ટ ઘટી 24634 બંધ થયો હતો. સેન્સેક્સની ઇન્ટ્રા ડે ટ્રેડિં રેન્જ 80851 થી 80248 હતી. મિડકેપ ઇન્ડેક્સ 151 પોઇન્ટ વધ્યો હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 86 પોઇન્ટ ઘટ્યો હતો. સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 15 સ્ટોક વધ્યા હતા. સોમવારે શેરબજાર ઘટવા છતાં બીએસઇની માર્કેટકેપ 1 લાખ કરોડ રૂપિયા વધી 451.50 લાખ કરોડ રૂપિયા થઇ હતી.
શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસની શરૂઆત સકારાત્મક થઇ હતી. એશિયન બજારોની તેજીના સહારે સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા હતા. જેમા બીએસઇ સેન્સેક્સ પાછલા બંધ 80,426 સામે આજે 80,588 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24,654 સામે આજે 24,728 ખુલ્યો હતો. સેન્સેક્સ 160 પોઇન્ટ અને નિફ્ટી 75 પોઇન્ટ વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે.
RBI MPC બેઠક આજથી શરૂ, 1 ઓક્ટોબરે ધિરાણનીતિ જાહેર થશે
રિઝર્વ બેંકની આજે 29 સપ્ટેમ્બરથી ત્રણ દિવસની ધિરાણનીતિ બેઠક શરૂ થઇ રહી છે. આ મોનેટરી પોલિસીના નિર્યણો 1 ઓક્ટોબરે જાહેર થશે. જેમા આ વખતે રિઝર્વ બેંક રેપો રેટ ઘટાડે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. SBI રિસર્ચનું માનવું છે કે, રિઝર્વ બેંક પાસે રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવાનો અવકાશ છે. તો અન્ય એક્સપર્ટ્સનો અનુમાન છે કે, જીએસટી સુધારણા અને અમેરિકાના ટેરિફના કારણે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જેવા પરિબળો રિઝર્વ બેંકને વ્યાજદર ઘટાડતા રોકી શકે છે.