Share Market Today News Highlight : શેરબજારમાં બપોર બાદ રિકવરી આવા સેન્સેક્સ નિફ્ટી સતત બીજા દિવસે વધીને બંધ થયા છે. સેન્સેક્સ 224 પોઇન્ટ વધી 81207 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 58 પોઇન્ટ વધી 24894 બંધ થયો છે. આજે સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 81,251 થી 80,649 હતી. મિડકેપ અને સ્મોલકેપ સહિત કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સ નિફ્ટી વધતા શેરબજારના રોકાણકારોને 2.4 લાખ કરોડ રૂપિયાની કમાણી થઇ છે.
શેરબજાર શુક્રવારે મોટા ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 80983 સામે આજે 200 પોઇન્ટ ઘટી 80,684 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24836 સામે આજે 24,759 ખુલ્યો હતો. એનબીએફસી, એફએમસીજી અને ઓટો શેરમાં વેચાવાલીથી માર્કેટ રેન્જ બાઉન્ડ હતો.
Telge Projects IPO Lisitng : તેલગે પ્રોજેક્ટ્સ શેર 3 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ
તેલગે પ્રોજેક્ટ્સ કંપનીનું શેર લિસ્ટિંગ સામાન્ય રહ્યું છે. BSE SME પર તેલગે પ્રોજેક્ટ્સનો શેર 3 ટકાના પ્રીમિયમે 108.10 રૂપિયા ખુલ્યો હતો. આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસ 105 રૂપિયા પ્રતિ શેર હતી. આ એસએમઇ કંપની એન્જિનિયરિંગ ડિઝાઇન સર્વિર્સિસ બિઝનેસમાં છે. આઈપીઓનું કૂલ કદ 27.24 કરોડ રૂપિયા હતું. જેમાથી 7.70 કરોડ રૂપિયા એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી મેળવ્યા હતા. આ આઈપીઓ 2.99 ગણો ભરાયો હતો.
WeWork India IPO : વીવર્ક ઈન્ડિયા આઈપીઓ આજે ખુલ્યો
વીવર્ક ઈન્ડિયા આઈપીઓ આજે 3 ઓક્ટોબરે ખુલ્યો છે. આ મેઇનબોર્ડ આઈપીઓ છે. 3000 કરોડના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 615 થી 648 રૂપિયા પ્રતિ શેર છે. આ IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે, જે અતંર્ગત કંપનીના પ્રમોટર અને હાલના શેરધારકો દ્વારા લગભગ 4.63 કરોડ ઇક્વિટી શેર વેચવામાં આવશે. Embassy Group વીવર્ક કંપનીમાં મોટી હિસ્સેદારી ધરાવે છે. રોકાણકારો 7 ઓક્ટોબર સુધી આઈપીઓ માટે બીડ કરી શકે છે. શેર એલોટમેન્ટ 8 ઓક્ટોબરે થવા સંભવ છે. ત્યાર પછી BSE, NSE પર 10 ઓક્ટોબરે કંપનીનું શેર લિસ્ટિંગ થઇ શકે છે.





