/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/BSE-.jpg)
BSE : બીએસઇ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, (Express photo by Nirmal Harindran)
Share Market Today News Highlight : શેરબજાર ટ્રમ્પ ટેરિફ ટેન્શનમાં આજે ટ્રેડિંગ સેશન દરમિયાન 700 પોઇન્ટથી વધુ ઘટ્યું હતું. જો કે છેલ્લી ઘડીએ નીચા મથાળેથી શાર્પ રિકવરીના સપોર્ટથી સેન્સેક્સ નિફ્ટી સાધારણ સુધારા સાથે સકારાત્મક બંધ થયા છે. ગુરુવારે સેન્સેક્સ 79 પોઇન્ટ સુધરી 80623 પોઇન્ટ અને નિફ્ટી 22 પોઇન્ટ વધી 24596 બંધ થયો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 700 પોઇન્ટથી વધુ ઘટ્યો હતો અને 79,811 ઇન્ટ્ર ડે નીચી સપાટીને સ્પર્શ્યો હતો. જો કે છેલ્લી ઘડીએ આઈટી શેરમાં સુધારાથી માર્કેટ રિકવર થયું છે. એનએસડીએલનો શેર 20 ટકા તેજીની સર્કિટમાં 1123 રૂપિયા બંધ થયો છે.
ટ્રમ્પ ટેરિફથી શેરબજાર ટેન્શનમાં છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધુ 25 ટકા ટેરિફ લાદવાની ઘોષણા કરી છે. સેન્સેક્સ પાછલા બંધ 80543 સામે 281 પોઇન્ટ ઘટી ગુરુવારે 80262 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24574 લેવલથી 110 પોઇન્ટ ઘટી ગુરવારે 24464 ખુલ્યો હતો.
ટ્રમ્પે ભારત પર વધુ 25 ટકા ટેરિફ લાદી
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધુ 25 ટકા ટેરિફ લાદવાની ઘોષણા કરી છે, જે 27 ઓગસ્ટથી લાગુ થશે. આ સાથે ભારત પર ટેરિફ બોજ 50 ટકા થઇ ગયો છે. ટ્રમ્પે કહ્યું કે, ભારત રશિયા પાસેથ ક્રૂડ ઓઇલ ખરીદતું હોવાથી વધારાની ટેરિફ લાદી છે. ભવિષ્યમાં વધુ પ્રતિબંધો લાદવામાં આવી શકે છે. તો ભારતે ટ્રમ્પના પગલાંને અયોગ્ય ગણાવ્યો હતો. ટ્રમ્પ ટેરિફ ટેન્શનથી દુનિયાભરના શેરબજારમો અનિશ્ચિતતાનો માહોલ છે.
એશિયન શેરબજારો મજબૂત પણ ગિફ્ટ નિફ્ટી ડાઉન
ગુરુવારે મુખ્ય એશિયન શેરબજારો વધીને ટ્રેડિંગ કરી રહ્યા હતા. નિક્કેઇ 287 પોઇન્ટ, તાઇવાન શેર બજાર 580 પોઇન્ટ, જકાર્તા, શાંઘાઇ, કોરિયન શેરબજારો મજબૂત હતા. જો કે ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 60 પોઇન્ટ ડાઉન હતો.
JSW સિમેન્ટ IPO સબ્સક્રિપ્શન માટે આજથી ખુલ્યો
JSW સિમેન્ટ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 7 ઓગસ્ટે ખુલ્યો છે અને રોકાણકારો 11 ઓગસ્ટ સુધી બીડ કરી શકશે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 139 - 147 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 102 શેર છે. આ IPOમાં રૂ. 1600 કરોડના નવા શેર ઇશ્યુ કરવામાં આવશે અને રૂ. 2000 કરોડનો ઓફર ફોર સેલ હશે. કંપની આઈપીઓ 3600 કરોડ એક્ત્ર કરવા માંગ છે. આ નાણાંનો ઉપયોગ રાજસ્થાનના નાગૌર સિમેન્ટ પ્લાન્ટ અને 520 કરોડ રૂપિયા લોનના રિપેમેન્ટ માટે કરશે. 12 ઓગસ્ટે શેર એલોટમેન્ટ થયા બાદ લગભગ 14 ઓગસ્ટે BSE, NSE પર કંપનીનું શેર લિસ્ટિંગ થશે.
- Aug 07, 2025 16:19 IST
શેરબજાર ઘટવાના 4 કારણ
શેરબજાર ઘટવા પાછળ 4 મુખ્ય કારણ છે.
(1) ભારત પર વધારાની 20 ટકા યુએસ ટ્રેરિફ
(2) વિદેશી રોકાણકારોની સતત વેચવાલી
(3) ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી
(4) ઇન્ડિયા VIX ઇન્ડેક્સમાં ઉછાળો
- Aug 07, 2025 16:15 IST
આઈટી શેરમાં અને મિડકેપમાં સુધારો
શેરબજારમાં નીચા મથાળે લેવાલીથી માર્કેટને સપોર્ટ મળ્યો છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 300 પોઇન્ટ, બીએસઇ મિડકેપ 137 પોઇન્ટ વધ્યો હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 92 પોઇન્ટ ઘટ્યો હતો. સેન્સેક્સના 30 માંથી 17 શેર વધીને બંધ થયા હતા. જેમા ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, ઇટરનલ, એક્સિસ બેંક અને મારૂતિ સુઝુકી શેર 1 થી 1.7 ટકા વધ્યા હતા. તો અદાણી પોર્ટ્સ 1.5 ટકા અને ટ્રેન્ટ 1 ટકા સાથે ટોપ લૂઝર શેર બન્યા હતા.
- Aug 07, 2025 16:15 IST
શેરબજારમાં શાર્પ રિકવરી સાથે સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ
શેરબજાર ટ્રેડિંગ સેશન દરમિયાન 700 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો. જો કે છેલ્લી ઘડીએ નીચા મથાળેથી શાર્પ રિકવરીના સપોર્ટથી સેન્સેક્સ નિફ્ટી સાધારણ સુધારા સાથે સકારાત્મક બંધ થયા છે. ગુરુવારે સેન્સેક્સ 79 પોઇન્ટ સુધરી 80623 પોઇન્ટ અને નિફ્ટી 22 પોઇન્ટ વધી 24596 બંધ થયો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 700 પોઇન્ટથી વધુ ઘટ્યો હતો અને 79,811 ઇન્ટ્ર ડે નીચી સપાટીને સ્પર્શ્યો હતો. જો કે છેલ્લી ઘડીએ આઈટી શેરમાં સુધારાથી માર્કેટ રિકવર થયું છે.
- Aug 07, 2025 13:43 IST
સેન્સેક્સમાં 700 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 215 પોઇન્ટ તૂટ્યો
શેરબજારમાં છેલ્લી ઘડીએ વેચવાલી કરતા સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત કડાકો બોલાયો છે. સેન્સેક્સ 700 પોઇન્ટથી વધુ તૂટ્યો છે અને 24000 લેવલ નીચે 79811 સુધી ગયો છે. તો એનએસઇ નિફ્ટી 215 પોઇન્ટ તૂટ્યો છે. ભારે વેચવાલીથી આઈટીસી બાદ કરતા સેન્સેક્સના તમામ બ્લુચીપ શેર ઘટ્યા છે. સૌથી વધુ અદાણી પો્ટ્સ શેર 3.3 ટકા તૂટ્યો છે.
- Aug 07, 2025 13:04 IST
સેન્સેક્સ 500 પોઇન્ટ તૂટી 80000 નીચે, અદાણી પોર્ટ સતત બીજા દિવસે ડાઉન
શેરબજારમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 500 પોઇન્ટથી વધુ તૂટી 80000 સપોર્ટ લેવલ નીચે ઉતરી ગયો છે. સેન્સેક્સ નીચામાં 79,979 સુધી ગયો છે. સેન્સેક્સના ટોપ 5 લૂઝર શેરમાં અદાણી પોર્ટ 3.6 ટકા, ટાટા મોટર્સ 2 ટકા, એચયુએલ, ટાટા સ્ટીલ અને એસબીઆઈ સવા ટકા ઘટાડે રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. નિફ્ટી 150 પોઇન્ટ ઘટ્યો છે અને 24425 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
- Aug 07, 2025 09:41 IST
JSW સિમેન્ટ IPO સબ્સક્રિપ્શન માટે આજથી ખુલ્યો
JSW સિમેન્ટ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 7 ઓગસ્ટે ખુલ્યો છે અને રોકાણકારો 11 ઓગસ્ટ સુધી બીડ કરી શકશે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 139 - 147 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 102 શેર છે. આ IPOમાં રૂ. 1600 કરોડના નવા શેર ઇશ્યુ કરવામાં આવશે અને રૂ. 2000 કરોડનો ઓફર ફોર સેલ હશે. કંપની આઈપીઓ 3600 કરોડ એક્ત્ર કરવા માંગ છે. આ નાણાંનો ઉપયોગ રાજસ્થાનના નાગૌર સિમેન્ટ પ્લાન્ટ અને 520 કરોડ રૂપિયા લોનના રિપેમેન્ટ માટે કરશે. 12 ઓગસ્ટે શેર એલોટમેન્ટ થયા બાદ લગભગ 14 ઓગસ્ટે BSE, NSE પર કંપનીનું શેર લિસ્ટિંગ થશે.
- Aug 07, 2025 09:30 IST
એશિયન શેરબજારો મજબૂત પણ ગિફ્ટ નિફ્ટી ડાઉન
ગુરુવારે મુખ્ય એશિયન શેરબજારો વધીને ટ્રેડિંગ કરી રહ્યા હતા. નિક્કેઇ 287 પોઇન્ટ, તાઇવાન શેર બજાર 580 પોઇન્ટ, જકાર્તા, શાંઘાઇ, કોરિયન શેરબજારો મજબૂત હતા. જો કે ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 60 પોઇન્ટ ડાઉન હતો.
- Aug 07, 2025 09:30 IST
ટ્રમ્પે ભારત પર વધુ 25 ટકા ટેરિફ લાદી
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધુ 25 ટકા ટેરિફ લાદવાની ઘોષણા કરી છે, જે 27 ઓગસ્ટથી લાગુ થશે. આ સાથે ભારત પર ટેરિફ બોજ 50 ટકા થઇ ગયો છે. ટ્રમ્પે કહ્યું કે, ભારત રશિયા પાસેથ ક્રૂડ ઓઇલ ખરીદતું હોવાથી વધારાની ટેરિફ લાદી છે. ભવિષ્યમાં વધુ પ્રતિબંધો લાદવામાં આવી શકે છે. તો ભારતે ટ્રમ્પના પગલાંને અયોગ્ય ગણાવ્યો હતો. ટ્રમ્પ ટેરિફ ટેન્શનથી દુનિયાભરના શેરબજારમો અનિશ્ચિતતાનો માહોલ છે.
- Aug 07, 2025 09:30 IST
સેન્સેક્સ નિફ્ટી નરમ
ટ્રમ્પ ટેરિફથી શેરબજાર ટેન્શનમાં છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધુ 25 ટકા ટેરિફ લાદવાની ઘોષણા કરી છે. સેન્સેક્સ પાછલા બંધ 80543 સામે 281 પોઇન્ટ ઘટી ગુરુવારે 80262 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24574 લેવલથી 110 પોઇન્ટ ઘટી ગુરવારે 24464 ખુલ્યો હતો.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us