Share Market Today News Highlight : શેરબજારમાં નફાવસૂલી ચાલુ રહેતા સેન્સેક્સ નિફ્ટી નોંધપાત્ર ઘટ્યા હતા. સેન્સેક્સ 466 પોઇન્ટ ઘટી 83939 બંધ થયો છે. 17 ઓક્ટોબર બાદ સેન્સેક્સ 84000 લેવલ નીચે બંધ થયો છે, જે માર્કેટમાં અંડર કરંટ નરમ હોવાના સંકેત આપે છે. એનએસઇ 155 પોઇન્ટ ઘટી 25722 બંધ થયો છે. સેન્સેક્સન ટ્રેડિંગ રેન્જ 84,712 થી 83,905 હતી. બે દિવસની મંદીમાં સેન્સેક્સ 1,058 પોઇન્ટ તૂટ્યો છે.
શેરબજાર શુક્રવારે નરમ ખુલ્યા હતા. સેનસેક્સ પાછલા બંધ 84,404 સામે 25 પોઇન્ટ ઘટી આજે 84,379 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 25,863 પર ફ્લેટ ખુલ્યો હતો. FIIની વેચવાલી અને અમેરિકામાં આઈટી ટેક કંપનીઓના શેરમાં ઘટાડાથી ભારતીય શેરબજાર પણ પ્રતિકુળ અસર થઇ શકે છે.
જિયો સાથે જેમિની પ્રો ફ્રી
AI માટે જિયો અને ગૂગલે હાથ મિલાવ્યા છે. હવે 18 મહિના માટે 35000નું ગૂગલ જેમિની એઆઈ સબ્સક્રિપ્શન ફ્રી મળશે. 2 ટીબી ડેટા સ્ટોરેજ, Veo 3.1 જેવા ઘણા ટૂલ સામેલ હશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, જિયો ભારતને AI પાવર આપશે.
Lenskart IPO Open Today : લેન્સકાર્ટ આઈપીઓ આજે ખુલ્યો
ગોગલ્સ અને કોન્ટેક્ટ લેન્સ બનાવતી કંપની લેન્સકાર્ટ નો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે આજે ખુલ્યો છે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 382 – 402 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. કંપની આઈપીઓ દ્વારા કુલ 7278 કરોડ રૂપિયા એક્ત્ર કરવા માંગે છે. વધુ માહિતી વાંચવા અહીં ક્લિક કરો.





