Share Market Today News Highlight : શેરબજારમાં સળંગ 8 દિવસની મંદી બાદ રિકવરી જોવા મળી છે. રિઝર્વ બેંકે મોનેટરી પોલિસીમાં વ્યાજદર સ્થિર રાખતા બેંક શેરમાં સુધારો જોવા મળતા સેન્સેક્સ નિફ્ટી નોંધપાત્ર વધ્યા હતા. બુધવારે સેન્સેક્સ 715 પોઇન્ટ વધી 80983 બંધ થયો હતો. ઇન્ટ્રા ડેમા સેન્સેક્સ 800 પોઇન્ટથી વધુ ઉછળી 81,000 લેવલ કુદાવી 81068 થયો હતો. તો એનએસઇ નિફ્ટી 225 પોઇન્ટ વધી 24836 બંધ થયો છે. આરબીઆઈ એ ધિરાણનીતિમાં તમામ વ્યાજદર સ્થિર રાખતા બેંક નિફ્ટી 712 પોઇન્ટ અને બેંક્કેક્સ 888 પોઇન્ટ ઉછળ્યા હતા.
આરબીઆઈની ધિરાણનીતિની ઘોષણા પહેલા શેરબજાર બુધવારે ઘટાડે ખુલ્યા બાદ સાધારણ વધીને ટ્રેન્ડ કરી રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 80,267 થી 95 પોઇન્ટ ઘટી 80,173 ખુલ્યો હતો. ત્યારબાદ સેન્સેક્સ સાધારણ વધીને 80300 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24,611 સામે આજે 24,620 ખુલ્યો હતો.
RBI ધિરાણનીતિ જાહેર કરશે
આજે રિઝર્વ બેંક ધિરાણનીતિ જાહેર કરશે. આર્થિક નિષ્ણાંતોના મતે આ વખતે આરબીઆઈ મોનેટરી પોલિસીમાં 0.25 ટકા વ્યાજદર ઘટાડ તેવી અપેક્ષા છે. ઓગસ્ટ મહિનાની ધિરાણનીતિમાં આરબીઆઈ એ વ્યાજદર સ્થિર રાખ્યા હતા. તમને જણાવી દઇયે કે, રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય મિટિંગ 29 સપ્ટેમ્બર શરૂ થઇ હતી, આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની આરબીઆઇ ગવર્નર સંજય મલ્હોત્રા આજે ઘોષણા થશે.
વાહનોના વેચાણના આંકડા જાહેર થશે
આજે ઓટો કંપનીઓના સપ્ટેમ્બર મહિનાના વાહન વેચાણના આંકડા જાહેર થવાના છે. જીએસટી ઘટ્યા બાદ સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં મોટી સંખ્યામાં કાર અને સ્કૂટક બાઇક સહિતના ટુ વ્હીલરનું બમ્પર વેચાણ થયું છે.