/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/stock-market-trading-tips.jpg)
શેરબજારમાં T+0 સેટલમેન્ટ સિસ્ટમ લાગુ કરનાર ભારત દુનિયામાં બીજો દેશ છે. (Photo - Freepik)
Share Market Sensex Nifty Today Update : શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટીમાં સળંગ 4 સેશનથી ચાલી રહેલી મંદીને બ્રેક લાગી છે. આ સાથે સપ્તાહના છેલ્લા દિવસે સ્ટોક માર્કેટમાં રિકવરી જોવા મળી છે. આ રિકવરીના પગલે સેન્સેક્સ 73000 અને નિફ્ટી 22000ના મહત્વપૂર્ણ સપોર્ટ લેવલની ઉપર બંધ રહેવામાં સફળ રહ્યા છે. હાલ શેરબજારમાં મંદી અટકતા રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે હવે પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા રોકાણકારો મુંઝવણ અનુભવી રહ્યા છે. જાણો આગામી સપ્તાહે શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે
સેન્સેક્સ તળિયે 1384 ઉછળી અંતે 73000 ઉપર બંધ
શેરબજારમાં શરૂઆતથી સુધારા તરફી માહોલ રહેતા સેન્સેક્સ 73000 અને નિફ્ટી 22000 ઉપર બંધ રહેવામાં સફળ થયા છે. બીએસઇ સેન્સેક્સ 72488 પાછલા બંધ સામે આજે નીચા ગેપમાં 71999 ખૂલ્યો હતો. જો કે બેન્કિંગ અને ઓટો સ્ટોકમાં નીચા મથાળે લેવાલી નીકળતા માર્કેટમાં કરેક્શનને બ્રેક લાગી હતી. રિકવરીના માહોલમાં સેન્સેક્સ 71816 ઇન્ટ્રા-ડે તળિયેથી 1394 ઉછળી 73201 ઇન્ટ્રા-ડે હાઇ થયો હતો. શેરબજારના કામકાજના અંતે સેન્સેક્સ 600 પોઇન્ટ વધી 73088 બંધ થયો હતો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/share-trading-.jpg)
નિફ્ટી 22000 ઉપર બંધ
એનએસઇ નિફ્ટી 21777 ઇન્ટ્રા-ડે તળિયેથી ઉછળી ઉપરમાં 22179 સુધી પહોંચ્યો હતો. શેરબજારમાં કામકાજના અંતે નિફ્ટી 151 પોઇન્ટ વધી 22147 બંધ થયો હતો. બેંક નિફ્ટી 504 પોઇન્ટ વધી 47574 બંધ થયો હતો. શેરબજારમાં રિકવરી વચ્ચે પણ બોર્ડર માર્કેટના શેર નરમ રહેતા મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ ડાઉન હતા. બીએસઇના સેક્ટોરિયલ ઈન્ડાઇસિસમાં સૌથી વધુ બેન્કેક્સ 1 ટકા વધ્યો હતો.
સેન્સેક્સ ટોપ 5 ગેઇનર સ્ટોક
શેરબજારની રિકવરીમાં બેન્કિંગ -ફાઈનાન્સ અને ઓટો શેરનો ફાળો વધારે હતો. સેન્સેક્સના 30 બ્લુચીપ સ્ટોકમાંથી 22 શેર વધ્યા હતા. સેન્સેક્સના ટોપ 5 ગેઇનર સ્ટોકમાં બજાજ ફાઈનાન્સ 3.2 ટકા, મહિન્દ્રા મહિન્દ્રા 2.9 ટકા, એચડીએફસી બેંક અઢી ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ 2.3 ટકા અને મારૂતિ સુઝુકી 2.2 ટકા વધ્યા હતા. તો ઘટાડે બંધ રહેનાર શેરમાં ટાટા મોટર્સ, એલએન્ડટી, ટીસીએસ, નેસ્લે ઈન્ડિયા અને એચસીએલ ટેક 1 ટકા જેટલા તૂટ્યા હતા. તો એનએસઇ નિફ્ટી 50 ઈન્ડેક્સના 50માંથી 30 હેવીવેઇટ્સ સ્ટોક વધ્યા હતા.
શેરબજારમાં રિકવરીથી રોકાણકારોને થોડીક કમાણી થઇ છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ વેલ્યૂએશન 393.45 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જ્યારે તેના આગલા દિવસે બીએસઇની માર્કેટકેપ 393.22 લાખ કરોડ રૂપિયા હતી. બીએસઇ પર આજે 1717 શેર વધીને જ્યારે 2073 શેર ઘટીને બંધ થયા હતા.
આ પણ વાંચો | આ કંપની આપી રહી છે એક શેર પર 950 ટકા ડિવિડન્ડ, શું તમારી પાસે છે આ સ્ટોક
આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે? જાણો
એલકેપી સિક્યોરિટીઝના સિનિયર ટેકનિકલ એનાલિસ્ટ રૂપક ડેના જણાવ્યા અનુસાર, ડેઇલી ચાર્ટ પર એક ભ્રામક લાઇન પેટર્ન રચાય છે, જે ઘણી વખત શેરબજાર માં કરેક્શનને પગલે તેજીના રિવર્સલનો સંકેત આપે છે. વધુમાં, ઈન્ડેક્સ 55EMA ને વટાવી ગયા છે, જે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ છે. આ મૂવિંગ એવરેજથી ઉપરનું બંધ માર્કેટમાં શોર્ટ ટર્મમાં પોઝિટિવ ટ્રેન્ડના સંકેત આપે છે. જો માર્કેટમાં રિકવરી આગળ વધે તો નિફ્ટી 22300 સુધી જઇ શકે છે. ત્યારબાદ નિફ્ટી માટે 22300ની ઉપર નિર્ણાયક લેવલ 22600ને કુદાવી જાય છે, તો તે માર્કેટમાં સતત તેજીને ટ્રિગર કરી શકે છે. મંદીના ટ્રેન્ડમાં નિફ્ટીને 22000 પર સપોર્ટ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us