Share Market Today News Live Update : શેરબજારમાં સોમવારે તેજી રહેતા સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. સેન્સેક્સ 329 પોઇન્ટ વધી 81635 બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 81,799 ટોચે પહોંચ્યો હતો. તો નિફ્ટી 98 પોઇન્ટના સુધારામાં 24967 બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં નિફ્ટી 25000 લેવલ સ્પર્શ્યો હતો. સ્મોલકેપ ફ્લેટ જ્યારે મિડકેપ સાધારણ વધીને બંધ થયો હતો.
સેન્સેક્સ નિફ્ટી સોમવારે એશિયન શેરબજારમાં ઉછાળાના પગલે મજબૂતી સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 81306 સામે આજે 81501 ખુલ્યો હતો. ઓપનિગં સેશનમાં જ સેન્સેક્સ 290 પોઇન્ટ વધીને 81592 સુધી પહોંચ્યો હતો. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24870 સામે આજે 24949 ખુલ્યો હતો.
એશિયન બજારોમાં ઉછાળો
એશિયન બજારો સોમવારે ઉછાળે ખુલ્યા હતા. જેમા જાપાનીઝ શેરબજાર નિક્કેઇ 225 ઇન્ડેક્સ 110 પોઇન્ટ, હોંગકોંગ શેરબજાર 500 પોઇન્ટ, તાઇવાન 580 પોઇન્ટ, જકાર્તા માર્કેટ 80 પોઇન્ટ આસપાસ વધીને ટ્રેડ કરી રહ્યા હતા. ગત શુક્રવારે અમેરિકન માર્કેટમાં 2 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
નિફ્ટી 50 ઇન્ડેક્સ માંથી Hero Moto અને ઇન્ડ્સઇન્ડ બેંક બહાર જશે
એનએસઇ નિફ્ટી 50 ઇન્ડેક્સના શેરમાં 30 સપ્ટેમ્બરથી મોટો ફેરફાર થશે. જેમા નિફ્ટી 50 ઇન્ડેક્સના શેરમાંથી હીરો મોટો અને ઇન્ડ્સઇન્ડ બેંક બહાર થશે. જેનું સ્થાન ઇન્ડિગો અને મેક્સ હેલ્થકેર શેર લેશે.





