Share Market Today News Live Update : શેરબજારમાં છેલ્લી ઘડીએ વેચવાલીના દબાણના કારણે ઉંચી સપાટીથી ઘટીને સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ બંધ થયા છે. સેન્સેક્સ 76 પોઇન્ટ વધી 80787 બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 450 પોઇન્ટ ઉછળી 81170 ટોચે પહોંચ્યો હતો. જો કે આઈટી શેરમાં વેચવાલીથી માર્કેટ ઉંચા મથાળેથી ઘટ્યું હતું. એનએસઇ નિફ્ટી 32 પોઇન્ટ સુધરી 24773 બંધ થયું છે. ઓટો ઇન્ડેક્સ 1836 પોઇન્ટ ઉછળ્યો હતો. આજે બીએસઇની માર્કેટકેપ 452.73 લાખ કરોડ રૂપિયા રહી હતી.
ભારતીય શેરબજાર સોમવારે સકારાત્મક ખુલ્યા હતા. એશિયન શેરબજારોના મજબૂત સંકેતના પગલે સેન્સેક્સ નિફ્ટીને ટેકો મળ્યો છે. સેન્સેક્સ પાછલા બંધ 80710 સામે 196 પોઇન્ટ વધી આજે 80904 ખુલ્યો છે. તો એનએસઇ નિફ્ટી 60 પોઇન્ટ વધી 24802 ખુલ્યો છે. આજે ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, મહિન્દ્રા મહિન્દ્રાના શેર સવા ટકાથી અઢી ટકા જેટલા વધ્યા છે.
આ 10 પરિબળો પર શેરબજારની બાજ નજર રહેશે
આ સપ્તાહે શેરબજારના અસરકર્તા 10 પરિબળોની વાત કરીયે તો ઓગસ્ટ મહિનાના મોંઘવારીના આંકડા જાહેર થવાના છે. જેમા 12 સપ્ટેમ્બરે રિટેલ ઇન્ફ્લેશન અને 14 સપ્ટેમ્બરે જથ્થાબંધ મોંઘવારી દરના આંકડા જાહેર થવાના છે. અમેરિકાના મોંઘવારીના આંકડા, ચીનના સાંસદની બેઠકો, યુરોપિયન સેન્ટ્રલ બેંકની પોલિસી મીટિંગ, જાપાનના જૂન ક્વાર્ટરના જીડીપી ડેટા, FIIનો ટ્રેન્ડ, ભારતીય રૂપિયાની ચાલ, IPO ઓક્શન વગેરે પરિબળો પર શેરબજારની બાજ નજર રહેશે.
એશિયન શેરબજાર તેજીમાં
સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે એશિયન શેરબજારોમા તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જાપાનનો શેર 646 પોઇન્ટ ઉછાળે ટ્રેન્ડ કરી રહ્યો છે. તો તાઇવાન, જકાર્તા, હોંગકોંગ શેર સુધારે ટ્રેડિંગ કરી રહ્યો છે. ભારતનો ગ્લોબલ ઇન્ડેક્સ ગિફ્ટ નિફ્ટી પણ 35 પોઇન્ટ વધીને ટ્રેડિંગ કરી રહ્યો છે.