શેર બજાર : નવા વર્ષે આ સ્ટોકમાં કરો રોકાણ, એપ્રિલમાં મળશે 20 ટકા સુધી રિટર્ન

Stocks Tips for Short Term : શેર બજાર હાલ ઓલટાઈમ હાઇ છે. જોકે ઘણા શેર હજુ પણ ઓછા વેલ્યૂએશન પર છે અથવા લાંબા સમય પછી કોન્સોલિડેશન રેન્જમાંથી બહાર નીકળવામાં સફળ થયા છે

Written by Ajay Saroya
April 01, 2024 22:01 IST
શેર બજાર : નવા વર્ષે આ સ્ટોકમાં કરો રોકાણ, એપ્રિલમાં મળશે 20 ટકા સુધી રિટર્ન
શેર બજારમાં રોકાણ કરતી વખતે સાવચેતી રાખવી જોઇએ. (Photo - Freepik)

Stocks Tips for Short Term : શેરબજારમાં વધ ઘટ દરમિયાન રોકાણકારોએ સમજી-વિચારીને માત્ર મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતા સ્ટોકમાં જ નાણાંનું રોકાણ કરવું જોઇએ. માર્કેટ વોલેટાઇલ છે અને ક્યારેક જોરદાર ઉછાળો તો ક્યારેક ભારે ઘટાડો જોવા મળે છે. તાજેતરની તેજી પછી બજારની વેલ્યૂએશન વધી ગઇ છે અને હવે બજાર નવા ટ્રિગરની શોધમાં છે.

જો કે, ઘણા શેર હજુ પણ ઓછા વેલ્યૂએશન પર છે અથવા લાંબા સમય પછી કોન્સોલિડેશન રેન્જમાંથી બહાર નીકળવામાં સફળ થયા છે. બ્રોકરેજ હાઉસ એક્સિસ સિક્યોરિટીઝે પણ આવા અમુક સ્ટોક્સની (સ્ટોક્સ ટુ બાય) યાદી આપી છે, જેમાં બ્રેકઆઉટ તાજેતરમાં જોવા મળ્યું છે. આ શેર (સ્ટોક ટિપ્સ) ટેકનિકલ ચાર્ટ પર મજબૂત દેખાઈ રહ્યા છે અને માત્ર 3 થી 4 અઠવાડિયામાં એટલે કે એપ્રિલ મહિનામાં 15 થી 20 ટકા વળતર આપી શકે છે.

share market | stock market | share market bull run | bull run in stock market | sensex nifty | bse sensex | nse nifty
બુલ રન શેરબજારમાં તેજીના સંકેત આપે છે. (Photo – Freepik)

ઈપ્કા લેબોરેટરીઝ (IPCA Laboratories)

હાલનો બજાર ભાવ (CMP) : 1241 રૂપિયાખરીદો (Buy Range) : 1235 – 1211 રૂપિયાસ્ટોપ લોસ (Stop loss) : 1185 રૂપિયાઉછાળો સંભવિત (Upside) : 6 થી 10 ટકા

સાપ્તાહિક ચાર્ટ પર, ઈપ્કા લેબના શેર એક સ્મોલ ફોલિંગ ચેનલ થી 1200 લેવલની આસપાસ બ્રેકઆઉટ થયુ છે, જે મજબૂત બુલિશ કેન્ડલ દ્વારા સપોર્ટેડ છે. જે સૂચવે છે કે મધ્ય ગાળામાં અપટ્રેન્ડ ચાલુ રહેશે. આ બ્રેકઆઉટ સારા વોલ્યુમ પર થયું છે, જે વધતી ભાગીદારી દર્શાવે છે. સ્ટોક એક મીડિયમ રાઈઝિંગ ચેનલ ટ્રેન્ડ દર્શાવે છે, અને તે લોઅર બેન્ડ પર સપોર્ટ લઈ રહ્યો છે અને અપર બેન્ડ તરફ જવા માટે તૈયાર છે. સ્ટોક ડેલી અપર બોલિંગર બેન્ડની ઉપર બંધ થયો છે, જે ટૂંકા ગાળામાં પણ ખરીદીની તક સૂચવે છે. વીકલી સ્ટ્રેંથ આરએસઆઈ તેજીની ગતિમાં છે. શેર ટૂંક ગાળામાં 1300 – 1345નું લેવલ દેખાડી શકે છે.

મિસિ બેક્ટર્સ ફૂડ સ્પેશિયાલિટીઝ (Mrs. Bectors Food Specialities)

હાલનો બજાર ભાવ : 1120 રૂપિયાખરીદો : 1120 – 1098 રૂપિયાસ્ટોપ લોસ : 1040 રૂપિયાઉછાળો : 12% –15%

મિસિસ બેક્ટર્સ ફૂડમાં સ્મોલ ફોલિંગ ચેનલની ઉપર 1100 ના લેવલની આસપાસ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. આ બ્રેકઆઉટ સારા વોલ્યુમ પર થયું છે, જે વધતી ભાગીદારી દર્શાવે છે. સ્ટોક વધુ સંભવિત તેજી માટે મધ્યમ ગાળાનો આધાર બનાવી રહ્યો છે. શેરને 950ના સ્તરે મજબૂત ટેકો છે. વિકલી સ્ટ્રેન્થ ઈન્ડિકેટર બુલિશ મોડમાં છે. શેર ટૂંક સમયમાં 1245 – 1280નું લેવલ બતાવી શકે છે.

stock market trading tips | share market | stock investment tips | bse nse | sensex nifty
શેરબજારમાં T+0 સેટલમેન્ટ સિસ્ટમ લાગુ કરનાર ભારત દુનિયામાં બીજો દેશ છે. (Photo – Freepik)

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની (ICICI Prudential Life )

હાલનો બજાર ભાવ : 610 રૂપિયાખરીદો : 600 – 588 રૂપિયાસ્ટોપ લોસ : રૂપિયાઉછાળો : 16 – 20 ટકા

ICICI પ્રુડેન્શિયલ લાઇફે સાપ્તાહિક ચાર્ટ પર ઇન્વર્ટેડ હેડ અને સોલ્જર પેટર્નની નેકલાઇન ઉપર બ્રેકઆઉટ કર્યું છે. શેર બજાર માં આ બ્રેકઆઉટ સારા વોલ્યુમ પર થયું છે, જે વધતી ભાગીદારી દર્શાવે છે. સ્ટોક 20, 50, 100 અને 200 દિવસના SMA સહિત મહત્વની મૂવિંગ એવરેજથી ઉપર રહ્યો છે, જે શેરના ટ્રેન્ડમાં પોઝિટિવ બાયસના સંકેત આપે છે. વિકલી રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (RSI) બુલિશ મોડમાં છે, અને તની રિફરેન્સ લાઈનની ઉપર ટકેલો છે. શેર ટૂંક સમયમાં 692 – 713નું લેવલ દેખાડી શકે છે.

આ પણ વાંચો | સોનાની તુલનાએ સેન્સેક્સમાં બમણું રિટર્ન, જુઓ વર્ષ 2023-24ના લેખા-જોખા

(Disclaimer: શેર સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. તે gujarati.indianexpress.com ના અંગત મંતવ્યો નથી. બજાર જોખમને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ