/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Share-Market-BSE-Sensex.jpg)
Share Market BSE Sensex: બીએસઇ શેરબજાર. (Express photo by Nirmal Harindran)
Stock Market Today News Highlights: શેરરબજાર સેન્સેક્સ નિફ્ટી સોમવારે વધીને ખુલ્યા બાદ અને ઓલટાઇમ હાઇ લેવલ પર બંધ થયા છે. સેન્સેક્સ 100 પોઇન્ટ ઉંચા ગેપમાં 85650 લેવલ ઉપર ખૂલ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 25790 પાછલા બંધ સામે સોમવારે ઉંચા ગેપમાં 25872 ખુલ્યો હતો. સેન્સેક્સ 384 પોઇન્ટ વધી 84928 બંધ થયો છે. એનએસઇ નિફ્ટી 148 પોઇન્ટ વધી 25939 બંધ થયો છે. શેરબજારમાં તેજીથી રોકાણકારોની સંપત્તિમાં પણ 4 લાખ કરોડ રૂપિયાથી વધુ ઉમેરો થયો છે.
ગિફ્ટ નિફ્ટી મજબૂત, નિક્કેઇ 500 પોઇન્ટ ઉછળ્યો
એશિયન શેરબજારમાં તેજી સાથે સપ્તાહના પ્રથમ દિવસે ટ્રેડિંગ સેશનની શરૂઆત થઇ હતી. ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 100 પોઇન્ટથી ઉપર ટ્રેડ કરી રહ્યો છે. તો જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 550 પોઇન્ટ ઉછળ્યો છે. સ્ટેઇન્ટ્સ ટાઇમ્સ, હેંગસેંગ, તાઇવાન, કોસ્પી, સેટ કોમ્પોઝિટ્સ, શાંઘાઇ કોમ્પોઝિટ ઇન્ડેક્સ વધીને ટ્રેડ થઇ રહ્યા છે.
સોનું ઐતિહાસિક ટોચે, ચાલુ વર્ષે ભાવ 27 ટકા વધ્યા
સોના ચાંદીમાં વૈશ્વિક વલણ અને સ્થાનિક મજબૂત માંગને પગલે એકંદર તેજીનો માહોલ છે. વૈશ્વિક બજારમાં કોમેક્સ પર સોનાનો ભાવ ઐતિહાસિક ટોચે પહોંચી ગયો છે. ભારતમાં પણ સોનાનો ભાવ રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યો છે. શનિવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 76500 રૂપિયા થયો હતો, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. ગત શુક્રવારે કોમેક્સ ગોલ્ડ 2651 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની ટોચે પહોંચ્યું હતું. અમેરિકામાં સોનાનો હાજર ભાવ 2625 ડોલર સુધી પહોંચી ગયું છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના ભાવ 27 ટકા વધી ગયા છે. મધ્ય પૂર્વ એશિયામાં તણાવથી સોનામાં તેજી આવી છે.
- Sep 23, 2024 16:00 IST
શેરબજારમાં તેજીથી રોકાણકારોને ₹ 4.32 લાખ કરોડ કમાણી
સેન્સેક્સ નિફ્ટીમાં તેજીથી શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં રોકેટ ગતિથી વધારો થયો છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ વેલ્યૂએશન 476.03 લાખ કરોડ રૂપિયા થઇ હતી. જ્યારે અગાઉ શુક્રવારે બીએસઇની માર્કેટ કેપ 471.71 લાખ કરોડ રૂપિયા થઇ હતી. આમ એક જ દિવસમાં શેરબજારમાં રોકાણકારોને 4.32 લાખ કરોડ રૂપિયાની કમાણી થઇ છે.
- Sep 23, 2024 15:55 IST
સેન્સેક્સ 384 પોઇન્ટ ઉછળ્યો, તમામ ઇન્ડેક્સ વધ્યા
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ઓલટાઇમ હાઇ લેવલ પર બંધ થયા છે. સેન્સેક્સ 384 પોઇન્ટ વધી 84928 બંધ થયો છે. એનએસઇ નિફ્ટી 148 પોઇન્ટ વધી 25939 બંધ થયો છે. આજે ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 84980 અને નિફ્ટી 25956 ઇન્ટ્રા-ડે રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા હતા. આઈટી ઇન્ડેક્સને બાદ તમામ સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ વધ્યા હતા.
- Sep 23, 2024 14:06 IST
મિડકેપ અને સ્મોલકેપ મજબૂત, ઓઇલ ગેસ અને રિયલ્ટી ઇન્ડેક્સ ઉછળ્યા
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ઓલટાઇમ હાઇ થવાની સાથે સાથે તમામ ઇન્ડેક્સ પણ વધ્યા છે. બોર્ડર માર્કેટમાં સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સમાં અડધા ટકાથી વધુ સુધારો જોવા મળ્યો છે. આજની ઓઇલ ગેસ, ટેલિકોમ, રિયલ્ટી ઇન્ડેક્સ 2 ટકાથી વધુ ઉછળ્યા છે. તો ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ 1 ટકાથી વધુ વધ્યા છે.
- Sep 23, 2024 14:02 IST
ભારત યુરોપ મુક્ત વેપાર કરાર વિશે 9મી બેઠક શરૂ
ભારત યુરોપ વચ્ચે મુક્ત વેપાર કાર વિશે આજે દિલ્હીમાં 9મી બેઠક શરૂ થઇ ગઇ છે. યુરોપની માંગ છે કે હ્વિસ્કી પર ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટે. આગામી 10 વર્ષમાં ડ્યૂટી 150 ટકાથી ઘટાડીને 50 ટકા કરવામાં આવવી જોઇએ.
- Sep 23, 2024 12:34 IST
સપ્ટેમ્બરમાં બિઝનેસ એક્ટિવિટી ગ્રોથ 9 મહિનામાં સૌથી ઓછો
સપ્ટેમ્બર મહિનામાં બિઝનેસ એક્ટિવિટી ગ્રોથ ગ્રોથ 9 મહિનામાં સૌથી ઓછો રહ્યો છે. એક ખાનગી સર્વે મુજબ સપ્ટેમ્બરમાં ભારતનો મેન્યુફેક્ચરિંગ ગ્રોથ 60.7 ટકાથી ઘટીને 59.3 ટકા આવ્યો છે. એચએસબીસી ફ્લેશ ઇન્ડિયા કોમ્પોઝિટ આઉટલૂક ઇન્ડેક્સ 9 મહિનામાં પહેલીવાર 60 નીચે ગયો છે. તો સર્વિસ સેક્ટરનો ગ્રોથ પણ સપ્ટેમ્બરમાં ઘટીને 58.9 થયો છે, જે અગાઉના મહિને 60.9 હતો.
- Sep 23, 2024 11:02 IST
વોડાફોન આઈડિયા શેર 8 ટકા ઉછળ્યો
વોડાફોન આઈડિયા શેર 8 ટકા ઉછળ્યો છે. નોકિયા, એરિક્સન અને સેમસંગ સાથે 30000 કરોડ રૂપિયાની ડિલ થયા બાદ વોડાફોન આઈડિયા શેરમાં ઉછાળો આવ્યો છે. બીએસઇ પર વોડાફોન આઈડિયા શેર 10.48 રૂપિયાના પાછલા બંધ સામે ઉંચા ગેપમાં આજે 11.35 રૂપિયા ખૂલીને 11.71 રૂપિયા સુધી વધ્યો હતો. નોંધનિય છે કે, એજીઆર બાકી લેણાં મામલે ટેલિકોમ કંપનીઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પાછલા સપ્તાહે વોડાફોન આઈડિયાના શેરમાં મોટો કડાકો બોલાયો હતો.
- Sep 23, 2024 09:17 IST
સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા, બેંક નિફ્ટી પણ ઉછળ્યો
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સોમવારે વધીને ખુલ્યા છે. સે ન્સેક્સ 84544 પાછલા બંધ સામે સોમવારે 100 પોઇન્ટથી વધુ ઉંચા ગેપમાં 84651 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી વધીને 25872 ખૂલ્યો હતો, જ્યારે અગાઉ 25790 લેવલ પર બંધ થયો હતો. શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થવાની સાથે જે સેન્સેક્સ 200 પોઇન્ટ ઉછળ્યો હતો. બેંક નિફ્ટી, આઈટી ઇન્ડેક્સ પણ વધ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us