/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Share-Market-All-Time-High-Level.jpg)
Share Market All Time High : શેરબજાર સેન્સેક્સ નિફ્ટી નવા રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા છે.
Share Market Today News Highlights: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી બુધવારે નકારાત્મક ખુલ્યા બાદ ઓલટાઇમ લાઇ લેવલ પર બંધ થયા હતા. સેન્સેક્સ અને નિફ્ટી બુધવારે ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 84914 સામે નીચા ગેપમાં બુધવારે 84836 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 25940 પાછલા બંધ સામે આજે 25899 ખુલ્યો હતો. બ્લુ ચીપ બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ડાઉન હતા.
જો કે વોલેટાઇમ ટ્રેડિંગ દરમિયાન શેરબજારમાં કામકાજના અંતે સેન્સેક્સ 256 પોઇન્ટ વધી 85169 બંધ થયો છે. એનએસઇ નિફ્ટી 64 પોઇન્ટ વધ્યો છે અને ઇતિહાસમાં પહેલીવાર 26000 ઉપર બંધ થયો છે. બેંક અને ફાઈનાન્સ સ્ટોકમાં સુધારાથી શેરબજાર વધ્યા છે. બેંક નિફ્ટી 133 પોઇન્ટ વધ્યો છે.
જાપાન અને ચીનના શેરબજાર પોઝિટિવ, ગિફ્ટ નિફ્ટી ડાઉન
જાપાન અને ચીનના શેરબજારમાં બુધવારે પોઝિટિવ ટ્રેન્ડ દેખાઇ રહ્યો છે જો કે ગિફ્ટ નિફ્ટી નેગેટિવ ઝોનમાં છે. જાપાનનો નિક્કેઇ, હેંગસેંગ, તાઇવાન, કોસ્પી, સેટ કોમ્પોઝિટ, શાંઘાઇ કોમ્પોઝિટ ઇન્ડેક્સ વધીને ટ્રેડ કરી રહ્યા છે. તો બીજી બાજુ જાકાર્તા, સ્ટ્રેઇટ્સ અે ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ ડાઉન હતા.
ક્રૂડ ઓઇલ નરમ, સોનું મજબૂત
આજે કોમોડિટી માર્કેટમાં ક્રૂડ ઓઇલમાં નરમાઇ અને સોનામાં મજબૂતી જોવા મળી હતી. એમસીએક્સ ગોલ્ડ 172 પોઇન્ટ વધીને 75175 રૂપિયા બોલાઇ રહ્યું છે. તો ચાંદી વાયદો 238 રૂપિયાના ઘટાડે 92155 રૂપિયા બોલાઇ રહી હતી. નોંધનિય છે કે, મંગળવારે અમદાવાદમાં સોનાના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતા. સોનામાં 300 રૂપિયા વધ્યા હતા અને 10 ગ્રામ સોનાની કિંમત 77300 રૂપિયા થઇ હતી, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. 1 કિલો ચાંદીની કિંમત 88000 રૂપિયા થઇ હતી.
- Sep 25, 2024 15:55 IST
બીએસઇ માર્કેટકેપ 475.23 લાખ કરોડ થઇ
સેન્સેક્સ અને નિફ્ટી નવી ઉંચી સપાટી પર બંધ થયા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ કેપ આજે 475.23 લાખ કરોડ રૂપિયા થઇ હતી. જ્યારે આગલા દિવસે બીએસઇની માર્કેટકેપ 476.12 લાખ કરોડ રૂપિયા થઇ હતી.
- Sep 25, 2024 15:52 IST
મિડકેપ સ્મોલકેપ ડાઉન, રિયલ્ટી ઇન્ડેક્સ વધ્યો
સેન્સેક્સ અને નિપ્ટી ભલે ઓલટાઇમ હાઇ થયા પરંતુ માર્કેટનો અંડરકરંટ નરમ હતો. બોર્ડર માર્કેટમાં મિડકેપ 265 પોઇન્ટ અને સ્મોલકેપ 199 પોઇન્ટ તૂટ્યા છે. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં ટેક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આઈટી, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ડાઉન હતા. તો રિયલ્ટી ઇન્ડેક્સ સતત બીજા દિવસે વધ્યો હતો.
- Sep 25, 2024 15:46 IST
નિફ્ટી પહેલીવાર 26000 ઉપર બંધ, સેન્સેક્સ 256 પોઇન્ટ વધ્યો
શેરબજારમાં વોલેટાઇલ ટ્રેડિંગ છતાં સેન્સેક્સ નિફ્ટી નવી ઉંચી સપાટીએ બંધ થયા છે. સેન્સક્સ 256 પોઇન્ટ વધી 85169 બંધ થયો છે. એનએસઇ નિફ્ટી 64 પોઇન્ટ વધ્યો છે અને ઇતિહાસમાં પહેલીવાર 26000 ઉપર બંધ થયો છે. બેંક અને ફાઈનાન્સ સ્ટોકમાં સુધારાથી શેરબજાર વધ્યા છે. બેંક નિફ્ટી 133 પોઇન્ટ વધ્યો છે.
- Sep 25, 2024 12:01 IST
MCX એ ટ્રાન્ઝેક્શન ચાર્જમાં ફેરફાર કર્યા, શેર 2 ટકા વધ્યો
એમસીએક્સ એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જે ઓક્ટોબરથી ફ્યૂચર એન્ડ ઓપ્શન સેગમેન્ટમાં ટ્રાન્ઝેક્સન ચાર્જમાં ફેરફાર કર્યા છે. સેબીના નિયમ મુજબ સ્લેબ ના બદલે હવે ફિક્સ ટ્રાન્ઝેક્શન ચાર્જ સિસ્ટમ લાગુ થશે. આ અહેવાલને બાદ એમસીએક્સનો શેર 2 ટકાથી વધુ વધ્યો હતો.
- Sep 25, 2024 09:49 IST
સેન્સેક્સ નિફ્ટી નેગેટિવ ખુલ્યા બાદ ગ્રીન ઝોન
શેરબજાર બુધવારે નેગેટિવ ખુલ્યા બાદ ગ્રીન ઝોનમાં આવ્યા છે. સેન્સેક્સ 84836 ખુલ્યા બાદ હાલ 34 પોઇન્ટ વધીને 84951 લેવલ પર ટ્રેડ થઇ રહ્યો છે. તો નિફ્ટી ફ્લેટ ટ્રેડિંગમાં 25940 ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us