/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Rakul-Preet-Singh-Jackky-Bhagnani-52.jpg)
શેરબજારમાં ઘટાડાની પ્રતિકાત્મક તસવીર (Photo - Freepik)
Share Market Today News Highlight : શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીથી સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત કડાકો બોલાયો છે. સેન્સેક્સમાં 1066 પોઇન્ટનો કડાકો બોલાયો અને 82180 બંધ થયો છે. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ 82001 નીચી સપાટીને સ્પર્શ્યો છે, જે મોટું સપોર્ટ લેવલ છે, તે તૂટે તો શેરબજારમાં મંદી વધવાની શક્યતા છે. એનએસઇ નિફ્ટી 353 પોઇન્ટ ઘટી 25232 બંધ થયો છે, જે ત્રણ મહિનાની સૌથી નીચી સપાટી છે.
શેરબજાર મંદી યથાવત રહેતા મંગળવારે સેન્સેક્સ મહત્વપૂર્ણ ટેકારૂપ સપાટી નીચે ઉતરી ગયો છે. સેન્સેક્સ પાછલા બંધ 83,246 લેવલ સામે આજે મંગળવારે 83,207 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં બ્લુચીપ શેરમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ 300 પોઇન્ટ જેટલો તૂટ્યો અને 83000નું મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ તોડી 82932 સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી 25,580 ફ્લેટ ખુલ્યા બાદ 100 પોઇન્ટ જેટલો ઘટ્યો હતો.
ચાંદીમાં તેજી યથાવત, 1 કિલોનો ભાવ ₹ 3.20 લાખ થયો
ચાંદીમાં તેજી યથાવત રહેતા સફેદ કિંમતી ધાતુની કિંમત રેકોર્ડ હાઇ લેવલે પહોંચી છે. એમસીએક્સ ચાંદી વાયદો 9600 રૂપિયા ઉછળી 3,19,863 રૂપિયા બોલાયો છે. તો એમસીએક્સ સોનું વાયદો 1250 પોઇન્ટ વધીને 1,46,887 રૂપિયા બોલાયો છે. અમદાવાદના ઝવેરી બજારમાં 99.9 શુદ્ધ સોનું 2200 રૂપિયા વધીને 1,48,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. તો 1 કિલો ચાંદીની કિંમત 15,000 રૂપિયા વધીને 2,90,000 રૂપિયા થઇ હતી.
- Jan 20, 2026 16:35 IST
શેરબજારના રોકાણકારને 10 લાખ કરોડનું નુકસાન
શેરબજારમાં કડાકાથી રોકાણકારોને 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આજે બીએસઇ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 455.82 લાખ કરોડ રૂપિયા હતી, જે ગઇકાલે 465.68 લાખ કરોડ રૂપિયા થઇ હતી. બીએસઇ પર 780 શેર વધીને જ્યારે 3503 શેર ઘટીને બંધ રહેતા માર્કેટ બ્રેડ્થ અતિશય નકારાત્મક થઇ છે.
- Jan 20, 2026 16:33 IST
શેરબજારમાં સાર્વત્રિક મંદી, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 1700 પોઇન્ટ તૂટ્યો
આજે બીએસઇના તમામ ઇન્ડેક્સ ઘટીને બંધ થયા હતા. જેમા બીએસઇ મિડકેપમાં 1159 પોઇન્ટ અને સ્મોલકેપમાં 1344 પોઇન્ટનો કડાકો બોલાયો છે. તો કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 1768 પોઇન્ટ, ઓટો 1446 પોઇન્ટ, આઈટી 731 પોઇન્ટ, હેલ્થકેર 910 પોઇન્ટ, બેંકેક્સ 788 પોઇન્ટ અને મેટલ ઇન્ડેક્સ 709 પોઇન્ટ ઘટ્યા હતા. બેંક નિફ્ટી 487 પોઇન્ટ અને આઈટી નિફ્ટી ઇન્ડેક્સ 801 પોઇન્ટ તૂટ્યા હતા.
- Jan 20, 2026 16:30 IST
HDFC બેંક સિવાય તમામ બ્લુચીપ શેર તૂટ્યા
શેરબજારમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સના 30 બ્લુચીપ માંથી એક માત્ર એચડીએફસી બેંક શેર સાધારણ વધીને બંધ થયો હતો. સૌથી વધુ ઘટીને બંધ થનાર શેરમાં ઇટરનલ 4 ટકા, બજાજ ફાઈનાન્સ 3.9 ટકા, સન ફાર્મા 3.7 ટકા, ઇન્ડિગો 3 ટકા અને ટ્રેન્ટ 3 ટકા તૂટ્યા હતા.
- Jan 20, 2026 16:27 IST
સેન્સેક્સમાં 1065 પોઇન્ટનો કડાકો, NSE નિફ્ટી 3 મહિનાને તળિયે
શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીથી સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત કડાકો બોલાયો છે. સેન્સેક્સમાં 1066 પોઇન્ટનો કડાકો બોલાયો અને 82180 બંધ થયો છે. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ 82001 નીચી સપાટીને સ્પર્શ્યો છે, જે મોટું સપોર્ટ લેવલ છે, તે તૂટે તો શેરબજારમાં મંદી વધવાની શક્યતા છે. એનએસઇ નિફ્ટી 353 પોઇન્ટ ઘટી 25232 બંધ થયો છે, જે ત્રણ મહિનાની સૌથી નીચી સપાટી છે.
- Jan 20, 2026 14:57 IST
સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો, એશિયન શેરબજારો પણ તૂટ્યા
શેરબજારમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત કડાકો બોલાયો છે. સેન્સેક્સમાં 800 પોઇન્ટથી વધુ કડાકો બોલાયો છે અને 82478 નીચી સપાટીને સ્પર્શ્યો છે. તો એનએસઇ નિફ્ટી 250 પોઇન્ટ ઘટી 25,326 થયો હતો. ભારત સહિત મોટાભાગના એશિયન બજારો તૂટ્યા છે. સાર્વત્રિક વેચવાલીથી સેન્સેક્સના તમામ હેવીવેઇટ્સ શેર 4 ટકા સુધી ઘટ્યા છે.
- Jan 20, 2026 09:50 IST
ચાંદીમાં તેજી યથાવત, 1 કિલોનો ભાવ ₹ 3.20 લાખ થયો
ચાંદીમાં તેજી યથાવત રહેતા સફેદ કિંમતી ધાતુની કિંમત રેકોર્ડ હાઇ લેવલે પહોંચી છે. એમસીએક્સ ચાંદી વાયદો 9600 રૂપિયા ઉછળી 3,19,863 રૂપિયા બોલાયો છે. તો એમસીએક્સ સોનું વાયદો 1250 પોઇન્ટ વધીને 1,46,887 રૂપિયા બોલાયો છે. અમદાવાદના ઝવેરી બજારમાં 99.9 શુદ્ધ સોનું 2200 રૂપિયા વધીને 1,48,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. તો 1 કિલો ચાંદીની કિંમત 15,000 રૂપિયા વધીને 2,90,000 રૂપિયા થઇ હતી.
- Jan 20, 2026 09:37 IST
સેન્સેક્સ 300 પોઇન્ટ ઘટી 83000 નીચે, નિફ્ટી 100 પોઇન્ટ તૂટ્યો
શેરબજાર મંદી યથાવત રહેતા મંગળવારે સેન્સેક્સ મહત્વપૂર્ણ ટેકારૂપ સપાટી નીચે ઉતરી ગયો છે. સેન્સેક્સ પાછલા બંધ 83,246 લેવલ સામે આજે મંગળવારે 83,207 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં બ્લુચીપ શેરમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ 300 પોઇન્ટ જેટલો તૂટ્યો અને 83000નું મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ તોડી 82932 સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી 25,580 ફ્લેટ ખુલ્યા બાદ 100 પોઇન્ટ જેટલો ઘટ્યો હતો.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us