/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/share-market-1.jpg)
શેર માર્કેટ ફાઇલ તસવીર - Express photo
Stock Market Sensex Nifty Today News Highlights: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી નવા સપ્તાહના પ્રથમ સોમવારે નરમ ખુલ્યા હતા. એશિયાના શેબજારો અને ગિફ્ટ નિફ્ટી ઈન્ડેક્સ તરફથી નકારાત્મક સંકેતને પગલે ભારતીય શેરબજારની નરમ થઇ હતી. એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ સૌથી વધુ 3 ટકા તૂટ્યો હતો. બુલિયન માર્કેટમાં એમસીએક્સ સોનું ચાંદી મક્કમ હતા. સોનાનો ઓક્ટોબર વાયદો 71500 રૂપિયા અને ચાંદી ડિસેમ્બર વાયદો 400 રૂપિયાની મજબૂતીમાં 83150 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યા હતા.
એશિયાના શેરબજારો નરમ
એશિયાના શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે નરમ ખુલ્યા હતા અડધા થી 2 ટકા થી વધુ ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યા છે. એશિયન માર્કેટમાં નિક્કેઇ ઈન્ડેક્સ 2.2 ટકા, હેંગ સેંગ 2 ટકા, તાઇવાન 2 ટકા, ચીનનો શાંઘાઇ કોમ્પોઝિટ ઇન્ડેક્સ 1.1 ટકા, કોસ્પી 0.8 ટકા, જકાર્તા, સેટ કોમ્પોઝિટ અડધા ટકા જેટલા ઘટ્યા હતા. ગિફ્ટ નિફ્ટી ઈન્ડેક્સ અને સ્ટેઇટ્સ ટાઇમ્સ સાધારણ નરમ હતા.
આ સપ્તાહના મુખ્ય આર્થિક ઘટનાક્રમ
આ સપ્તાહના મુખ્ય આર્થિક ઘટનાક્રમની વાત કરીયે તો મંગળવારે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે પ્રેસિડેન્શિયલ ડિબેટ થશે. બુધવારે અમેરિકામાં સીપીઆઈ મોંઘવારી આંકડા જાહેર થવાના છે, જેના પર બજારની નજર રહેશે. તો ગુરુવારે ECBની ધિરાણનીતિ જાહેર થવાની છે, જેમાં વ્યાજદર ઘટાડવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. તેમજ 12 સપ્ટેમ્બર ગુરુવારના રોજ ભારતના રિટેલ મોંઘવારી દર અને ઔદ્યોગિક ઉત્પાદનક આંક એટલે કે આઈઆઈપીના આંકડા જાહેર થવાના છે.
- Sep 09, 2024 16:27 IST
એફએમસીજી અને બેંક શેર વધ્યા
શેરબજારમાં આજે એફએમસીજી અને બેંક શેર સૌથી વધુ વધ્યા હતા. સેન્સેક્સના 30 માંથી 16 બ્ચુચીપ શેર વધ્યા હતા. જેમા એચયુએલ 3 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક અઢી ટકા, આઇટીસી 2 ટકા, કોટક બેંક, ઇન્ડ્સઇન્ડ બેંક અને એક્સિસ બેંક 1 થી દોઢ ટકા વધ્યા હતા. તો બીજી બાજુ ટાટા સ્ટીલ, એનટીપીસી અને ટેક મહિન્દ્રા 1 થી 2.7 ટકા ઘટીને ટોપ 3 લૂઝર બન્યા હતા.
- Sep 09, 2024 16:24 IST
સેન્સેક્સ નિફ્ટી 3 દિવસ બાદ સુધારે બંધ, બેંક નિફ્ટી 1 ટકા વધ્યો
શેરબજાર 3 દિવસની મંદીને બ્રેક લાગતા સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા હતા. શેરબજાર ઘટાડે ખુલ્યા હતા પણ એફએમસીજી અને બેંક શેરમાં સુધારાના સપોર્ટથી સેન્સેક્સ 80895ની ઇન્ટ્રા-ડે બોટમથી સતત વધ્યો હતો. સેશનના અંતે સેન્સેક્સ 376 પોઇન્ટ વધીને 81559 બંધ થયો છે. એનએસઇ નિફ્ટી 84 પોઇન્ટ વધી 24936 બંધ થયો છે. બેંક નિફ્ટી 540 પોઇન્ટ કે 1 ટકા વધ્યો છે જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 309 પોઇન્ટ તૂટ્યો છે. બીએસઇની માર્કેટકેપ 460.17 લાખ કરોડ રૂપિયા થઇ હતી.
- Sep 09, 2024 12:43 IST
શેરબજારમાં સુધારાનો માહોલ, સોના ચાંદી ઘટ્યા
શેરબજારમાં એકંદરે સુધારાનો માહોલ છે તો બીજી બાજુ સોનું નરમ અને ચાંદી મક્કમ છે. સેન્સેક્સ 90 પોઇન્ટ સુધારે ટ્રેડ કરી રહ્યો છે, તો નિફ્ટી પણ 24850 ઉપર ટેકો છે. બુલિયન માર્કેટમાં એમસીએક્સ સોનું 145 રૂપિયા નરમ છે અને 71281 રૂપિયા બોલાઇ રહ્યો છે. તો ચાંદી 140 રૂપિયાની મજબૂતીમાં 82900 રૂપિયા બોલાઇ રહી છે.
- Sep 09, 2024 11:06 IST
સેન્સેક્સ નિફ્ટીમાં સુધારો, એફએમસીજી અને બેંક શેર વધ્યા
શેરબજાર ઘટાડે ખુલ્યા બાદ નીચા મથાળેથી રિકવર થયા છે. સેન્સેક્સ નિફ્ટી વધીને હાલ ગ્રીન ઝોનમાં છે. બીએસઇ સેન્સેક્સ 130 પોઇન્ટથી વધુ સુધર્યો છે અને 81310 ઉપર ટ્રેડ થઇ રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી નજીવો વધીને 24880 આસપાસ ટ્રેડ થઇ રહ્યો છે. સેન્સેક્સના સુધારાની આગેવાની એફએમસીજી અને બેંક સ્ટોક્સે લીધી હતી. આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર, કોટક બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અે ઈન્ડ્સઇન્ડ બેંક અડધાથી 1 ટકા જેટલા વધ્યા હતા.
- Sep 09, 2024 09:21 IST
સેન્સેક્સ 200 પોઇન્ટ ડાઉન, નિફ્ટી 24800 નીચે
શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં ઘટાડા સાથે સોમવારે ટ્રેડિંગ સેશનની શરૂઆત થઇ છે. બીએસઇ સેન્સેક્સ પાછલા બંધ 81183 સામે સોમવારે 80973 ખુલ્યા હતા અને શરૂઆતમાં 200 પોઇન્ટથી વધુ ઘટી 80902 સુધી ગયા હતા. તો એનએસઇ નિફ્ટી 24852 પાછલા બંધ સામે સોમવારે 24823 ખુલ્યો હતો. નરમાઇ વચ્ચે એનએસઇ સેશનના આરંભમાં 24800 લેવલ તોડી નીચામાં 24770 સુધી ઘટ્યો હતો.
- Sep 09, 2024 09:16 IST
પ્રી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 500 પોઇન્ટથી વધુ ડાઉન
એશિયન માર્કેટના નકારાત્મક સંકેતોને પગલે પ્રી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 500 પોઇન્ટથી વધુ ડાઉન હતો. ગિફ્ટ નિફ્ટી ઈન્ડેક્સ પણ નરમાઇના સંકેત આપી રહ્યા છે. એશિયન માર્કેટમાં નિક્કેઇ ઈન્ડેક્સ, હેંગ સેંગ, તાઇવાન, ચીનનો શાંઘાઇ કોમ્પોઝિટ ઇન્ડેક્સ 1 થી અઢી ટકા સુધી ડાઉન હતા.
- Sep 09, 2024 09:13 IST
એશિયાના શેરબજારો નરમ
એશિયાના શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે નરમ ખુલ્યા હતા અડધા થી 2 ટકા થી વધુ ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યા છે. એશિયન માર્કેટમાં નિક્કેઇ ઈન્ડેક્સ 2.2 ટકા, હેંગ સેંગ 2 ટકા, તાઇવાન 2 ટકા, ચીનનો શાંઘાઇ કોમ્પોઝિટ ઇન્ડેક્સ 1.1 ટકા, કોસ્પી 0.8 ટકા, જકાર્તા, સેટ કોમ્પોઝિટ અડધા ટકા જેટલા ઘટ્યા હતા. ગિફ્ટ નિફ્ટી ઈન્ડેક્સ અને સ્ટેઇટ્સ ટાઇમ્સ સાધારણ નરમ હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us