Share Market Today News Highlights: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સતત બીજા દિવસ વધીને બંધ થયા છે. સેન્સેક્સ 361 પોઇન્ટ વધીને 81921 લેવલ પર બંધ થયા છે. એનએસઇ નિફ્ટી 104 પોઇન્ટ વધીને 25041 બંધ થયો છે. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ સૌથી વધુ 1.7 ટકા વધ્યો છે. સેન્સેક્સના 30 માંથી 22 બ્લુ ચીપ સ્ટોક વધીને બંધ થયા છે. જેમા એચસીએલ ટેક, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, એનટીપીસી અને પાવરગ્રીડ 1.7 ટકા થી 2.2 ટકા સુધી વધ્યા હતા.
સોના ચાંદીમાં નરમાઇ
બુલિયન માર્કેટમાં આજે નરમાઇ જોવા મળી હતી. એમસીએક્સ પ સોના અને ચાંદી વાયદા સાધારણ ઘટાડે ટ્રેડ કરી રહ્યા હતા. તમને જણાવી દઇયે કે, સોમવારે અમદાવાદમાં 99.9 શુદ્ધ સોના 500 રૂપિયા ઘટ્યું હતું અને 10 ગ્રામની કિંમત 73800 રૂપિયા થઇ હતી. તો ચાંદી 1000 રૂપિયા ઘટીને 83000 રૂપિયા પ્રતિ કિલો થઇ હતી.
ગિફ્ટ નિફ્ટી નરમ, એશિયન માર્કેટ મજબૂત
ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સમા નરમાઇ વચ્ચે એશિયાના શેરબજારોમાં આજે મજબૂતી જોવા મળી હતી. જાપાનનો નિક્કેઇ, સ્ટ્રેઇટ્સ ટાઇમ્સ, હેંગસેંગ, તાઇવાન, સેટ કોમ્પોઝિટિ અને જકાર્તા કોમ્પોઝિટ ઇન્ડેક્સ અડધા ટકા સુધી વધ્યા હતા. તો શાંઘાઇ કમ્પોઝિટ, કોસ્પી ઇન્ડેક્સ નરમ હતા.





