Share Market News: શેરબજાર સતત ત્રીજા દિવસે ઘટતા સેન્સેક્સ 85000 નીચે બંધ, ઓટો અને બેંક શેરમાં વેચવાલી

Share Market Today News Highlight : શેરબજારમાં સતત ત્રીજા દિવસે મંદીથી સેન્સેક્સ 102 પોઇન્ટ ઘટી 84961 અને નિફ્ટી 38 પોઇન્ટ ઘટી 26140 બંધ થયા છે. આજે ઓટો અને બેંક શેર સૌથી વધુ ઘટ્યા હતા.

Share Market Today News Highlight : શેરબજારમાં સતત ત્રીજા દિવસે મંદીથી સેન્સેક્સ 102 પોઇન્ટ ઘટી 84961 અને નિફ્ટી 38 પોઇન્ટ ઘટી 26140 બંધ થયા છે. આજે ઓટો અને બેંક શેર સૌથી વધુ ઘટ્યા હતા.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market Crash: શેરબજાર ઘટવાના 5 કારણ, 6 દિવસમાં સેન્સેક્સ 3100 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોને 25 લાખ કરોડનું નુકસાન

Share Market : શેરબજાર ઘટવાથી રોકાણકાર થયા છે. Photograph: (Freepik)

Share Market Today News Live In Highlight : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સતત ત્રીજા દિવસે ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 102 પોઇન્ટ ઘટી 84961 અને નિફ્ટી 38 પોઇન્ટ ઘટી 26140 બંધ થયો છે. એક સપ્તાહ બાદ સેન્સેક્સ 85000 લેવલ નીચે બંધ થયો છે, જે માર્કેટ સેન્ટિમેન્ટ નબળું હોવાના સંકેત આપે છે. સેન્સેક્સ 84617 ઇન્ટ્રા ડે તળિયે ગયો હતો. આજે શેરબજારમાં બેંક અને ઓટો શેર સૌથી વધુ ઘટ્યા હતા. આજે બીએસઇની માર્કેટકેપ 479.94 લાખ કરોડ રૂપિયા થઇ હતી.

Advertisment

શેરબજારમાં સેન્ટિમેન્ટ નરમ રહેતા સેન્સેક્સ નિફ્ટી સતત ત્રીજા દિવસે મોટા ઘટાડે ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 85,063 લેવલથી 443 પોઇન્ટ ઘટાડે 84,620 ખુલ્યો હતો. જો કે નીચા મથાળેથી ઝડપી રિકવર થઇ હાલ 160 પોઇન્ટના ઘટાડે 84900 લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી 80 પોઇન્ટ ઘટી 26,143 ખુલ્યો હતો. હાલ 55 પોઇન્ટના ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યો છે. 

બેંક અને ઓટો શેરમાં વેચવાલી

આજે શેરબજારમાં બ્લુચીપ બેંક અને ઓટો શેરમાં વેચવાલી જોવા મળી હતી. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીલકલનો શેર સૌથી 3 ટકા ઘટી 361 રૂપિયા બોલાતો હતો. એચડીએફસી બેંક 1.2 ટકા, ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ અને મારૂતિ સુઝુકીના શેર 1 ટકાના આસપાસ ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યા છે. તો ટાયટન શેર રિકવર થયો હતો અને આજે 4 ટકા સુધી સુધર્યો હતો. બેંક નિફ્ટી ઇન્ડેક્સ 180 પોઇન્ટ અને નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 140 પોઇન્ટ ડાઉન હતા.

  • Jan 07, 2026 16:52 IST

    આઈટી શેર વધ્યા, મિડકેપ સ્મોલકેપ રિકવર

    ચલણી શેરમાં ખરીદીથી બીએસઇ મિડકેપ 223 પોઇન્ટ અને સ્મોલકેપ 63 પોઇન્ટ વધ્યો હતો. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં આઈટી ઇન્ડેક્સ 2 ટકા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.25 ટકા વધ્યા હતા. ઓઇલ ગેસ, ઓટો, ટેલિકોમ ઇન્ડેક્સ નરમ હતા. બીએસઇ પર 2104 શેર વધીને જ્યારે 2068 શેર ઘટીને બંધ થયા હતા. આજે બીએસઇની માર્કેટકેપ 479.94 લાખ કરોડ રૂપિયા થઇ હતી.

  • Jan 07, 2026 16:49 IST

    સેન્સેક્સ ટોપ 5 ગેઇનર અને લુઝર શેર

    સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 18 શેર ઘટ્યા હતા. સૌથી વધુ ઘટેલા ટોપ 5 શેરમાં મારૂતિ સુઝુકી 2.8 ટકા, પાવરગ્રીડ 1.9 ટકા, TMPV 1.5 ટકા, એચડીએફસી બેંક 1.4 ટકા અને એશિયન પેઇન્ટ્સ 1.3 ટકા ઘટ્યા હતા. તો સૌથી વધારે વધનાર 5 શેરમાં ટાયટન 3 ટકા, એચસીએલ ટેક 1.9 ટકા, ટેક મહિન્દ્રા 1.8 ટકા, ઇન્ફોસિસ 1.7 ટકા અને સન ફાર્મા સવા ટકા વધ્યો હતો.

  • Advertisment
  • Jan 07, 2026 16:47 IST

    મારૂતિ સુઝુકી અને TMPV શેર રિવર્સ ગિયરમાં

    આજે શેરબજારના ઘટાડામાં બેંક અને ઓટો શેર સૌથી વધુ ઘટ્યા હતા. મારૂતિ સુઝુકી 2.8 ટકા અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ 1.4 ટકા ઘટી સેન્સેક્સના ટોપ લુઝર શેર બન્યા હતા. બીએસઇ ઓટો 434 પોઇન્ટ અને નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 230 પોઇન્ટ ઘટ્યો હતો. બીએસઇ ઓટો ઇન્ડેક્સ 20 માંથી 11 શેર ઘટ્યા હતા. જેમા મારૂતિ સુઝુકી, TMPV, મધરસન, એક્સાઇડ, મહિન્દ્રા મહિન્દ્રા,ના શેર 1 થી 3 ટકા ઘટ્યા હતા. 

  • Jan 07, 2026 16:44 IST

    શેરબજાર સતત ત્રીજા દિવસે ઘટ્યું, સેન્સેક્સ 102 પોઇન્ટ ઘટી 85000 નીચે બંધ

    શેરબજાર સૂચંકાંક સેન્સેક્સ નિફ્ટી સતત ત્રીજા દિવસે ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 102 પોઇન્ટ ઘટી 84961 અને નિફ્ટી 38 પોઇન્ટ ઘટી 26140 બંધ થયો છે. એક સપ્તાહ બાદ સેન્સેક્સ 85000 લેવલ નીચે બંધ થયો છે, જે માર્કેટ સેન્ટિમેન્ટ નબળું હોવાના સંકેત આપે છે. સેન્સેક્સ 84617 ઇન્ટ્રા ડે તળિયે ગયો હતો. આજે શેરબજારમાં બેંક અને ઓટો શેર સૌથી વધુ ઘટ્યા હતા.

  • Jan 07, 2026 12:46 IST

    શેરબજારમાં દબાણ યથાવત્, ટાટા મોટર્સ અને મારૂતિ સુઝુકીમાં મંદીને બ્રેક

    શેરબજારમાં સતત ત્રીજા દિવસે મંદીનો માહોલ છે. મોટા ઘટાડે ખુલ્યા બાદ સેન્સેક્સ નિફ્ટીમાં બેન્જ બાઉન્ડ ટ્રેડિંગમાં છે. હાલ સેન્સેક્સ 300 પોઇન્ટથી વધુ ઘટાડે 84740 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 80 પોઇન્ટ નરમ છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ અને મારૂતિ સુઝુકી બે ટકાથી વધુ ઘટીને સેન્સેક્સના ટોપ લુઝર શેર બન્યા છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 200 પોઇન્ટથી વધુ ઘટ્યો છે.

  • Jan 07, 2026 09:37 IST

    બેંક અને ઓટો શેરમાં વેચવાલી

    આજે શેરબજારમાં બ્લુચીપ બેંક અને ઓટો શેરમાં વેચવાલી જોવા મળી હતી. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીલકલનો શેર સૌથી 3 ટકા ઘટી 361 રૂપિયા બોલાતો હતો. એચડીએફસી બેંક 1.2 ટકા, ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ અને મારૂતિ સુઝુકીના શેર 1 ટકાના આસપાસ ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યા છે. તો ટાયટન શેર રિકવર થયો હતો અને આજે 4 ટકા સુધી સુધર્યો હતો. બેંક નિફ્ટી ઇન્ડેક્સ 180 પોઇન્ટ અને નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 140 પોઇન્ટ ડાઉન હતા.

  • Jan 07, 2026 09:33 IST

    સેન્સેક્સ 443 ઘટાડે ખુલ્યો, નિફ્ટી 80 પોઇન્ટ તૂટ્યો

    શેરબજારમાં સેન્ટિમેન્ટ નરમ રહેતા સેન્સેક્સ નિફ્ટી સતત ત્રીજા દિવસે મોટા ઘટાડે ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 85,063 લેવલથી 443 પોઇન્ટ ઘટાડે 84,620 ખુલ્યો હતો. જો કે નીચા મથાળેથી ઝડપી રિકવર થઇ હાલ 160 પોઇન્ટના ઘટાડે 84900 લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી 80 પોઇન્ટ ઘટી 26,143 ખુલ્યો હતો. હાલ 55 પોઇન્ટના ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યો છે. 

શેર બજાર બિઝનેસ