Share Market Today News Highlight : શેરબજાર સતત ત્રીજા દિવસે ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 313 પોઇન્ટ ઘટી 84587 બંધ થયો છે. ઇન્ટ્રા ડે સેન્સેક્સ 550 પોઇન્ટ ઘટીને 84,536 તળિયે ગયો હતો. એનએસઇ નિફ્ટી પણ 75 પોઇન્ટ ઘટી 25884 બંધ થયો છે. શેરબજારની 3 દિવસની મંદીમાં સેન્સેક્સ 1,045 પોઇન્ટ ઘટ્યો છે. ચલણી શેરમાં લેવાલીથી 5 દિવસની મંદી અટકતા મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ વધ્યા હતા.
સેન્સેક્સ નિફ્ટી મંગળવારે એશિયન શેરબજારોની તેજીના સહારે સકારાત્મક ખુલ્યા હતા. સેન્સેક્સ 100 પોઇન્ટ વધી 85000 લેવલ ઉપર 85008 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,959 લેવલથી 40 પોઇન્ટના સુધારામાં 25,998 ખુલ્યો હતો.
એશિયન શેરબજારો મજબૂત
એશિયન શેરબજારો મંગળવારે મજબૂત હતા. જાપાનનો નિક્કેઇ શેરબજાર 74 પોઇન્ટ, હોંગકોંગ 277 પોઇન્ટ, તાઇવાન 400 પોઇન્ટ, શાંઘાઇ 44 પોઇન્ટ વધ્યા છે. ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 30 પોઇન્ટ વધીને ટ્રેડિંગ કરી રહ્યો છે. યુએસ ફેડ રેટ કટની અપેક્ષાથી અમેરિકા સહિત એશિયન બજારોમાં તેજીનો માહોલ છે.
US ફેડ રેટ કટની અપેક્ષાથી અમેરિકાના શેરબજારમાં તોફાની તેજી
ડિસેમ્બરમાં યુએસ ફેડ રેટ કટની અપેક્ષાથી અમેરિકાના શેરબજારમાં તોફાની તેજી આવી છે. સોમવારે સતત ત્રણ સપ્તાહની મંદી બાદ અમેરિકાના શેરબજારમાં ટેક સ્ટોકમાં રિકવરી જોવા મળી હતી. યુએસ ફેડ બેંકના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે આગામી મહિને રેટ કટના સંકેત આપ્યા છે. તેનાથી શેરબજારમાં નવો આશાવાદ જાગ્યો છે.





