/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/share-market-gold-silver-today-live-news-update.jpg)
Share Market Today Live News Gold Silver Rate: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સુધારા સાથે ખુલ્યા બાદ ફ્લેટ ટ્રેડ થઇ રહ્યા છે.
Stock Market Gold Silver Today News Highlights: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે પોઝિટિવ ટ્રેન્ડ સાથે ખુલ્યા છે. જો કે બુલિયન માર્કેટમાં સોનું ચાંદી નરમ હતા. આજે એશિયન માર્કેટમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જેમા નિક્કેઇ, તાઇવાન, સેટ કોમ્પોઝિટ, જકાર્તા કોમ્પોઝિટ, શાંઘાઇ કોમ્પોઝિટ સુધારા સાથે ટ્રેન્ડ થઇ રહ્યા છે.
પ્રી ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ વધ્યો નિફ્ટી, નિફ્ટી 25200 પાર
પ્રી ઓપનિંગ સેશનમાં શેરબજાર વધ્યા હતા. સેન્સેક્સ પાછલા 82352 બંધ સામે ઉંચા ગેપમાં ગુરુવારે 82469 ખુલ્યા હતા. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં જ સેન્સેક્સ 82617 સુધી ઉપર ગયો હતો. તો એનએસઇ નિફ્ટી પાછલા 25198 બંધ સામે આજે 50 પોઇન્ટના ઉંચા ગેપમાં 25250 ખુલ્યો હતો. ગુરુવારે એશિયન શેરબજારોમાં મિશ્ર વલણ હતું.
સોનું નરમ, ચાંદી મજબૂત
બુલિયન માર્કેટમાં સોનું નરમ અને ચાંદી મજબૂત થઇ હતી. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 16 રૂપિયાના ઘટાડે 71450 રૂપિયા બોલાતું હતું. તો એમસીએક્સ ચાંદી 108 રૂપિયા વધીને 83673 રૂપિયા ટ્રેડ થઇ રહી હતી.
- Sep 05, 2024 16:01 IST
રિલાયન્સ ટોપ લૂઝર, આઈટી શેરમાં સુધારો
સેન્સેક્સના 30 બ્લુચીપ શેરમાં 20 સ્ટોક ઘટ્યા હતા, જેમાં રિલાયન્સ ટોપ લૂઝર હતો. આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 1.4 ટકા ઘટી 2987 રૂપિયા બંધ થયો હતો. ટાટા મોટર્સ, નેસ્લે ઈન્ડિયા, ભારતી એરટેલ 1 - 1 ટકા તૂટ્યા હતા. તો બીજી બાજુ આઈટી શેર રિકવર થયા હતા. ઇન્ફોસીસ અને એચસીએલ ઈન્ડિયા, ટીસીએસ શેર અડધા ટકા જેટલા વધ્યા હતા.
- Sep 05, 2024 15:56 IST
સેન્સેક્સ 151 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 25145 લેવલ પર બંધ
શેરબજાર આજે સંપૂર્ણ ટ્રેડિંગ સેશન દબાણ હેઠળ સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડે બંધ થયા હતા. સેન્સેક્સ 151 પોઇન્ટ ઘટી 82201 બંધ થયો હતો. એનએસઇ નિફ્ટી 53 પોઇન્ટ ઘટી 25145 બંધ થયો હતો. બીએસઇ માર્કેટકેપ 4,65,66,543 કરોડ રૂપિયા થઇ હતી.
- Sep 05, 2024 13:43 IST
રિલાયન્સની બોર્ડ મિટિંગ, 1:1 બોનસ શેર અંગે નિર્ણય લેવાશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝન આજે બોર્ડ મિટિંગ યોજાવાના છે, જેમાં 1:1 રેશિયોમાં બોનસ શેર અંગે નિર્ણય લેવામાં આવશે. બોર્ડ મિટિંગ પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર અડધા ટકા ઘટી 3013 રૂપિયા બોલાતો હતો. રિલાયન્સનો શેર 3029 પાછલા બંધ સામે ગુરુવારે 3039 રૂપિયા ખુલ્યો અને ઉપરમાં 3052 રૂપિયા અને નીચામાં 3011 રૂપિયા થયો હતો.
- Sep 05, 2024 10:43 IST
રેમન્ડ લાઇફસ્ટાઇલ આઈપીઓમાં ડબલ રિટર્ન, શેર 100 ટકા ઉછાળે લિસ્ટેડ
રેમન્ડ લાઇફસ્ટાઇલ લિમિટેડ આઈપીઓ શેર 100 ટકા ઉછાળે શેરબજારમાં લિસ્ટેડ થયો છે. રેમન્ડ લાઇફસ્ટાઇલ શેર ગુરવારે બીએસઇ સ્ટોક એક્સચેન્જ પર 3000 રૂપિયાના ભાવ લિસ્ટેડ થયો છે. જે કંપનીના શેર દીઠ આઈપીઓ ઇસ્યુ ભાવ 1503 રૂપિયા સામે 100 ટકા પ્રીમિયમ દર્શાવે છે. તો એનએસઇ પર આ આઈપીઓ શેર 3020 રૂપિયાના ભાવે લિસ્ટ થયો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us