Share Market News Highlights: સેન્સેક્સ 167 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 25000 નીચે બંધ, મિડકેપ અને સ્મોલકેપમાં જબરદસ્ત ઉછાળો

Share Market Today News Highlights: શેરબજારમાં ઉંચા મથાળે વેચવાલીથી સેન્સેક્સ અને નિફ્ટી ઘટીને બંધ થયા છે. જો કે મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેકસ 1.2 ટકા સુધી વધ્યા છે. આરબીઆઈ એ વ્યાજદર સ્થિર રાખતા બેંક નિફ્ટ ફલેટ બંધ થયો છે.

Share Market Today News Highlights: શેરબજારમાં ઉંચા મથાળે વેચવાલીથી સેન્સેક્સ અને નિફ્ટી ઘટીને બંધ થયા છે. જો કે મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેકસ 1.2 ટકા સુધી વધ્યા છે. આરબીઆઈ એ વ્યાજદર સ્થિર રાખતા બેંક નિફ્ટ ફલેટ બંધ થયો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
share market | rbi mpc meeting today | share market focus on rbi mpc meeting | stock market today live news | Sensex Nifty | BSE NSE | stock market trading

Share Market News: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા છે. આરબીઆઈ એ સતત 10મી વખત વ્યાજદર સ્થિર રાખ્યા છે.

Share Market Today News Highlights: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી આરબીઆઈની મોનેટરી પોલિસીની ઘોષણા પહેલા વધીને ખુલ્યા છે. જો કે રિઝર્વ બેંક વ્યાજદર સ્થિર રાખતા શેરબજારમાં વેચવાલી નીકળી હતી. સેન્સેકસ 167 પોઇન્ટ ઘટી 81467 બંધ થયો છે. તો નિફ્ટી 31 પોઇન્ટ ઘટીને 25000 લેવલની નીચે 24981 બંધ થયો છે. જો કે બીજી બાજુ બોર્ડર માર્કેટમાં નીચા મથાળે લેવાલીથી મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે.

Advertisment

RBI MPC Announcements : આરબીઆઈ ધિરાણ નીતિ જાહેર કરશે

આરબીઆઈ આજની ધિરાણ નીતિ બેઠકમાં વ્યાજદર ઘટાડે તેવી વ્યાપક અપેક્ષા છે. નોંધનિય છે કે, તાજેતરમાં યુએસ ફેડ રિઝર્વ બેંક તરફથી અડધો ટકો વ્યાજદર ઘટાડવામાં આવ્યા બાદ આરબીઆઈ પણ વ્યાજદર ઘટાડે તેવી અપેક્ષા વધી ગઇ છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટવાથી હોમ લોન, કાર લોન સહિત ઘણી લોનના વ્યાજદર ઘટશે.

એશિયન શેરબજાર નરમ

એશિયાના શેરબજારોમાં આજે ઘટાડા તરફી ટ્રેન્ડ્સ હતો. ગિફ્ટ નિફ્ટી, જાપાનનો નિક્કેઇ 225 ઇન્ડેક્સ અને સ્ટ્રેઇટ્સ ટાઇમ્સ વધીને ટ્રેડ થઇ રહ્યા હતા. જો કે હોંગકોંગ શેરબજાર 650 પોઇન્ટ ડાઉન હતો. તેવી જ રીતે જકાર્તા કોમ્પોઝિટ સાધારણ અને શાંઘાઇ કોમ્પોઝિટ 200 પોઇન્ટના ઘટાડે ટ્રેડ કરી રહ્યો હતો.

  • Oct 09, 2024 15:59 IST

    એફએમસીજી અને ઓઇલ ગેસ શેર તૂટ્યા

    શેરબજારમાં નરમાઇ વચ્ચે એફએમસીજી, મેટલ અને ઓઇલ ગેસ ઇન્ડેક્સ સિવાય તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ વધ્યા હતા. હેલ્થકેર, પાવર, રિયલ્ટી ઇન્ડેક્સ 2.2 ટકા સુધી વધ્યા હતો. જો કે એફએમસીજી ઇન્ડેક્સ 1.3 ટકા અને ઓઇલ ગેસ ઇન્ડેક્સ 0.7 ટકા ઘટ્યા હતા. આજે બીએસઇ માર્કેટકેપ 462.28 લાખ કરોડ રૂપિયા થઇ હતી.



  • Oct 09, 2024 15:56 IST

    મિડકેપ અને સ્મોલકેપમાં જબરદસ્ત ઉછાળો

    બોર્ડર માર્કેટમા નીચા ભાવે લેવાલીથી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. મિડકેપ 509 પોઇન્ટ અને સ્મોલકેપ 670 પોઇન્ટ ઉછળ્યા છે. ટકાવારીની રીતે સવા ટકા સુધી વધ્યા છે.



  • Advertisment
  • Oct 09, 2024 15:54 IST

    સેન્સેક્સ 167 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 25000 નીચે બંધ

    શેરબજારમાં ઉંચા મથાળે વેચવાલી નીકળતા સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા છે. સેન્સેકસ 167 પોઇન્ટ ઘટી 81467 બંધ થયો છે. તો નિફ્ટી 31 પોઇન્ટ ઘટીને 25000 લેવલની નીચે 24981 બંધ થયો છે.



  • Oct 09, 2024 15:26 IST

    સેન્સેક્સ 100 પોઇન્ટ તૂટ્યો, મિડકેપ અને સ્મોલકેપ શેર વધ્યા

    શેરબજાર ટ્રેડિંગના છેલ્લા કલાકમાં તૂટ્યા હતા. સેન્સેક્સ 100 પોઇન્ટ ઘટાડે ટ્રેડ કરી રહ્યો છે. તો નિફ્ટી 50 ઈન્ડેક્સ ફ્લેટ છે. જો કે મિડકેપ 500 પોઇન્ટ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 700 પોઇન્ટથી વધુ ઉછળ્યા છે.



  • Oct 09, 2024 13:54 IST

    સેન્સેક્સ અને બેંક નિફ્ટી ઉંચા મથાળેથી ઘટ્યા, મિડ કેપ સ્મોલકેપમાં ઉછાળો વધ્યા

    શેરબજારમાં ઉંચા મથાળે પ્રોફિટ બુકિંગથી સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા હતા. સેન્સેક્સ 200 પોઇન્ટ અને નિફ્ટી 91 પોઇન્ટ વધીને ટ્રેડ કરી રહ્યા છે. આજે સેશનની શરૂઆતમાં 400 પોઇન્ટથી વધુ ઉછળ્યા બાદ બેંક નિફ્ટી પણ ફ્લેટ ટ્રેડ કરી રહ્યો છે. જો કે નીચા મથાળે લેવાલીથી મિડકેપ 650 અને સ્મોલકેપ ઇન્ડેક્સ 850 પોઇન્ટ જેટલા વધ્યા છે.



  • Oct 09, 2024 11:35 IST

    સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 25200 પાર

    આરબીઆઈ એ વ્યાજદર યથાવત રાખતા શેરબજારમાં ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ 650 પોઇન્ટ વધ્યો છે અને ઉપરમાં 82319 સુધી પહોંચ્યો છે. તો નિફ્ટી 220 પોઇન્ટ વધીને 25200 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બેંક નિફ્ટી, નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 400 પોઇન્ટ વધ્યા છે.



  • Oct 09, 2024 10:38 IST

    આરબીઆઈ દ્વારા સતત 10મી વખત વ્યાજદર સ્થિર

    આરબીઆઈ દ્વારા સતત 10મી વખત વ્યાજદર સ્થિર રાખવામાં આવ્યા છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસીની ઘોષણા કરતા કહ્યું કે, મોંઘવારી દર 4 ટકાની આસપાસ રાખવાનું લક્ષ્ય છે. ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક સ્લોડાઉનની ચિંતા છે.



  • Oct 09, 2024 09:54 IST

    સેન્સેક્સ 230 પોઇન્ટ વધ્યો પણ બેંક નિફ્ટી ફ્લેટ

    સેન્સેક્સ નિફ્ટી આરબીઆઈ મોનેટરી પોલિસી પૂર્વે વધીને ટ્રેડ થઇ રહ્યા છે પરંતુ બેંક નિફ્ટી ઈન્ડેક્સ ફ્લેટ હતો. સેન્સેક્સ 230 પોઇન્ટ વધી 81862 અને નિફ્ટી 83 પોઇન્ટ વધીને 25100 લેવલ આસપાસ ટ્રેડ થઇ રહ્યા છે. જો કે બેંક નિફ્ટી 28 પોઇન્ટ વધીને 51049 છે.



  • Oct 09, 2024 09:31 IST

    આરબીઆઈ ધિરાણનીતિ જાહેર કરશે

    આરબીઆઈ આજે દ્વિમાસિક ધિરાણનીતિ જાહેર થશે. આરબીઆઈ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટાડે છે કે નહીં તેના પર સૌની નજર છે. રિઝર્વ બેંકની 3 દિવસની મોનેટરી પોલિસી મિટિંગ 7 ઓક્ટોબર શરૂ થઇ હતી, જેની આજે સમીક્ષા જાહેર થશે. નોંધનિય છે કે અગાઉ સતત 9 વખત આરબીઆઈ એ મુખ્ય વ્યાજદરોમાં કોઇ ફેરફાર કર્યો નથી.



  • Oct 09, 2024 09:26 IST

    સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા

    સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે વધીને ખુલ્યા છે. બીએસઇ સેન્સેક્સ 81634 પાછલા બંધ સામે આજે 300 પોઇન્ટ વધીને 81954 ખુલયો છે. તો એનએસઇ નિફ્ટી 50 ઈન્ડેક્સ પાછલા બંધ 25013 સામે બુવધારે 50 પોઇન્ટ વધી 25065 ખુલ્યો છે.



બેંક આરબીઆઇ બિઝનેસ શેર બજાર