/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Share-Market-Trading-5.jpg)
Share Market : શેરબજાર (Photo: Freepik)
Share Market Today News Highlight : શેરબજાર ગુરુવારે જબરદસ્ત ઉછાળે 85000 ઉપર ખુલ્યો હતો. જો કે બપોર બાદ પસંદગીના શેરમાં વેચવાલી નીકળતા આરંભીક ઉછાળો ધોવાઇ ગયો હતો. અંતે સેન્સેક્સ માત્ર 130 પોઇન્ટ વધી 84556 બંધ થયો છે. આજે સેન્સેક્સની રેન્જ 84445 થી 85290 રહી હતી. તો એનએસઇ નિફ્ટી 23 પોઇન્ટ વધી 25891 બંધ થયો હતો. નિફ્ટીની ટ્રેડિંગ રેન્જ 26,104 થી 25,862 હતી. આઈટી શેરમાં તેજી જોવા મળી હતી.
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 84426 લેવલથી 727 પોઇન્ટ ઉછળી 85154 ખુલ્યો છે. સેન્સેક્સે ઘણા મહિના બાદ 85000 લેવલ ક્રોસ કર્યું છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,868 લેવલથી 110 પોઇન્ટ ઉછળી આજે 26057 ખુલ્યો હતો.
13 મહિના બાદ નિફ્ટી 26000 પાર
ગુરુવારે શેરબજારમાં મોટો ઉછાળો આવતા સેન્સેક્સ નિફ્ટી 1 વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યા છે. 13 મહિના બાદ નિફ્ટીએ 26000 લેવલ ક્રોસ કર્યું છે. તો સેન્સેક્સે 85100 સપાટી કુદાવી છે. 27 સપ્ટેમ્બર 2024ના રોજ સેન્સેક્સ 85978ની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યો હતો.
ડોલર સામે રૂપિયો 10 પૈસા વધી 87.83 ખુલ્યો
ડોલર સામે રૂપિયો 10 પૈસા વધીને 87.83 ખુલ્યો છે. પાછલો બંધ ભાવ 87.93 હતો. અમેરિકા ભારત વચ્ચે વેપાર મંત્રણા આગળ વધવાના આશાવાદથી રૂપિયો અને શેરબજાર મજબૂત થયા છે.
- Oct 23, 2025 16:43 IST
શેરબજારમાં નફાવસૂલીથી માર્કેટબ્રેડ્થ નેગેટિવ થઇ
શેરબજારમાં ઉંચા મથાળે પ્રોફિટ બુકિંગથી માર્કેટ બ્રેડ્થ પણ નેગેટિવ થઇ છે. બીએસઇ પર 1855 વધીને જ્યારે 2409 શેર ઘટીને બંધ થયા હતા. આજે બીએસઇની માર્કેટકેપ 470.30 લાખ કરોડ રૂપિયા થઇ હતી.
- Oct 23, 2025 16:41 IST
IT ઈન્ડેક્સ સવા બે ટકા વધ્યો, સ્મોલકેપ, મિડકેપ નરમ
શેરબજારમાં ઉંચા મથાળે નફાવસૂલીના દબાણથી સ્મોલકેપ અને મિડકેપ પણ સાધારણ ઘટીને બંધ થયા થયા હતા. આઈટી શેરમાં તેજીથી બીએસઇ આઈટી ઇન્ડેક્સ સૌથી વધુ સવા બે ટકા અને ટેક ઇન્ડેક્સ 1.2 ટકા વધીને બંધ થયો હતો.
- Oct 23, 2025 16:38 IST
સેન્સેક્સ ટોપ 5 ગેઇનર અને લુઝર
આજે સેન્સેક્સના 30 માંથી 22 શેર વધીને બંધ થયા હતા. જેમા ઇન્ફોસિસ 4 ટકા, એચસીએલ ટેક 2.5 ટકા, ટીસીએસ સવા બે ટકા, એક્સિસ બેંક 1.9 ટકા અને કોટક બેંક સવા ટકા વધી સેન્સેક્સના ટોપ 5 ગેઇનર બન્યા હતા. તો સૌથી વધુ ઘટેલા 5 શેરમાં ઇટરનલ 2.9 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.7 ટકા, ભારતી એરટેલ 1.8 ટકા, અદાણી પોર્ટ્સ 1.4 ટકા અને આઈસીઆઈસીઆઈ બેંક 1.4 ટકા વધ્યા હતા.
- Oct 23, 2025 16:36 IST
સેન્સેક્સ 800 ઉછળી અંતે 130 પોઇન્ટ વધીને બંધ
શેરબજાર ગુરુવારે જબરદસ્ત ઉછાળે 85000 ઉપર ખુલ્યો હતો. જો કે બપોર બાદ પસંદગીના શેરમાં વેચવાલી નીકળતા આરંભીક ઉછાળો ધોવાઇ ગયો હતો. અંતે સેન્સેક્સ માત્ર 130 પોઇન્ટ વધી 84556 બંધ થયો છે. આજે સેન્સેક્સની રેન્જ 84445 થી 85290 રહી હતી. તો એનએસઇ નિફ્ટી 23 પોઇન્ટ વધી 25891 બંધ થયો હતો. નિફ્ટીની ટ્રેડિંગ રેન્જ 26,104 થી 25,862 હતી.
- Oct 23, 2025 13:17 IST
Toyota Land Cruiser FJ: ટોયોટા બેબી લેન્ડ કૂઝર એફજે ની પ્રથમ ઝલક , થાર ને આપશે ટક્કર
Toyota Land Cruiser FJ : ટોયોટા લેન્ડ કૂઝર એફજે એસયુવીની પ્રથમ ઝલક સામે આવી છે. નાની સાઇઝના કારણે બેબી લેન્ડ ક્રૂઝર કહેવાતી આ એસયુવી પાવરફુલ એન્જિન અને એડવાન્ડ ફીચર્સ સાથે આવે છે. જાણો ક્યારે રજૂ થશે ...વધુ વાંચો
- Oct 23, 2025 13:00 IST
Realme GT 8 Pro Launch : રિયલમીનો સૌથી પાવરફુલ સ્માર્ટફોન લોન્ચ, 7000mAh બેટરી અને 200 MP કેમેરા, જાણો કિંમત અને ફીચર્સ
Realme GT 8 Pro Price And Specification : રિયલમી જીટી 8 સીરિઝ સ્માર્ટફોન લોન્ચ થયા છે. તેમા Snapdragon 8 Elite Gen 5 SoC અને 7,000mAh બેટરી અને 200 એમપી ટેલીફોટો કેમેરા અને IP69 + IP68 + IP66 રેટિંગ મળે છે. લેટેસ્ટ રિયલમી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે જાણો વિગતવાર ...વધુ માહિતી
- Oct 23, 2025 09:43 IST
ડોલર સામે રૂપિયો 10 પૈસા વધી 87.83 ખુલ્યો
ડોલર સામે રૂપિયો 10 પૈસા વધીને 87.83 ખુલ્યો છે. પાછલો બંધ ભાવ 87.93 હતો. અમેરિકા ભારત વચ્ચે વેપાર મંત્રણા આગળ વધવાના આશાવાદથી રૂપિયો અને શેરબજાર મજબૂત થયા છે.
- Oct 23, 2025 09:39 IST
13 મહિના બાદ નિફ્ટી 26000 પાર
ગુરુવારે શેરબજારમાં મોટો ઉછાળો આવતા સેન્સેક્સ નિફ્ટી 1 વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યા છે. 13 મહિના બાદ નિફ્ટીએ 26000 લેવલ ક્રોસ કર્યું છે. તો સેન્સેક્સે 85100 સપાટી કુદાવી છે. 27 સપ્ટેમ્બર 2024ના રોજ સેન્સેક્સ 85978ની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યો હતો.
- Oct 23, 2025 09:29 IST
સેન્સેક્સ 727 પોઇન્ટ ઉછળી 85000 પાર, નિફ્ટી 26000 ક્રોસ
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 84426 લેવલથી 727 પોઇન્ટ ઉછળી 85154 ખુલ્યો છે. સેન્સેક્સે ઘણા મહિના બાદ 85000 લેવલ ક્રોસ કર્યું છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,868 લેવલથી 110 પોઇન્ટ ઉછળી આજે 26057 ખુલ્યો હતો.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us