Live

Share Market News Live: સેન્સેક્સ 500 પોઇન્ટ ઉછળી 84700 પાર, રિલાયન્સ 2 ટકા વધ્યો

Share Market Today News Live Update : સેન્સેક્સ નિફ્ટી સોમવારે સુધારા સાથે ખુલ્યા હતા. સ્મોલકેપ, મિડકેપ અને બેંક શેરમાં એંકદરે તેજી જોવા મળી હતી.

Written by Ajay Saroya
Updated : October 27, 2025 10:03 IST
Share Market News Live: સેન્સેક્સ 500 પોઇન્ટ ઉછળી 84700 પાર, રિલાયન્સ 2 ટકા વધ્યો
BSE Indian Stock Exchange : બીએસઇ ભારતનું સૌથી જુનું સ્ટોક એક્સચેન્જ (Express Archives)

Share Market Today News Live Update : શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટી સોમવારે સુધારા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 84211 લેવલથી 86 પોઇન્ટ વધી 84297 ખુલ્યો હતો. પસંદગીના બ્લુચીપ શેરમાં તેજીથી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 300 પોઇન્ટ વધીને 84500 ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. એનએસઇ નિફ્ટી 48 પોઇન્ટ વધી 25,843 ખુલ્યો હતો.

સ્મોલકેપ અને મિડકેપ ઉછળ્યા, બેંક શેરમાં તેજી

શેરબજારમાં ચલણી સ્ટોકમાં તેજી રહેતા સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સ 250 પોઇન્ટથી વધુ ઉછળ્યા હતા. બેંક શેરમાં સુધારાથી બેંક નિફ્ટી 272 પોઇન્ટ વધીને ટ્રેડ કરી રહ્યો હતો.

MCX એ બુલિયન ઇન્ડેક્સના ઓપ્શન કોન્ટ્રાક્ટ શરૂ કર્યું

મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) એ 27 ઓક્ટોબર, 2025થી MCX ICOMDEX બુલિયન ઇન્ડેક્સ પર માસિક ઓપ્શન કોન્ટ્રાક્ટ લોન્ચ કર્યું છે. MCX BULLDEX@ કિંમતી ધાતુના સેમગેન્ટનું એક ગતિશિલ પ્રતિનિધિત્વ કરે છે, જે એમસીએક્સ ગોલ્ડ અને સિલ્વર ફ્યૂચર કોન્ટ્રાક્ટ છે.

Live Updates

સેન્સેક્સ 500 પોઇન્ટ ઉછળી 84700 પાર, રિલાયન્સ 2 ટકા વધ્યો

શેરબજાર સકારાત્મક ખુલ્યા બાદ સેન્સેક્સ નિફ્ટીમાં તેજીનો માહોલ છે. સેન્સેક્સ 500 પોઇન્ટ ઉછળી 84700 લેવલ કુદાવી ગયો છે. તો નિફ્ટી 150 પોઇન્ટ જેટલો વધ્યો અને 25940 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. બ્લુચીપ શેરમાં રિલાયન્સ અને ભારતી એરટેલ 2 ટકા, ટાટા સ્ટીલ 1.8વટકા, ટાટા મોટર્સ 1.4 ટકા અને એચડીએફસી બેંક, એસબીઆઈ, એચસીએલ ટેક 1 ટકા આસપાસ વધ્યા હતા.

IPO : લેન્સકાર્ટ સહિત આ અઠવાડિયે 4 આઈપીઓ ખુલશે, રોકાણકારો માટે કમાણીનો મોકો

Upcoming IPO This Week : લેન્સકાર્ટ આઈપીઓ સહિત નવા 4 IPO આ અઠવાડિયે ખુલી રહ્યા છે, જેમા રોકાણકારોને કમાણી થઇ શકે છે. અહીં આવનાર આઈપીઓની તારીખ, શેર લિસ્ટિંગ સહિત તમામ વિગત આપી છે. …વધુ વાંચો

MCX એ બુલિયન ઇન્ડેક્સના ઓપ્શન કોન્ટ્રાક્ટ શરૂ કર્યું

મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) એ 27 ઓક્ટોબર, 2025થી MCX ICOMDEX બુલિયન ઇન્ડેક્સ પર માસિક ઓપ્શન કોન્ટ્રાક્ટ લોન્ચ કર્યું છે. MCX BULLDEX@ કિંમતી ધાતુના સેમગેન્ટનું એક ગતિશિલ પ્રતિનિધિત્વ કરે છે, જે એમસીએક્સ ગોલ્ડ અને સિલ્વર ફ્યૂચર કોન્ટ્રાક્ટ છે.

સ્મોલકેપ અને મિડકેપ ઉછળ્યા, બેંક શેરમાં તેજી

શેરબજારમાં ચલણી સ્ટોકમાં તેજી રહેતા સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સ 250 પોઇન્ટથી વધુ ઉછળ્યા હતા. બેંક શેરમાં સુધારાથી બેંક નિફ્ટી 272 પોઇન્ટ વધીને ટ્રેડ કરી રહ્યો હતો.

સેન્સેક્સ 300 પોઇન્ટ વધી 84500 પાર, નિફ્ટી મજબૂત

શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટી સોમવારે સુધારા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 84211 લેવલથી 86 પોઇન્ટ વધી 84297 ખુલ્યો હતો. પસંદગીના બ્લુચીપ શેરમાં તેજીથી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 300 પોઇન્ટ વધીને 84500 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 48 પોઇન્ટ વધી 25,843 ખુલ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ