Share Market Today News Live Update : શેરબજાર વૈશ્વિક નકારાત્મક સંકેતના પગલે ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 84,778 લેવલથી 150 પોઇન્ટ ઘટીને મંગળવારે 84,625 ખુલ્યો હતો. તો એનએસઇ 60 પોઇન્ટ ગટીને 25,939 ખુલ્યો હતો. બજાજ ફિનસર્વ, એશિયન પેઇન્ટ, ઇન્ફોસિસ, એક્સિસ બેંક અને એચડીએફસી બેંક અડધા થી 1 ટકા આસપાસ નરમ હતા.
Lenskart IPO Price Band : લેન્સકાર્ટ આઈપીઓની પ્રાઇસ બેન્ડ જાહેર
ગોગલ્સ અને કોન્ટેક્ટ લેન્સ બનાવતી લેન્સકાર્ટ કંપનીનો આઈપીઓ 31 ઓક્ટોબરે ખુલી રહ્યો છે. કંપનીએ 7278.02 કરોડ રૂપિયાના આઈપીઓ પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે. આઈપીઓ ઇશ્યૂ પ્રાઈસ 382 – 402 પ્રતિ શેર અને લોટ સાઇઝ 37 શેર છે. આઈપીઓમાં 2150 કરોડ રૂપિયાના ફ્રેશ ઇશ્યૂ અને બાકીનો OFS હશે, જેમા કંપનીના પ્રમોટર અને શેરધારકો પોતાનો શેર વેચશે. રોકાણકારો 4 નવેમ્બર સુધી આઈપીો સબ્સક્રાઇબ કરી શકે છે. 6 નવેમ્બરે શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ 7 નવેમ્બરે BSE, NSE પર શેર લિસ્ટિંગ થઇ શકે છે.
આજે ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના PM સાને તાકાઇચી વચ્ચે મુલાકાત
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના નવા રાષ્ટ્રપતિ સાને તાકાઇચીની ટોક્યોમાં આજે મુલાકાત થવાની છે. સોમવારે ટ્રમ્પ ટોક્યો પહોંચ્યા હતા અને સમ્રાટ નારૂહિતો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત સાને તાકાઇચી માટે બહુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે તેઓ જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન છે અને આ તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય બેઠક છે. રોકાણકારોને અપેક્ષા છે કે, આ મુલાકાત અમેરિકા જાપાન વેપાર સંબંધ, રક્ષા સહયોગ અને એશિયા પ્રશાંત ક્ષેત્રની આર્થિક સ્થિરતા પર સ્પષ્ટ સંકેત મળશે.





