Share Market Today News Live Update : શેરબજાર માટે શુક્રવાર ફરી બ્લેક ફ્રાઇડ બની રહ્યો છે. એશિયન શેરબજારના નકારાત્મક સંકેત અને FIIની વેચવાલીથી શુક્રવારે સેન્સેક્સ 161 પોઇન્ટ ઘટી 83,150 ખુલ્યો હતો. શેરબજારમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 82690 લેવલ નીચે ઉતરી ગયો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,509 લેવલથી નીચા ગેપમાં આજે 25433 ખુલ્યો હતો.





