/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/BSE-Share-Market.jpg)
BSE Indian Stock Exchange : બીએસઇ ભારતનું સૌથી જુનું સ્ટોક એક્સચેન્જ (Express Archives)
Share Market Today News Highlight : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી મોટા ઘટાડે ખુલ્યા બાદ રિકવરી મોડીમાં મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ ઉપર બંધ રહેવામાં સફળ થયા છે. સેન્સેક્સ 54 પોઇન્ટ ઘટી 85213 અને નિફ્ટી 20 પોઇન્ટ ઘટી 260027 બંધ થયો છે. ઇન્ટ્રા ડે સેશનમાં સેન્સેક્સ 360 પોઇન્ટથી વધુ ઘટીને 85000 લેવલ તોડી નીચામાં 84840 થયો હતો. તો નિફ્ટી 25,904 ઇન્ટ્રા ડે લો થયો હતો. પીએસયુ બેંક, આઈટી અને એફએમસીજી શેરમાં નીચા ભાવે ખરીદીથી બજારને ટેકો મળ્યો હતો.
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સોમવારે મોટા ઘટાડે ખુલ્યા હતા. ગ્લોબલ ટેક કંપનીઓના શેરમાં વેચવાલી અને એશિયન બજારોમાં મોટા કડાકાથી ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ પણ નબળું પડ્યું હતું. સેન્સેક્સ 350 પોઇન્ટથી વધુ ઘટાડે 84,891 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 116 પોઇન્ટ ઘટી 26930 ખુલ્યો હતો. સેન્સેક્સનો પાછલો બંધ 85267 અને નિફ્ટીનો 26046 હતો.
ડોલર સામે રૂપિયો 90.57 રેકોર્ડ લો
ડોલર સામે રૂપિયો આજે સોમવારે 90.57 ખુલ્યો હતો, જે નવી ઐતિહાસિક નીચી સપાટી છે. ગત શુક્રવારે ડોલર સામે રૂપિયો 90.42 બંધ થયો હતો.
એશિયન શેરબજારોમાં કડાકો
ગ્લોબલ ટેક કંપનીઓના શેરમાં વેચવાલીથી એશિયન શેરબજારોમાં મંદીનો માહોલ છે. જાપાનીઝ શેરબજાર 800 પોઇન્ટ, હોંગકોંગ 250 પોઇન્ટ, તાઇવાન શેરબજાર 300 પોઇન્ટ, કોરિયા શેરબજાર 60 પોઇન્ટ અને ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 130 પોઇન્ટથી વધુ ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યા છે.
- Dec 15, 2025 16:12 IST
સ્મોલકેપ અને મિડકેપ શેર સુધર્યા
ચલણી શેરમાં રિકવરી થી સ્મોલકેપ 206 પોઇન્ટ વધ્યો હતો. ઓટો અને હેલ્થકેર ઇન્ડેક્સ બાદ કરતા તમામ ઇન્ડેક્સ વધ્યા હતા. ઓટો ઇન્ડેક્સ 537 પોઇન્ટ અને હેલ્થકેર 111 પોઇન્ટ ઘટ્યા હતા. તો કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 274 પોઇન્ટ અને આઈટી ઇન્ડેક્સ 114 પોઇન્ટ સુધર્યા હતા. બીએસઇના 2238 શેર વધીને જ્યારે 2033 શેર ઘટીને બંધ થયા હતા. બીએસઇની માર્કેટકેપ 470. 93 લાખ રોડ રૂપિયા થઇ હતી.
- Dec 15, 2025 16:08 IST
FMCG, IT શેર રિકવર, ઓટો શેર તૂટ્યા
આજે એફએમસીજી, આઈટી અને બેંક શેર રિકવર થયા હતા જ્યારે ઓટો શેર તૂટ્યા હતા. સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 14 શેર વધ્યા હતા. જેમા એચયુએલ 1.4 ટકા, ટ્રેન્ટ, એચસીએલ ટેક, એશિયન પેઇન્ટ અને ટાટા સ્ટીલ અડધા ટકા આસપાસ સુધર્યા હતા. તો બીજી બાજુ મહિન્દ્ર મહિન્દ્રા, મારૂતિ, અદાણી પોર્ટ્સ, બજાજ ફિનસર્વ અને એચડીએફસી બેંકના શેર અડધા થી 2 ટકા સુધી ઘટ્યા હતા.
- Dec 15, 2025 16:05 IST
શેરબજારમાં મોટી વધઘટ બાદ સેન્સેક્સ 85000 અને નિફ્ટી 26000 ઉપર બંધ રહેવામાં સફળ
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી મોટા ઘટાડે ખુલ્યા બાદ રિકવરી મોડીમાં મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ ઉપર બંધ રહેવામાં સફળ થયા છે. સેન્સેક્સ 54 પોઇન્ટ ઘટી 85213 અને નિફ્ટી 20 પોઇન્ટ ઘટી 260027 બંધ થયો છે. ઇન્ટ્રા ડે સેશનમાં સેન્સેક્સ 360 પોઇન્ટથી વધુ ઘટીને 85000 લેવલ તોડી નીચામાં 84840 થયો હતો. તો નિફ્ટી 25,904 ઇન્ટ્રા ડે લો થયો હતો. પીએસયુ બેંક, આઈટી અને એફએમસીજી શેરમાં નીચા ભાવે ખરીદીથી બજારને ટેકો મળ્યો હતો.
- Dec 15, 2025 15:59 IST
Jio Happy New Year 2026 Plans: જિયો હેપ્પી ન્યૂ યર 2026 પ્લાન, માત્ર ₹ 103 થી શરૂ, 5G ડેટા અને OTT સાથે AI ટૂલ્સ ફ્રી
Jio Happy New Year 2026 Prepaid Plans : રિલાયન્સ જિઓએ ત્રણ હેપ્પી ન્યૂ યર 2026 પ્લાન લોન્ચ કર્યા છે, જે 103 રૂપિયાના રિચાર્જ પ્લાનથી શરૂ થાય છે. ઉપરાંત આ પ્લાનમાં Gemini Pro AI સર્વિસ ઉપરાંત અનલિમિટેડ કોલિંગ અને 5જી ડેટા, એસએમએસ, OTT એક્સેસ સહિત ઘણા ફાયદા મળે છે. ...બધું જ વાંચો
- Dec 15, 2025 14:48 IST
Motorola Edge 70 Launch: મોટોરોલા એ ભારતમાં પેન્સિલ કરતા પાતળો સ્માર્ટફોન લોન્ચ કર્યો, 50MP સેલ્ફી કેમેરા અને 3 અપગ્રેડ મળશે
Motorola Edge 70 Launched in India: મોટોરોલા એજ 70 લોન્ચ: મોટોરોલા એજ 70 સ્માર્ટફોનમાં 50 એમપી ટ્રિપલ રિયર કેમેરા, 5000mAh બેટરી અને 256 જીબી સ્ટોરેજ આવે છે. આ સ્માર્ટફોન પર 1000 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. ...વધુ માહિતી
- Dec 15, 2025 14:38 IST
2026 MG Hector Launch: એમજી હેક્ટર ફેસલિસ્ટ લોન્ચ, 5 અને 7 સીટર વેરિયન્ટ, કિંમત 11.99 લાખથી શરૂ
2026 MG Hector Launch Today: એમજી હેક્ટર ફેસલિસ્ટ 5 સીટર અને 7 સીટર વેરિયન્ટમાં લોન્ચ થઇ છે. નવી એમજી હેક્ટર એસયુવીની કિંમત એક્સ શો રૂમ 11.99 લાખથી શરૂ થાય છે. ...સંપૂર્ણ વાંચો
- Dec 15, 2025 10:37 IST
કોરોના રેમેડીઝ શેર લિસ્ટિંગ ધમાકેદાર, રોકાણકારોને 38 ટકા નફો મળ્યો
ફાર્મા કંપની કોરોના રેમેડીઝ શેર લિસ્ટિંગ ધમાકેદાર રહ્યું છે. NSE પર કોરોનો રેમેડીઝનો શેર 1470 રૂપિયાના ભાવે ખુલ્યો છે, જ્યારે IPO પ્રાઇસ બેન્ડ 1062 રૂપિયા પ્રતિ શેર હતી. આ શેર લિસ્ટિંગ પર આઈપીઓ શેરધારકોને 38 ટકા લિસ્ટિંગ ગેઇન એટલે કે 38 ટકા નફો થયો છે. BSE પર કોરોનો રેમેડીઝનો શેર 1452 રૂપિયાના ભાવે ખુલ્યો છે. 655.37 કરોડ રૂપિયાનો આ આઈપીઓ 144.54 ગણો ભરાયો હતો.
- Dec 15, 2025 09:37 IST
એશિયન શેરબજારોમાં કડાકો
ગ્લોબલ ટેક કંપનીઓના શેરમાં વેચવાલીથી એશિયન શેરબજારોમાં મંદીનો માહોલ છે. જાપાનીઝ શેરબજાર 800 પોઇન્ટ, હોંગકોંગ 250 પોઇન્ટ, તાઇવાન શેરબજાર 300 પોઇન્ટ, કોરિયા શેરબજાર 60 પોઇન્ટ અને ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 130 પોઇન્ટથી વધુ ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યા છે.
- Dec 15, 2025 09:34 IST
ડોલર સામે રૂપિયો 90.57 નવા ઐતિહાસિક તળિયે
ડોલર સામે રૂપિયો આજે સોમવારે 90.57 ખુલ્યો હતો, જે નવી ઐતિહાસિક નીચી સપાટી છે. ગત શુક્રવારે ડોલર સામે રૂપિયો 90.42 બંધ થયો હતો.
- Dec 15, 2025 09:31 IST
સેન્સેક્સ 350 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 100 પોઇન્ટ નરમ
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સોમવારે મોટા ઘટાડે ખુલ્યા હતા. ગ્લોબલ ટેક કંપનીઓના શેરમાં વેચવાલી અને એશિયન બજારોમાં મોટા કડાકાથી ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ પણ નબળું પડ્યું હતું. સેન્સેક્સ 350 પોઇન્ટથી વધુ ઘટાડે 84,891 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 116 પોઇન્ટ ઘટી 26930 ખુલ્યો હતો. સેન્સેક્સનો પાછલો બંધ 85267 અને નિફ્ટીનો 26046 હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us