Share Market Today News Highlight : શેરબજારમાં નફાવસૂલીનું દબાણ રહેતા સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 593 પોઇન્ટ ઘટી 84404 અને નિફ્ટી 176 પોઇન્ટ ઘટી 25878 બંધ થયો છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 84,906 થી 84,312 હતી. તો એનએસઇ નિફ્ટી 26,032 થી 25,845 ની રેન્જમાં રહ્યો હતો. આઈટી અને રિલાયન્સ જેવા બ્લુચીપ શેરમાં વેચવાલીથી માર્કેટમાં દબાણ રહ્યું છે. ઓક્ટોબર એક્સપાયરીના દિવસે માર્કેટમાં વોલેટાલિટી વધારે હતી.
શેરબજાર નફાવસૂલીના દબાણ હેઠળ ગુરવારે ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 84,997 થી 247 પોઇન્ટ ઘટી ગુરુવારે 84,750 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 26,053 થી નીચા ગેપમાં ગુરુવારે 25984 ખુલ્યો હતો. બજાર ખુલવાની શરૂઆતમાં જ સેન્સેક્સ 300 પોઇન્ટ તૂટીને 85660 લેવલ સુધી ઘટ્યો હતો.
યુએસ ફેડે વ્યાજદર 0.25 ટકા ઘટાડ્યા
યુએસ ફેડ રિઝર્વે વ્યાજદર સતત બીજી વખત ઘટાડ્યા છે. 28 – 29 ઓક્ટોબરે યોજાયેલી યુએસ ફેડ રિઝર્વની પોલિસી મિટિંગમાં વ્યાજદર 0.25 ટકા ઘટાડીને 4 ટકા થી 3.75 ટકા કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બરમાં પણ યુએસ ફેડ રિઝર્વ આટલા જ વ્યાજદર ઘટાડ્યા હતા. યુએસ ફેડ રિઝર્વે વ્યાજદર ઘટાડ્યા બેંકો માટે ધિરાણ મેળવવું વધુ સસ્તું થશે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે બેઠક
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે દક્ષિણ કોરિયામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી રહ્યા છે. બંને દેશો વચ્ચે વધતા ટેરિફ તણાવ વચ્ચે છ વર્ષ પછી બંને વિશ્વના નેતાઓ સામસામે આવી રહ્યા છે તેના પર બધાની નજર છે. બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચેની વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ પહેલાથી જ વેપાર યુદ્ધમાં ફસાઈ ગઈ છે જેણે વૈશ્વિક અર્થતંત્રને તબાહ કરી દીધું છે, પરંતુ હવે બંને દેશો તેમના વેપાર તણાવને હળવો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.





