Share Market News : શેરબજાર સતત બીજા દિવસે ઘટીને બંધ, રિલાયન્સ 4.5 ટકા તૂટ્યો

Share Market Today News Highlight : શેરબજાર સતત બીજા દિવસે ઘટાડે બંધ થયા છે. રિલાયન્સ, ટ્રેન્ડ અને આઈટીસી જેવા બ્લુચીપ શેર 2 થી 9 ટકા સુધી તૂટ્યા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરમાં નફાવસૂલી થઇ છે.

Share Market Today News Highlight : શેરબજાર સતત બીજા દિવસે ઘટાડે બંધ થયા છે. રિલાયન્સ, ટ્રેન્ડ અને આઈટીસી જેવા બ્લુચીપ શેર 2 થી 9 ટકા સુધી તૂટ્યા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરમાં નફાવસૂલી થઇ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market | BSE | Sensex | stock market | sensex nifty |  bse building | Indian Share Market | | stock market exchange

Share Market BSE Sensex : ભારતીય શેરબજાર બીએસઇ સેન્સેક્સ. Photograph: ((Express photo by Nirmal Harindran))

Share Market Today News Highlight : શેરબજાર સતત બીજા દિવસે ઘટીને બંધ થયું છે. સેન્સેક્સ 376 પોઇન્ટ ઘટી 85063 અને નિફ્ટી 71 પોઇન્ટ ઘટી 26178 બંધ થયા છે. સેન્સેક્સ માટે 85000 મજબૂત સપોર્ટ લેવલ છે.  સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 500 જેટલો ઘટીને 84,900ના તળિયે ગયો હતો. વૈશ્વિક અનિશ્ચિતતા અને ડોલર સામે રૂપિયામાં નરમાઇથી માર્કેટ સેન્ટિમેન્ટ નરમ છે.  રિલાયન્સ, ટ્રેન્ડ અને આઈટીસી જેવા બ્લુચીપ શેર 2 થી 9 ટકા સુધી તૂટ્યા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરમાં નફાવસૂલી થઇ છે.

Advertisment

શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી મંગળવારે નોંધપાત્ર ઘટ્યા છે. સેન્કેક્સ 108 પોઇન્ટ ઘટી 85,331 ખુલ્યો હતો. બ્લુચીપ શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 300 પોઇન્ટ ઘટી 85007 થયો હતો. એનએસઇ નિફ્ટી 61 પોઇન્ટ ઘટી 26,189 ખુલ્યો હતો. ભૂરાજકીય તણાવ અને એફઆઇઆઈની વેચવાલીથી માર્કેટ દબાણ હેઠળ છે. 

ટ્રેન્ટ શેરમાં 7.5 ટકાનો કડાકો, રિલાયન્સ 3.5 ટકા તૂટ્યો

સેન્સેક્સના પસંદગીના બ્લુચીપ શેર ટ્રેન્ટમાં ભારે વેચવાલી 7.5 ટકા તૂટ્યો છે અને 4100 રૂપિયા થયો હતો. રિલાયન્સ પણ 3.5 ટકા સુધી ઘટ્યો છે. એચડીએફસી બેંક 1.7 ટકા, ઇટરનલ દોઢ ટકા, અદાણી પોર્ટ્સ અને એચયુએલના શેર અડધા ટકા ઘટ્યા છે.

  • Jan 06, 2026 17:33 IST

    ચાંદી 4000 ઉછળી, સોનું પણ વધ્યું

    સોના ચાંદીના ભાવ મંગળવારે ફરી વધ્યા હતા. અમદાવાદમાં ચાંદી 4000 રૂપિયા વધી હતી. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 2,42,000 રૂપિયા થઇ હતી, જે ગઇકાલે 2,38,000 રૂપિયા હતી. તો સોનું 500 રૂપિયા સુધર્યું હતું. 99.9 શુદ્ધ 24 કેરેટ સોનાની કિંમત 1,41,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. તો 99.5 શુદ્ધ 23 કેરેટ સોનાની કિંમત 1,41,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી.

  • Jan 06, 2026 17:29 IST

    મિડકેપ અને સ્મોલકેપ શેરમાં વેચવાલી

    મિડકેપ 114 પોઇન્ટ અને સ્મોલકેપ 201 પોઇન્ટ ઘટીને બંધ થયા છે. સેક્ટોરિલ ઇન્ડેક્સમાં ઓઇલ ગેસ ઇન્ડેક્સ સૌથી વધુ 1.2 ટકા અને એનર્જી ઇન્ડેક્સ 1.7 ટકા ઘટ્યા હતા જ્યારે હેલ્થકેર 1.4 ટકા વધ્યો હતો. આજે બીએસઇની માર્કેટકેપ 479.60 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 1.35 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો દર્શાવે છે.

  • Advertisment
  • Jan 06, 2026 17:26 IST

    ટ્રેન્ટ 9 ટકા અને રિલાયન્સ 5 ટકા તૂટ્યા

    શેરબજારમાં ભારે વેચવાલીથી સેન્સેક્સના બ્લુચીપ શેર નોંધપાત્ર ઘટ્યા છે. ટ્રેન્ટ શેર 9 ટકા જેટલો ઘટી 4047 બંધ થયો છે. તો રિલાયન્સ 4.5 ટકા ઘટ્યો અને 1507 રૂપિયા બંધ થયો છે. આઈટીસી, કોટક બેંક અને ઈન્ડિગો શેર 2 - 2 ટકા ઘટ્યા છે. સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 13 શેર ઘટીને બંધ થયા છે. ટોપ 5 ગેઇનર શેરમાં આઈસીઆઈસીઆઈ બેંક 3 ટકા, એચયુએલ 1.7 ટકા, સન ફાર્મા પોણ બે ટકા, એસબીઆઈ 1.3 ટકા અને ટીસીએસ 1.3 ટકા વધ્યા હતા.

  • Jan 06, 2026 17:24 IST

    સેન્સેક્સ 376 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 71 પોઇન્ટ નરમ

    શેરબજાર સતત બીજા દિવસે ઘટીને બંધ થયું છે. સેન્સેક્સ 376 પોઇન્ટ ઘટી 85063 અને નિફ્ટી 71 પોઇન્ટ ઘટી 26178 બંધ થયા છે. સેન્સેક્સ માટે 85000 મજબૂત સપોર્ટ લેવલ છે.  સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 500 જેટલો ઘટીને 84,900ના તળિયે ગયો હતો. વૈશ્વિક અનિશ્ચિતતા અને ડોલર સામે રૂપિયામાં નરમાઇથી માર્કેટ સેન્ટિમેન્ટ નરમ છે.

  • Jan 06, 2026 09:38 IST

    ટ્રેન્ટ શેરમાં 7.5 ટકાનો કડાકો, રિલાયન્સ 3.5 ટકા તૂટ્યો

    સેન્સેક્સના પસંદગીના બ્લુચીપ શેર ટ્રેન્ટમાં ભારે વેચવાલી 7.5 ટકા તૂટ્યો છે અને 4100 રૂપિયા થયો હતો. રિલાયન્સ પણ 3.5 ટકા સુધી ઘટ્યો છે. એચડીએફસી બેંક 1.7 ટકા, ઇટરનલ દોઢ ટકા, અદાણી પોર્ટ્સ અને એચયુએલના શેર અડધા ટકા ઘટ્યા છે.

  • Jan 06, 2026 09:32 IST

    સેન્સેક્સ 300 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 26150 લેવલ નીચે

    શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી મંગળવારે નોંધપાત્ર ઘટ્યા છે. સેન્કેક્સ 108 પોઇન્ટ ઘટી 85,331 ખુલ્યો હતો. બ્લુચીપ શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 300 પોઇન્ટ ઘટી 85007 થયો હતો. એનએસઇ નિફ્ટી 61 પોઇન્ટ ઘટી 26,189 ખુલ્યો હતો. ભૂરાજકીય તણાવ અને એફઆઇઆઈની વેચવાલીથી માર્કેટ દબાણ હેઠળ છે. 

શેર બજાર બિઝનેસ