Share Market Today News Live Update : શેરબજાર દિવાળીના દિવસે તેજી સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 83952 લેવલથી 300 પોઇન્ટ વધી આજે 84,269 ખુલ્યો હતો. માર્કેટ ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં જ સેન્સેક્સ 700 પોઇન્ટ જેટલો ઉછળી 84666 સુધી વધ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,709 લેવલથી 112 પોઇન્ટ વધી આજે 25,824 ખુલ્યો હતો.
Eternal ને 128 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ નોટીસ, શેર નરમ
ઝોમેટો ની પેરન્ટ કંપની ઇટરનલને ઉત્તર પ્રદેશ કર વિભાગ તરફથી 128 કરોડ રૂપિયાથી વધુની ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી છે. તેમા ટેક્સ, વ્યાજ અને દંડની રકમ સામેલ છે. ઓર્ડર એપ્રિલ 2023 થી માર્ચ 2024ના સમયગાળા માટે આઉટપુટ ટેક્સ ઓછો આપવા અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ વધારે લેવાના કારણે ટેક્સ ડિમાન્ડ નોટીસ જારી કરવામાં આવી છે. આ મામલે કંપનીએ કહ્યું કે, તેમનો કેસ મજબૂત છે અને તે ટેક્સ ડિમાન્ટ નોટસ વિરુદ્ધ અપીલ કરશે. આજે બીએસઇ પર ઇટરનલનો શેર 0.8 ટકા ઘટી 339 રૂપિયા બોલાયો હતો.