Live

Share Market News Live: સેન્સેક્સ 200 પોઇન્ટ સુધર્યો, બેંક શેર મજબૂત

Share Market Today News Live Update : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સોમવારે સુધારે ખુલ્યા હતા. બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની પ્રચંડ જીત અને વૈશ્વિક બજારોના મજબૂત સંકેતથી માર્કેટ સેન્ટિમેન્ટ સુધર્યું છે.

Written by Ajay Saroya
Updated : November 17, 2025 09:46 IST
Share Market News Live: સેન્સેક્સ 200 પોઇન્ટ સુધર્યો, બેંક શેર મજબૂત
BSE Indian Stock Exchange : બીએસઇ ભારતનું સૌથી જુનું સ્ટોક એક્સચેન્જ (Express Archives)

Share Market Today News Live Update : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સોમવારે સુધારે ખુલ્યા હતા. બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની પ્રચંડ જીત અને વૈશ્વિક બજારોના મજબૂત સંકેતથી માર્કેટ સેન્ટિમેન્ટ સુધર્યું છે. સેન્સેક્સ પાછલા બંધ 84,562 લેવલથી 138 પોઇન્ટ વધીને 84,700 ખુલ્યો હતો. સેન્સેક્સ ઓપનિંગ સેશનમાં 200 પોઇન્ટ જેટલો વધીને 84788 સુધી ગયો હતો. તો એનએસઇ નિફ્ટી 38 પોઇન્ટના સુધારામાં 25948 ખુલ્યો હતો.

અમેરિકાના આર્થિક આંકડાઓ પર નજર

અમેરિકામાં 43 દિવસનું શટડાઉન સમાપ્ત થયા બાદ હવે યુએસ ઇકોનોમીના ઘણા આર્થિક આંકડાઓ જાહેર થવાના છે, જેના પર માર્કેટની નજર રહેશે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 200 થી વધુ ખાદ્ય પેદાશો પર ટેરિફમાં ફેરફારના નિર્ણયની બજારની પ્રતિક્રિયા મંદ રહી છે.

અદાણી એન્ટરપ્રાઇસના 25000 કરોડના રાઇટ્સ ઇશ્યૂની આજે રેકોર્ડ ડેટ

અદાણી એન્ટરપ્રાઇસ કંપની 25000 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ લાવી રહી છે. આ કંપનીના બોર્ડે 1 રૂપિયા પ્રતિ શેરની આંશિક રૂપે પેડ અપ ઇક્વિટી શેર વાળા રાઇટ્સ ઇશ્યૂને મંજૂરી આપી છે. રાઇટ્સ ઇશ્યૂ માટે રેકોર્ડ ડેટ 17 નવેમ્બર છે, એટલે કે અદાણી એન્ટરપ્રાઇસનો શેર એક્સ રાઇટ ટ્રેડ થશે. કંપની 24,930.30 કરોડ રૂપિયાની કુલ રકમ માટે 13.85 કરોડથી વધુ ઇક્વિટી શેર રાઇટ્સ ઇશ્યૂમાં જારી કરવામાં આવશે. રાઇટ્સ ઇશ્યૂ માટે પ્રાઇસ 1800 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. રાઇટ્સ ઇશ્યૂ 25 નવેમ્બર ખુલશે અને 10 ડિસેમ્બરે બંધ થશે.

Live Updates

IPOs This Week: ફિઝિક્સવાલા સહિત 7 કંપનીના શેર લિસ્ટિંગ થશે, નવા સપ્તાહે માત્ર 2 IPO ખુલશે

Upcoming IPOs And Share Listing This Week : આઈપીઓ રોકાણકારોને આ અઠવાડિયે 4 IPOમાં રોકાણ કરવાની તક મળશે, જેમા પાછલા સપ્તાહે ખુલેલા બે પબ્લિક ઇશ્યૂ પણ સામેલ છે. સૌથી ખાસ આ સપ્તાહમાં ફિઝિક્સવાલા સહિત 7 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. …સંપૂર્ણ માહિતી

સેન્સેક્સ 200 પોઇન્ટ સુધર્યો, બેંક શેર મજબૂત

શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સોમવારે સુધારે ખુલ્યા હતા. બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની પ્રચંડ જીત અને વૈશ્વિક બજારોના મજબૂત સંકેતથી માર્કેટ સેન્ટિમેન્ટ સુધર્યું છે. સેન્સેક્સ પાછલા બંધ 84,562 લેવલથી 138 પોઇન્ટ વધીને 84,700 ખુલ્યો હતો. સેન્સેક્સ ઓપનિંગ સેશનમાં 200 પોઇન્ટ જેટલો વધીને 84788 સુધી ગયો હતો. તો એનએસઇ નિફ્ટી 38 પોઇન્ટના સુધારામાં 25948 ખુલ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ