Share Market Today News Highlights: સેન્સેક્સ અને નિફ્ટી ઘટીને બંધ, આઈટી બેંક સ્ટોક સૌથી વધુ તૂટ્યા

Stock Market Today News Highlights: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી બુધવારે મોટા કડાકા સાથે ખૂલ્યા બાદ ઘટીને બંધ થયા છે. આઈટી અને બેન્કિંગ શેર સૌથી વધુ તૂટ્યા છે.

Stock Market Today News Highlights: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી બુધવારે મોટા કડાકા સાથે ખૂલ્યા બાદ ઘટીને બંધ થયા છે. આઈટી અને બેન્કિંગ શેર સૌથી વધુ તૂટ્યા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market Crash: શેરબજારમાં કડાકાના 5 કારણ, સેન્સેક્સ 1200 પોઇન્ટ ખાબક્યો, રોકાણકારોને કરોડોનું નુકસાન

શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલાયો છે.

Stock Market Today News Highlights: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી બુધવારે મોટા કડાકા સાથે ખૂલ્યા બાદ ઘટીને બંધ થયા છે. આઈટી અને બેન્કિંગ શેર સૌથી વધુ તૂટ્યા છે. શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટીમાં બુધવારે કડાકો બોલાયો છે. એશિયન માર્કેટમાં નકારાત્મક ટ્રેડિંગના સંકેત વચ્ચે ભારતીય શેરબજાર પણ મોટા ઘટાડે ખુલ્યા છે. મંગળવના બંધ સામે બુધવારે સેન્સેક્સ 700 પોઇન્ટ અને નિફ્ટી 190 પોઇન્ટ નીચા ગેપમાં ખુલ્યા હતા. સમગ્ર ટ્રેડિંગ સેશન દરમિયાન વેચવાલીનું દબાણ રહેતા સેન્સેક્સ અને નિફ્ટી ઘટીને બંધ થયા હતા.

Advertisment

સેન્સેક્સ 700 પોઇન્ટના કડાકા સાથે ખુલ્યા

બીએસઇ સેન્સેક્સ બુધવારે મોટા ઘટાડે ખૂલ્યા છે. સેન્સેક્સ 82555 મંગળવારના બંધ સામે બુધવારે 700 પોઇન્ટથી નીચા ગેપમાં 81845 ખુલ્યા હતા. ઓપનિંગ સેશનની શરૂઆતની મિનિટોમાં સેન્સેક્સ 81833 સુધી ઘટ્યો હતો. જો કે થોડાક સમય બાદ સેન્સેક્સ ફરી 82000 લેવલ ઉપર આવી ગયું હતું.

એનએસઇ નિફ્ટી માટે 25000 મજબૂત સપોર્ટ

એનએસઇ નિફ્ટી 25279 પાછલા બંધ સામે બુધવારે 190 પોઇન્ટના ઘટાડે 25089 ખુલ્યા હતા. નિફ્ટી નીચામાં 25083 સુધી ગયો હતો. આમ નિફ્ટીમાં 25000 મજબૂત સપોર્ટ લેવલ છે.

  • Sep 04, 2024 16:06 IST

    ICICI, SBI અને એક્સિસ બેંક ટોપ લૂઝર બેંક સ્ટોક

    બુધવારે બેંક શેર સૌથી વધુ ઘટ્યા છે. સેન્સેક્સના 30 બ્લુચીપ શેરમાં 19 શેર ઘટીને બંધ થયા હતા. જેમા આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ અને એક્સિસ બેંક શેર 1 ટકાથી વધુ તૂટ્યા હતા. તો ઇન્ફોસિસ, એલએન્ડટી અને ટીસીએસ બેંક શેર અડધા થી 1 ટકા ડાઉન હતા.



  • Sep 04, 2024 16:03 IST

    સેન્સેક્સ અને નિફ્ટી ઘટીને બંધ, આઈટી બેંક શેર સૌથી વધુ તૂટ્યા

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા છે. નરમાઇ સાથે શરૂઆત થયા બાદ બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટી સમગ્ર સેશન દરમિયાન દબાણ હેઠળ રહ્યા હતા. સેન્સેક્સ 203 પોઇન્ટ ઘટી 82352 અને નિફ્ટી 81 પોઇન્ટ ઘટી 25198 બંધ થયા છે. બુધવારે આઈટી અને બેંક શેર સૌથી વધુ તૂટ્યા હતા. બીએસઇ માર્કેટકેપ 4,65,24,605 કરોડ રૂપિયા રહી હતી.



  • Advertisment
  • Sep 04, 2024 13:28 IST

    ઓગસ્ટમાં કંપનીઓએ IPO વડે 17000 કરોડ ઉભા કર્યા, 27 મહિનાનો રેકોર્ડ તૂટ્યો

    ઓગસ્ટ મહિનામાં કંપનીઓએ આઈપીઓ વડે 17048 કરોડ રૂપિયાથી એક્ત્ર કર્યા છે, જે 27 મહિનામાં સૌથી વધુ રકમ છે. ઓગસ્ટ મહિનામાં કુલ 10 આઈપીઓ આવ્યા હતા, જેમણે 17048 કરોડ એક્ત્ર કર્યા છે, જે મે 2022 પછી સૌથી વધુ ભંડોળ એક્ત્રિકરણ છે. મે 2022માં કંપનીઓએ આઈપીઓ વડે 9715 કરોડ ઉભા કર્યા હતા. ઓગસ્ટમાં ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી, બ્રેનબીજ સોલ્યુશન્સ, પ્રીમિયર એનર્જીઝ, સીગલ ઈન્ડિયા, બાજાર સ્ટાઇલ રિટેલ, ઈકોઝ ઈન્ડિયા મોબિલિટી અને ઈન્ટરઆર્ક બિલ્ડિંગ પ્રોડેક્ટના આઈપીઓ આવ્યા હતા.



  • Sep 04, 2024 11:21 IST

    આઈટી શેરમાં નરમાઇ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને ટીસીએસ સૌથી વધુ તૂટ્યા

    શેરબજારમાં આજે આઈટી શેર સૌથી વધુ ડાઉન છે. સેન્સેક્સના બ્લુ ચીપ આઈટી સ્ટોક ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને ટીસીએસ દોઢી થી પોણા બે ટકા સુધી ઘટ્યા છે. ઉપરાંત ખાનગી બેંક શેર એક્સિસ બેંક પણ દોઢ ટકા જેટલો તૂટ્યો છે.



  • Sep 04, 2024 09:57 IST

    સોના ચાંદીના ભાવ મજબૂત

    સોના ચાંદીના ભાવમાં મજબૂતી જોવા મળી છે. એમસીએક્સ પર સોનાનો ઓક્ટોબર વાયદો 100 રૂપિયાના સુધારા સાથે 71488 રૂપિયા આસપાસ ટ્રેડ થઇ રહ્યો હતો. તો સપ્ટેમ્બર ચાંદી વાયદો પણ નજીવા સુધારે 81325 રૂપિયા બોલાતો હતો.



  • Sep 04, 2024 09:54 IST

    તમામ એશિયન શેરબજાર ડાઉન

    બુધવારે એશિયાના તમામ શેરબજાર ડાઉન હતા, જેમા ઇન્ડોનેશિયાનું શેરબજાર બેન્ચમાર્ક જકાર્તા કમ્પોઝિટ અપવાદરૂપ હતો. નિક્કેઇ 3.7 ટકા, સ્ટેઇટ્સ ટાઇમ્સ 1.5 ટકા, હેંગસેંગ 1 ટકા, તાઇવાન શેરબજાર 4 ટકા, કોસ્પી 3 ટકા, સેટ કમ્પોઝિટ અન શાંઘાઇ કમ્પોઝિટ બેન્ચમાર્ક અડધા ટકા જેટલા નરમ હતા.



ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ શેર બજાર