/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Share-Market-Trading-5.jpg)
Share Market : શેરબજાર (Photo: Freepik)
Share Market Today News Highlight : શેરબજારમાં 3 દિવસ બાદ રિકવરી આવી અને સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. સેન્સેક્સ 427 પોઇન્ટ સુધરી 84818 અને નિફ્ટી 140 પોઇન્ટ વધી 25898 બંધ થયો છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 84,906 થી 84,150 હતી. આઈટી, બેંક અને સ્મોલકેપ શેરમાં લેવાલીથી માર્કેટ વધ્યું છે. યુએસ ફેડ રેટ કટ બાદ ભારતીય શેરબજારમાં FIIની વેચવાલી અટકવાની આશા છે.
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે સાધારણ સુધારે ખુલ્યા હતા. સેન્સેક્સ 66 પોઇન્ટ વધી 84,456 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 25,771 ખુલ્યો હતો. યુએસ ફેડ રેટ કટ બાદ અમેરિકાના શેરબજાર વધ્યા હતા. જો કે એફઆઈઆઈની વેચવાલીથી ભારતીય શેરબજારમાં સેન્ટિમેન્ટ હજી પણ નબળું છે. આજે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે.
યુએસ ફેડ રિઝર્વ વ્યાજદર 0.25 ટકા ઘટાડ્યો
યુએસ ફેડ રિઝર્વે વ્યાજદર 0.25 ટકા ઘટાડ્યો છે. અમેરિકાની મધ્યસ્થ બેંક ફેડરલ રિઝર્વે બુધવારે મોડી રાત્રે વ્યાજદર 3.75 ટકાથી ઘટાડીને 3.5 ટકા કર્યો છે. બજારને પહેલાથી જ આટલા રેટ કટની અપેક્ષા હતી, આથી તેને હોકિશ કટ કહેવાય છે, એટલે કે વ્યાજદર ઘટ્યા છે પરંતુ વલણ કડક છે. યુએસ ફેડના ચેરમેને વ્યાજદર ઘટાડતી વખતે સંકેત આપ્યા છે, આગામી સમયમાં રેટ કટ બહુ સરળ હશે નહીં.
ઈન્ડિગોના CEO આજે DGCA સમક્ષ હાજર થશે
ઈન્ડિગો ફ્લાઈટ કટોકટીનો સામનો કરી રહી છે. છેલ્લા 10 દિવસતી સંખ્યા બંધ ફ્લાઈટ રદ કરવાથી ઈન્ડિગો એરલાઈન્સની બેલેન્સશીટ પર પણ ગંભીર અસર થવાની છે. કંપનીએ જણાવ્યું કે,ફ્લાઇટ ક્વોટા ઘટવાથી ચોથા ક્વાર્ટરની રેવન્યૂ પ્રભાવિત થશે. પ્રવર્તમાન ફ્લાઇટ કટોકટી દરમિયાન આજે ઈન્ડિગોના સીઇઓ DGCA સમક્ષ હાજર થવાના છે. આજે બીએસઇ પર ઈન્ડિગોની પેટર્ન ફર્મ ઈન્ટરગ્લોબ એવિએશન લિમિટેડનો શેર 1 ટકાથી વધી ઘટીને 4753 રૂપિયા બોલાતો હતો.
- Dec 11, 2025 16:25 IST
આઈટી, ટેલિકોમ શેર વધ્યા, રોકાણકારો 2.5 લાખ કરોડ કમાયા
શેરબજારની રિકવરીમાં આજે મેટલ, ઓટો, ટેલિકોમ શેર વધ્યા છે. માત્ર ઓઇલ ગેસ ઇન્ડેક્સ પણ ઘટ્યો હતો. બીએસઇ પર 2448 શેર વધીને અને 1742 શેર ઘટીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ થઇ હતી. આજે બીએસઇની કુલ માર્કેટકેપ 2.5 લાખ કરોડ રૂપિયા વધીને 466.64 લાખ કરોડ રૂપિયા થઇ હતી.
- Dec 11, 2025 16:20 IST
સેન્સેક્સ ટોપ 5 ગેઇનર અને લુઝર શેર
શેરબજારની રિકવરીમાં સેન્સેક્સના 30 માંથી 22 બ્લુચીપ શેર વધ્યા હતા. જેમા સૌથી વધુ વધેલા ટોપ 5 શેરમાં ઇટરનલ 2.8 ટકા, ટાટા સ્ટીલ 2.6 ટકા, કોટક બેંક અઢી ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.3 ટકા અને મારૂતિ સુઝુકી સવા ટકા સુધર્યા હતા. તો સૌથી વધુ ઘટેલા ટોપ 5 શેરમાં એશિયન પેઇન્ટ્સ, ભારતી એરટેલ, એક્સિસ બેંક, બજાજ ફાઈનાન્સ અને આઈસીઆઈસીઆઈ બેંક અડધા થી પોણા ટકા નરમ હતા.
- Dec 11, 2025 16:18 IST
શેરબજારમાં રિકવરીના 6 કારણ
- Dec 11, 2025 16:15 IST
શેરબજાર 3 દિવસ બાદ રિકવર, સેન્સેક્સ 427 પોઇન્ટ મજબૂત, નિફ્ટી 140 પોઇન્ટ સુધર્યો
શેરબજારમાં 3 દિવસ બાદ રિકવરી આવી અને સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. સેન્સેક્સ 427 પોઇન્ટ સુધરી 84818 અને નિફ્ટી 140 પોઇન્ટ વધી 25898 બંધ થયો છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 84,906 થી 84,150 હતી. આઈટી, બેંક અને સ્મોલકેપ શેરમાં લેવાલીથી માર્કેટ વધ્યું છે. યુએસ ફેડ રેટ કટ બાદ ભારતીય શેરબજારમાં FIIની વેચવાલી અટકવાની આશા છે.
- Dec 11, 2025 16:11 IST
Smartphone Buying Guide: સ્માર્ટફોન ખરીદતી વખતે માત્ર RAM અને કેમેરા જ નહીં, આ 7 બાબત બરાબર સમજીને નિર્ણય લો
Smartphone Buying Tips In Gujarati : સ્માર્ટફોન ખરીદતી વખતે કેમેરા અને બેટરી સહિત આ 7 બાબત વિશે પુરતી જાણકારી મેળવવી જરૂરી છે. જેથી મોબાઇલ ફોન પર સરળતાથી કામકાજ પતાવી શકાય છે તે પણ કોઇ અવરોધ વગર. ...સંપૂર્ણ વાંચો
- Dec 11, 2025 15:23 IST
Amazon Investment in India: એમેઝોન ભારતમાં 35 અબજ ડોલરનું રોકાણ કરશે, 10 લાખ નોકરીનું સર્જન થશે
Amazon India 2030 Investment Guide : એમેઝોન ભારતમાં વર્ષ 2013માં બિઝનેસ શરૂ કર્યા બાદ અત્યાર સુધીમાં કુલ 40 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. તાજેતરમાં માઇક્રોસોફ્ટે પણ 2030 સુધીમાં ભારતમાં AI અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 17.5 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. ...અહીં વાંચો
- Dec 11, 2025 15:07 IST
IndiGo Flight : ઈન્ડિગોની મોટી જાહેરાત, આ પેસેન્જરોને આપશે ₹ 10000ના ટ્રાવેલ વાઉચર
IndiGo Passengers Travel Vouchers : ઈન્ડિગો એરલાઈન્સે 3/4/5 ડિસેમ્બરના રોજ સૌથી વધુ અસરગ્રસ્ત મુસાફરોને 10000 રૂપિયાના ટ્રાવેલ વાઉચર આપવાની જાહેરાત કરી છે. જાણો વિગતો ...બધું જ વાંચો
- Dec 11, 2025 14:33 IST
ICICI પ્રુડેન્શિયલ AMC IPO ગ્રે માર્કેટમાં હલચલ, રોકાણ કરતા પહેલા જાણો કંપનીના મજબૂત અને જોખમી પરિબળો
ICICI Prudential AMC IPO GMP : ICICI પ્રુડેન્શિયલ AMC IPO 12 ડિસેમ્બર ખુલી રહ્યો છે. તે ICICI બેંકની પેટાકંપની અને દેશની બીજી સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની છે. આ આઈપીઓને લઇ ગ્રે માર્કેટમાં ઘણી હલચલ જોવા મળી છે. ...સંપૂર્ણ માહિતી
- Dec 11, 2025 12:21 IST
2026 Kia Seltos vs Tata Sierra: કિઆ સેલ્ટોસ કે ટાટા સિએરા; કિંમત એન્જિન અને સેફ્ટી ફીચર્સ મામલે કઇ કાર ચઢિયાતી છે
2026 Kia Seltos vs Tata Sierra Comparison: કિઆ સેલ્ટોસ 2026 ભારતના ઓટો માર્કેટમાં ટાટા સિએર સાથે સ્પર્ધા કરશે. અહીં બને એસયુવી કારની કિંમત, એન્જિન, સેફ્ટી ફીચર્સ સહિત તમામ વિગત આપી છે. જે તમને બંને માંથી કઇ SUV ખરીદવી તે નક્કી કરવામાં મદદ કરશે. ...બધું જ વાંચો
- Dec 11, 2025 10:22 IST
Silver Price : ચાંદી ₹ 11,500 ઉછાળી ₹ 1.92 લાખ રેકોર્ડ હાઇ, 2025માં 110 ટકા રિટર્ન
Silver Price All Time High : ચાંદીના ભાવ એક જ દિવસમાં 11,500 રૂપિયાના રેકોર્ડ ઉછાળા સાથે 1.92 લાખ રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોચ્યા છે. વર્ષ 2025માં સોનાને પછાડી ચાંદીમાં 110 ટકા વળતર મળ્યું છે. ...અહીં વાંચો
- Dec 11, 2025 09:36 IST
ઈન્ડિગોના CEO આજે DGCA સમક્ષ હાજર થશે
ઈન્ડિગો ફ્લાઈટ કટોકટીનો સામનો કરી રહી છે. છેલ્લા 10 દિવસતી સંખ્યા બંધ ફ્લાઈટ રદ કરવાથી ઈન્ડિગો એરલાઈન્સની બેલેન્સશીટ પર પણ ગંભીર અસર થવાની છે. કંપનીએ જણાવ્યું કે,ફ્લાઇટ ક્વોટા ઘટવાથી ચોથા ક્વાર્ટરની રેવન્યૂ પ્રભાવિત થશે. પ્રવર્તમાન ફ્લાઇટ કટોકટી દરમિયાન આજે ઈન્ડિગોના સીઇઓ DGCA સમક્ષ હાજર થવાના છે. આજે બીએસઇ પર ઈન્ડિગોની પેટર્ન ફર્મ ઈન્ટરગ્લોબ એવિએશન લિમિટેડનો શેર 1 ટકાથી વધી ઘટીને 4753 રૂપિયા બોલાતો હતો.
- Dec 11, 2025 09:33 IST
યુએસ ફેડ રિઝર્વ વ્યાજદર 0.25 ટકા ઘટાડ્યો
યુએસ ફેડ રિઝર્વે વ્યાજદર 0.25 ટકા ઘટાડ્યો છે. અમેરિકાની મધ્યસ્થ બેંક ફેડરલ રિઝર્વે બુધવારે મોડી રાત્રે વ્યાજદર 3.75 ટકાથી ઘટાડીને 3.5 ટકા કર્યો છે. બજારને પહેલાથી જ આટલા રેટ કટની અપેક્ષા હતી, આથી તેને હોકિશ કટ કહેવાય છે, એટલે કે વ્યાજદર ઘટ્યા છે પરંતુ વલણ કડક છે. યુએસ ફેડના ચેરમેને વ્યાજદર ઘટાડતી વખતે સંકેત આપ્યા છે, આગામી સમયમાં રેટ કટ બહુ સરળ હશે નહીં.
- Dec 11, 2025 09:32 IST
સેન્સેક્સ નિફ્ટીમાં સુસ્ત ટ્રેડિંગ
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે સાધારણ સુધારે ખુલ્યા હતા. સેન્સેક્સ 66 પોઇન્ટ વધી 84,456 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 25,771 ખુલ્યો હતો. યુએસ ફેડ રેટ કટ બાદ અમેરિકાના શેરબજાર વધ્યા હતા. જો કે એફઆઈઆઈની વેચવાલીથી ભારતીય શેરબજારમાં સેન્ટિમેન્ટ હજી પણ નબળું છે. આજે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us