/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Share-Market-Crash-Today-News.jpg)
Share Market Crash News: શેરબજારમાં કાડકા થી રોકાણકારોને જંગી નુકસાન થાય છે. (Photo: Freepik)
Share Market Today News : શેરબજારમાં સતત બીજા દિવસે વેચવાલીથી સેન્સેક્સ નિફ્ટી બુધવારે ઘટાડે ખુલ્યા હતા. એશિયન શેરબજારમાં નરમાઇ અને ઘરઆંગણે એફએમસીજી શેરમાં વેચવાલીથી સેન્સેક્સ નિફ્ટી ડાઉન હતા. પ્રી ઓપનિંગ બજારમાં પણ માર્કેટમાં સુસ્તીના સંકેત દેખાયા હતા. બ્લુચીપ શેરમાં નરમાઇ સામે બોર્ડર માર્કેટમાં સ્મોલકેપ ઇન્ડેક્સ 200 પોઇન્ટ વધ્યો હતો.
સેન્સેક્સ નિફ્ટી ઘટીને ખુલ્યા
સેન્સેક્સ પાછલા બંધ 81551 સામે નીચા ગેપમાં આજે 81457 ખુલ્યો હતો. એફએમસીજી કંપનીઓના સ્ટોકમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 200 પોઇન્ટથી વધુ ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24826 સામે આજે 24832 ખુલ્યો હતો. હાલ 60 પોઇન્ટથી વધુ ઘટીને ટ્રેડ કરી રહ્યો છે. બોર્ડર માર્કેટમાં સ્મોલકેપ ઇન્ડેક્સ 200 પોઇન્ટ મજબૂત હતો.
FMCG શેરમાં વેચવાલી, ITC ટોપ લૂઝર
એફએમસીજી સ્ટોકમાં વેચવાલીથી શેરબજાર ડાઉન હતું. સેન્સેક્સ બ્લુચીપ સ્ટોકમાં આઈટીસી 3.2 ટકા સૌથી વધુ ડાઉન હતો. તો નેસ્લે ઈન્ડિયા 1.3 ટકા અને ટાયટન 1 ટકા, ઈન્ડમસઇન્ડ બેંક, મહિન્દ્રા મહિન્દ્રા અને એશિયન પેઇન્ટ શેર અડધા થી 1 ટકા ડાઉન હતા. શેરબજારમાં નરમાઇ સામે બોર્ડર માર્કેટમાં સ્મોલકેપ ઇન્ડેક્સ 200 પોઇન્ટ વધ્યો હતો. બેંક નિફ્ટી આઈ આઈટી ઇન્ડેક્સ પણ ફ્લેટ હતા.
ડોલર સામે રૂપિયો 29 પૈસા ઘટીને ખુલ્યો
યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો બુધવારે 29 પૈસા ઘટીને 85.62 ખુલ્યો હતો. જ્યારે મંગળવારે ડોલર રૂપી ક્લોઝિંગ ભાવ 85.34 હતો. તમને જણાવી દઇયે કે, ચાલુ મહિને ડોલર સામે રૂપિયો અત્યાર સુધી 1.4 ટકા ઘટ્યો છે, જ્યારે તેની અગાઉ સતત બે મહિના વધ્યો હતો.
સોના ચાંદી વાયદા મજબૂત
સોના ચાંદીના ભાવ મક્કમ હતા. એમસીએક્સ પર સોનાનો વાયદો 112 રૂપિયા વધીને 95255 રૂપિયા બોલાતો હતો. તો એમસીએક્સ ચાંદી વાયદો 450 રૂપિયા વધીને 97730 રૂપિયા બોલાતો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us