Share Market : શેરબજારમાં 4 દિવસના સુધારાને બ્રેક, સેન્સેક્સ 153 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 25000 ઉપર મક્કમ

Share Market Today News Highlight : સેન્સેક્સ નિફ્ટી ચાર દિવસની તેજી બાદ બુધવારે ઘટીને બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ તૂટ્યા છે. નેગેટિવ માર્કેટ બ્રેડ્થ શેરબજારનો આંતરપ્રવાહ નબળો હોવાનો સંકેત આપે છે.

Written by Ajay Saroya
Updated : October 08, 2025 16:33 IST
Share Market : શેરબજારમાં 4 દિવસના સુધારાને બ્રેક, સેન્સેક્સ 153 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 25000 ઉપર મક્કમ
BSE Indian Stock Exchange : બીએસઇ ભારતનું સૌથી જુનું સ્ટોક એક્સચેન્જ (Express Archives)

Share Market Today News Highlight : શેરબજારમાં 4 દિવસના સુધારાને બ્રેક લાગી હતી અને સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા હતા. બુધવારે સેન્સેક્સ 153 પોઇન્ટ ઘટી 81777 અને નિફ્ટી 62 પોઇન્ટ ઘટીને 25046 બંધ થયો છે. નિફ્ટી 25000 લેવલ ઉપર બંધ રહ્યો છે, જે એકંદરે સારી વાત છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ ઉપરમાં 82257 અને નીચામાં 81646 સુધી ગયો હતો.

શેરબજાર બુધવારે સાધારણ ઘટીને ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 81926 સામે બુધવારે 81899 ખુલ્યો હતો. ત્યાર પછી ઓપનિંગ સેશનમાં જ 200 પોઇન્ટ જેટલો વધી સેન્સેક્સ 82100 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,108 સામે આજે 25079 બંધ થયો હતો.

આજે 10 કંપનીઓના શેર લિસ્ટિંગ થશે

આજે સ્ટોક એક્સચેન્જ પર 10 કંપનીઓના શેર લિસ્ટિંગ થશે. જેમા BSE, NSE પર ઓમ ફ્રેઇટ ફોરવર્ડ્સ, એડવાન્સ એગ્રોલાઇફના શેર લિસ્ટિંગ કરવાના છે. BSE SME પર Chiraharit, સનસ્કાય લોજિસ્ટિક્સ, ઇન્ફિનિટી ઇન્ફોવે, વોલપ્લાસ્ટ ટેકનોલોજીસ અને Zelio E Mobility કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે. ઉપરાંત NSE SME પર Munish Forge અને B.A.G.Convergence શેર લિસ્ટેડ થશે.

વોડાફોન આઈડિયા શેરમાં તોફાની તેજી કેમ આવી?

વોડાફોન આઈડિયા કંપનીનો શેરમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી ભારે હલચલ જોવા મળી છે. માત્ર 9 સપ્તાહમાં આ શેર 50 ટકા ઉછળ્યો છે. આ તેજી પાછળ એકથી વધુ પરિબળો જવાબદાર છે. બ્રિટનના વડાપ્રધાન કિઅર સ્ટાર્મર 8 થી 9 ઓક્ટોબર ભારત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે, જે દરમિયાન કોર્પોરેટ મુદ્દાઓ પર મંત્રણા થઇ શકે છે. ઉપરાંત વિવાદિત બાકી AGR મુદ્દે સરકાર સાથે કોઇ સમાધાન નીકળવાની અપેક્ષા છે. હાલ એજીઆર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલી રહી છે. 14 ઓગસ્ટે વોડાફોન આઈડિયા શેર 6.12 રૂપિયાની વર્ષની નીચી સપાટીએ હતો. ત્યારબાદ 50 ટકા જેટલો વધ્યો અને 7 ઓક્ટોબરે 9.19 રૂપિયા બંધ થયો હતો.

Live Updates

મિડકેપ અને સ્મોલકેપ તૂટ્યા, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં ઉછાળો

મિડકેપ 344 પોઇન્ટ અને સ્મોલકેપ 223 પોઇન્ટ ઘટ્યા છે. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં ઓટો ઇન્ડેક્સ સૌથી વધુ 807 પોઇન્ટ ઘટ્યો છે. ત્યાર પછી કેપિટલ ગુડ્સ 831 પોઇન્ટ, બેંક્કસ 280 પોઇન્ટ અને ઓઇલ ગેસ 205 પોઇન્ટ ઘટ્યા છે. તો આઈટી ઇન્ડેક્સ 513 પોઇન્ટ વધીને બંધ થયા છે. આજે બીએસઇની માર્કેટકેપ 2.25 લાખ કરોડ જેટલી ઘટીને 457.94 લાખ કરોડ રૂપિયા થઇ છે, જે આગલા દિવસે 460.23 લાખ કરોડ રૂપિયા થઇ હતી. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી છે, જે શેરબજારનો અંડરકરંટ નરમ હોવાના સંકેત આપે છે.

ઓટો શેર તૂટ્યા, આઈટી શેરમાં તેજી

આજે સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 21 શેર ઘટ્યા હતા. ટોપ 5 લુઝર શેરમાં ટાટા મોટર્સ 2.4 ટકા, મહિન્દ્રા 2 ટકા, બીઇએલ 1.9 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.6 ટકા અને ટ્રેન્ટ દોઢ ટકા ઘટ્યો હતો. તો સૌથી વધુ વધેલા 5 શેરમાં ટાયટન 4 ટકા, ઇન્ફોસિસ 2.7 ટકા, ટીસીએસ 1.8 ટકા, એચસીએલ ટેક 1. 4 ટકા અને ટેક મહિન્દ્રા 1.2 ટકા વધ્યા હતા.

સેન્સેક્સ 153 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 25000 ઉપર મજબૂત

શેરબજારમાં 4 દિવસના સુધારાને બ્રેક લાગી હતી અને સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા હતા. બુધવારે સેન્સેક્સ 153 પોઇન્ટ ઘટી 81777 અને નિફ્ટી 62 પોઇન્ટ ઘટીને 25046 બંધ થયો છે. નિફ્ટી 25000 લેવલ ઉપર બંધ રહ્યો છે, જે એકંદરે સારી વાત છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ ઉપરમાં 82257 અને નીચામાં 81646 સુધી ગયો હતો.

ટ્રેનનું તત્કાલ ટિકિટ બુકિંગ હવે સેકન્ડોમાં! જાણો IRCTC e Wallet થી ટ્રેનની કન્ફર્મ ટિકિટ કેવી રીતે મેળવવી, રજિસ્ટ્રેશન અને ફાયદા

Train Ticket Booking Confirm By IRCTC E Wallet : આઈઆરસીટીસીના ઈ વોલેટ દ્વારા ટ્રેનની તત્કાલ ટિકિટ બુકિંગ વધુ સરળ બની ગઇ છે. જાણો આઈઆરસીટીસી ઈ-વોલેટ શું છે, તેના ફાયદા, રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને વિલંબ કર્યા વિના તત્કાલ ટિકિટ કેવી રીતે બુક કરાવવી. …સંપૂર્ણ વાંચો

UPI PIN યાદ રાખવાની ઝંઝટ દૂર, હવે ફિંગરપ્રિન્ટ અને ફેસ રેકગ્નિશન થી પેમેન્ટ થશે, નવી સેવા 8 ઓક્ટોબરથી શરૂ

UPI Payments Biometric Authentication : યુપીઆઈ માં નવું ફીચર ઉમેરાયું છે, જેના દ્વારા PIN દાખલ કર્યા વગર માત્ર ફિંગરપ્રન્ટ અને ફેસ રેકગ્નિશન થી જ ઓનલાઇન પેમેન્ટ થઇ જશે. નવા ફીચરની સર્વિસ 8 ઓક્ટોબર, 2025થી શરૂ થઇ ગઇ છે. …સંપૂર્ણ વાંચો

વોડાફોન આઈડિયા શેરમાં તોફાની તેજી કેમ આવી?

વોડાફોન આઈડિયા કંપનીનો શેરમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી ભારે હલચલ જોવા મળી છે. માત્ર 9 સપ્તાહમાં આ શેર 50 ટકા ઉછળ્યો છે. આ તેજી પાછળ એકથી વધુ પરિબળો જવાબદાર છે. બ્રિટનના વડાપ્રધાન કિઅર સ્ટાર્મર 8 થી 9 ઓક્ટોબર ભારત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે, જે દરમિયાન કોર્પોરેટ મુદ્દાઓ પર મંત્રણા થઇ શકે છે. ઉપરાંત વિવાદિત બાકી AGR મુદ્દે સરકાર સાથે કોઇ સમાધાન નીકળવાની અપેક્ષા છે. હાલ એજીઆર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલી રહી છે. 14 ઓગસ્ટે વોડાફોન આઈડિયા શેર 6.12 રૂપિયાની વર્ષની નીચી સપાટીએ હતો. ત્યારબાદ 50 ટકા જેટલો વધ્યો અને 7 ઓક્ટોબરે 9.19 રૂપિયા બંધ થયો હતો.

આજે 10 કંપનીઓના શેર લિસ્ટિંગ થશે

આજે સ્ટોક એક્સચેન્જ પર 10 કંપનીઓના શેર લિસ્ટિંગ થશે. જેમા BSE, NSE પર ઓમ ફ્રેઇટ ફોરવર્ડ્સ, એડવાન્સ એગ્રોલાઇફના શેર લિસ્ટિંગ કરવાના છે. BSE SME પર Chiraharit, સનસ્કાય લોજિસ્ટિક્સ, ઇન્ફિનિટી ઇન્ફોવે, વોલપ્લાસ્ટ ટેકનોલોજીસ અને Zelio E Mobility કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે. ઉપરાંત NSE SME પર Munish Forge અને B.A.G.Convergence શેર લિસ્ટેડ થશે.

સેન્સેક્સ 200 પોઇન્ટ વધી 82100 પાર, નિફ્ટી પણ મજબૂત

શેરબજાર બુધવારે સાધારણ ઘટીને ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 81926 સામે બુધવારે 81899 ખુલ્યો હતો. ત્યાર પછી ઓપનિંગ સેશનમાં જ 150 પોઇન્ટ જેટલો વધી સેન્સેક્સ 82000 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,108 સામે આજે 25079 બંધ થયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ