Share Market Today News Highlight : શેરબજારમાં દિવાળી પહેલા તેજી જોવા મળી છે. એક મહિના બાદ સેન્સેક્સ 83000 લેવલ ઉપર બંધ થયો છે. ગુરુવાર સેન્સેક્સ 862 પોઇન્ટ ઉછળ્યો અને 83467 બંધ થયો છે. જે સેન્સેક્સની 1 મહિનાની સૌથી ઊંચી સપાટી છે. એનએસઇ 261 પોઇન્ટ ઉછળી 25585 બંધ થયો છે. ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉછળી 83615 ટોચ સુધી ગયો હતો. ગુરુવારે શેરબજારમાં તેજીની આગેવાની બેંક શેરોએ લીધી હતી.
શેરબજારમાં દિવાળી પહેલા તેજીનો માહોલ જોવા મળ્યો છે. ગુરુવારે સેન્સેક્સ નિફ્ટી મોટા ઉછાળે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ લેવલ 82605 થી વધીને ગુરુવારે 82794 ખુલ્યો હતો. શરૂઆતના શરૂઆતમાં સેન્સેક્સ 300 પોઇન્ટ કરતા વધુ ઉછળીને 82900 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,323 થી વધીને ગુરુવારે 25,394 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 80 પોઇન્ટ જેટલો વધીને 25,425 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.
IEX શેરમાં ઈનસાઇડ ટ્રેડિંગ કેસમાં સેબીની મોટી કાર્યવાહી
સેબી એ ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ (IEX)ના 172 કરો રૂપિયાના શેરમાં ઇનસાઇડ ટ્રેડિંગ મામલે મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં એક મહિના પહેલા તપાસ અને દરોડા બાદ આ કાર્યવાહી થઇ છે. સેબી એ ઇનસાઇડર ટ્રેડિંગ કેસમાં કસુરવાર 8 વ્યક્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમા ભુવન સિંહ, અમરજીત સિંહ સોરાન, અમિતા સોરા, અનિતા, નરેન્દ્ર કુમાર, વિરેન્દ્ર સિંહ, બિંદુ શર્મા અને સંજીવ કુમાર સામેલ છે.