Share Market Today News Highlight : શેરબજાર સતત આઠમાં દિવસે ઘટીને બંધ થયા છે. મંગળવારે સેન્સેક્સ 97 પોઇન્ટ ઘટી 80267 અને નિફ્ટી 24 પોઇન્ટ ઘટી 24611 બંધ થયો છે. જૂન ક્વાર્ટરના જીડીપી ડેટા અને આરબીઆઈની ધિરાણનીતિ પહેલા શેરબજાર રેન્જ બાઉન્ડ હતું. ટ્રમ્પ ટેરિફથી શેરબજારનું સેન્ટિમેન્ટ વધુ નબળું પડ્યું છે. બીજી બાજુ એફઆઈઆઈની સતત વેચવાલીથી શેરબજાર પર દબાણ વધ્યું છે. હવે બજારની નજર બુધવારે જાહેર થનાર રિઝર્વ બેંકની ધિરાણનીતિ પર છે.
શેરબજારમાં રિઝર્વ બેંકની ધિરાણનીતિ પહેલા પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો છે. મંગળવારે સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 80364 સામે 175 પોઇન્ટ જેટલો વધીને આજે 80541 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 300 પોઇન્ટ જેટલો ઉછળી 80677 સુધી વધ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24634 સામે આજે 24691 ખુલી ઉપરમાં 24731 સુધી વધ્યો હતો.
ઓગસ્ટમાં IIP ગ્રોથ વધીને 4 ટકા થયો
ઔદ્યોગિક ઉત્પાદન આંક એટલે કે IIP ઓગસ્ટ મહિનામાં વધીને 4 ટકા થયો છે, જ્યારે અગાઉના મહિને 3.5 ટકા જ ઉત્પાદન વધ્યું હતું. IIP ગ્રોથ અનુમાન કરતા ઉંચો આવ્યો છે. માઇનિંગ, વીજળી, પ્રાયમરી ગુડ્સ સેક્ટરનો ગ્રોથ વધ્યો છે.
આજે એક સાથે IPO કંપનીના શેર લિસ્ટિંગ થશે
આજે શેરબજારમાં એક સાથે 4 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. જેમા આનંદ રાઠી, Seshaasai Tech, જેરો ઇન્ડસ્ટ્રીઝ અને સોલારવર્લ્ડ એનર્જી કંપનીના શેર લિસ્ટેડ થવાના છે. આનંદ રાઠીનો આઈપીઓ 20 ગણા કરતા વધુ ભરાયો હતો.
મૂડીઝે ટાટા મોટર્સનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું, શેર નરમ
રેટિંગ એજન્સી મૂડીઝે ટાટા મોટર્સનું રેટિંગ પોઝિટિવ માંથી ડાઉનગ્રેડ કરી નેગેટિવ Ba1 કર્યું છે. આ સાથે જ આઉટલૂક પણ નેગેટિવ કર્યું છે. રેટિંગ ડાઉનગ્રેડ કરવા પાછળ મૂડઝે જણાવ્યું છે કે, સાયબર એટેકના કારણે JLRનું ઉત્પાદન અટકવું કંપની માટે ગંભીર નકારાત્મક બાબત છે. મૂડીઝના રેટિંગ ડાઉનગ્રેડ બાદ બીએસઇ પર ટાટા મોટર્સનો શેર બીએસઇ સાધારણ ઘટીને 670 રૂપિયા આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.