Share Market Today News Highlights: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ઐતિહાસિક ટોચે, રોકાણકારોને ₹ 6.26 લાખ કરોડની કમાણી

Share Market Today News Update Highlights: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતા. બીએસઇના તમામ સેક્ટોરિયલ ઈન્ડાઇસિસ વધીને બંધ થયા હતા. શેરબજારમાં તેજીથી રોકાણકારોને 6.26 લાખ કરોડની કમાણી થઇ છે.

Share Market Today News Update Highlights: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતા. બીએસઇના તમામ સેક્ટોરિયલ ઈન્ડાઇસિસ વધીને બંધ થયા હતા. શેરબજારમાં તેજીથી રોકાણકારોને 6.26 લાખ કરોડની કમાણી થઇ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market Record High: શેરબજાર રેકોર્ડ હાઇ, સેન્સેક્સ 1359 પોઇન્ટ ઉછળ્યો, રોકાણકારોને 6 લાખ કરોડની કમાણી

Sensex Nifty Record High Level : શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે.

Share Market Today News Update Highlights: Share Market Sensex Nifty Today News Update Live : શેરબજાર સેન્સેક્સ નિફટી ગુરુવારે વધીને ખુલ્યા છે. બપોર બાદ નીચા મથાળે પસંદગીના બ્લુચીપ શેરમાં તેજીથી સેન્સેક્સ નિફ્ટી ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતા. ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકોમાં સાર્વત્રિક તેજીથી સેન્સેક્સ 1400 પોઇન્ટથી વધુ ઉછળ્યો અને 83116 ઇન્ટ્રા ડે ઓલટાઇ હાઇ લેવલને સ્પર્શ્યો છે. કામકાજના અંતે સેન્સેક્સ 1439 પોઇન્ટ વધીને 82962 બંધ થયો છે. જે રેકોર્ડ હાઇ ક્લોઝિંગ છે. તેવી જ રીતે એનએસઇ નિફ્ટી 25439 ઇન્ટ્રા-ડે રકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યો હતો. છેવટે નિફ્ટી 470 પોઇન્ટ ઉછળી 25388ની સર્વોચ્ચ સપાટી પર બંધ થયો છે. બીએસઇના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ વધીને બંધ થયા છે.

Advertisment

ગિફ્ટી નિફ્ટી અને એશિયન શેરબજારમાં સુધારો

આજે ગુરુવારે ગિફ્ટી નિફ્ટી ઇન્ડેક્સ 90 પોઇન્ટ ઉંચો ટ્રેડ કરી રહ્યો છે. એશિયાના શેરબજારોની વાત કરીયે તો નિક્કેઇ 2.7 ટકા, તાઇવાન 3.2 ટકા, કોસ્પી 1.5 ટકા, જકાર્તા કોમ્પોઝિટ, સેટ કોમ્પોઝિટ અને હેંગસેંગ બેન્ચમાર્ક અડધા ટકા જેટલા વધ્યા હતા.

સેન્સેક્સ નિફ્ટી બુધવારે ઘટીને બંધ થયા હતા

નિફ્ટી બેંક એક્સપાયરી થી બજારમાં દબાણ રહેતા બુધવારે સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા હતા. સેન્સેક્સ 398 પોઇન્ટ ઘટી 81523 અને નિફ્ટી 122 પોઇન્ટ તૂટી 25000 લેવલ નીચે 24918 બંધ થયો હતો. સ્મોલકેપ, મિડકેપ ઇન્ડેક્સમાં ઉંચા સ્તરે વેચવાલી આવી હતી. બેંક નિફ્ટી, આઈટી ઇન્ડેક્સ પણ ઘટાડે બંધ થયા હતા. મેટલ, ઓટો અને રિયલ્ટી શેર દબાણ હેઠળ રહ્યા હતા જ્યારે એફએમસીજી ઇન્ડેક્સ વધીને બંધ થયો હતો.

  • Sep 12, 2024 16:05 IST

    સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ટોચે, રોકાણકારોને ₹ 6.26 લાખ કરોડની કમાણી

    સેન્સેક્સ 1439 પોઇન્ટ ઉછળી ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. શેરબજારમાં તેજીથી રોકાણકારોને જંગી કમાણી થઇ છે. બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ વેલ્યૂએશન 467.22 લાખ કરોડ રૂપિયા થઇ છે. જ્યારે આગલા દિવસે બીએસઇની માર્કેટકેપ 460.96 લાખ કરોડ રૂપિયા રહી હતી. આમ એક જ દિવસમાં શેરબજારના રોકાણકારોને 6.26 લાખ કરોડ રૂપિયાની કમાણી થઇ છે.



  • Sep 12, 2024 15:50 IST

    શેરબજાર ઐતિહાસિક ટોચે, સેન્સેક્સ 1439 પોઇન્ટ અને નિફ્ટી 470 પોઇન્ટ ઉછળ્યો

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ફરી ઐતિહાસિક ટોચ પર બંધ થયા છે. ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકોમાં સાર્વત્રિક તેજીથી સેન્સેક્સ 1400 પોઇન્ટથી વધુ ઉછળ્યો અને 83116 ઇન્ટ્રા ડે ઓલટાઇ હાઇ લેવલને સ્પર્શ્યો છે. કામકાજના અંતે સેન્સેક્સ 1439 પોઇન્ટ વધીને 82962 બંધ થયો છે. જે રેકોર્ડ હાઇ ક્લોઝિંગ છે. તેવી જ રીતે એનએસઇ નિફ્ટી 25439 ઇન્ટ્રા-ડે રકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યો હતો. છેવટે નિફ્ટી 470 પોઇન્ટ ઉછળી 25388ની સર્વોચ્ચ સપાટી પર બંધ થયો છે. બીએસઇના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ વધીને બંધ થયા છે.



  • Advertisment
  • Sep 12, 2024 14:13 IST

    સેન્સેક્સ 900 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 25200 પાર, ફુગાવાના આંકડા પર નજર

    રિટેલ મોંઘવારી આંકડા જાહેર થવાની પહેલા શેરબજારમાં ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ 900 પોઇન્ટથી વધુ ઉછળ્યો છે અને 82400 લેવલ કુદાવી દીધી છે. તો એનએસઇ નિફ્ટી પણ 200 પોઇન્ટ વધ્યો છે અને ઇન્ટ્રા ડે સેશનમાં 25200 સુધી ઉછળ્યો છે. હાલ બીએસઇના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં છે.



  • Sep 12, 2024 12:33 IST

    સેન્સેક્સ ઉંચા મથાળથી ઘટ્યો, ફરી નિફ્ટી 25000 નીચે

    શેરબજાર ઉછાળે ખુલ્યા બાદ ઉંચા સ્તરેથી નીચે આવ્યા છે. સેન્સેક્સ 400 પોઇન્ટના ઉંચા મથાળે 81930 પર ખુલ્યા બાદ ઉપરમાં 81986 સુધી ગયા બાદ ઘટ્યા હતા. બપોર 113 પોઇન્ટના સુધારે 81637 પર ટ્રેડ થઇ રહ્યો હતો. એનએસઇ નિફ્ટી પણ ઉપરમાં 25072 સુધી ગયા બાદ 25000 લેવલ નીચે ટ્રેડ થઇ રહ્યો છે.



  • Sep 12, 2024 10:36 IST

    માય મુદ્રા ફિનકોર્પ શેર લિસ્ટિંગ - આઈપીઓ રોકાણકારોને 18 ટકા રિટર્ન

    માય મુદ્રા ફિનકોર્પ શેર એનએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર ઉંચા ભાવે લિસ્ટેડ થયો છે. શેર આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ 110 રૂપિયા રાખી હતી. આજે માય મુદ્રા ફિનકોર્પનો શેર NSE SME પર 130 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો છે. એટલે કે આઈપીઓ રોકાણકારોને 18.18 ટકા લિસ્ટિંગ ગેઇન રિટર્ન મળ્યું છે. તમને જણાવી દઇયે કે, આ એસએમઇ આઈપીઓ 102 ગણો ભરાયો હતો.



  • Sep 12, 2024 09:34 IST

    ચીન વિયેતનામના સ્ટીલ પર આયાત જકાત 5 વર્ષ લંબાવાઇ

    ભારત ચીન અને વિયેતનામ થી આયાત કરવામાં સ્ટીલ પર કડક વલણ અપનાવી રહી છે. ચીન અને વિયેતનામથી આયાત કરવામાં આવતા સ્ટીલ પર ઇમ્પોર્ટ ડ્યૂટી 5 વર્ષ માટે લંબાવી દીધી છે. સરકારે આ અંગે નોટિફિકેશન જારી કર્યું છે. આ નિર્ણયથી ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સહિત મેટલ કંપનીઓને ફાયદો થશે



  • Sep 12, 2024 09:31 IST

    સેન્સેક્સ 400 પોઇન્ટ ઉછાળે ખુલ્યા, નિફ્ટી 25000 ઉપર

    સેન્સેક્સ નિફટી ગુરુવારે વધીને ખુલ્યા છે. બીએસઇ સેન્સેક્સ 400 પોઇન્ટથી વધુ ઉંચા ગેપમાં 81930 ખુલ્યો છે. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ લેવલથી 141 પોઇન્ટ વધીને 25000 ઉપર 25059 લેવલ પર ખુલ્યો હતો. ગઇકાલ બુધવારે સેન્સેક્સ 81523 અને નિફ્ટી 24918 લેવલ પર બંધ થયા હતા. આજે ગિફ્ટી નિફ્ટી ઈન્ડેક્સ સહિત એશિયાના સ્ટોક માર્કેટમાં મજબૂત ટ્રેન્ડ જોવા મલ્યો છે.



સોનું ચાંદી બિઝનેસ Investment શેર બજાર