/indian-express-gujarati/media/media_files/2026/02/01/budget-2026-share-market-2026-02-01-08-45-42.jpg)
Budget 2026 Share Market : બજેટ 2026, શેરબજાર. Photograph: (IE Gujarati)
Holi 2026 Stock Market Holiday : દેશના ઘણા ભાગોમાં, રંગોનો તહેવાર એટલે કે ધુળેટી 4 માર્ચ (બુધવાર)ના રોજ ઉજવવામાં આવશે, પરંતુ સ્ટોક એક્સચેન્જો એ માત્ર 3 માર્ચે રજા નક્કી કરી છે. સ્ટોક એક્સચેન્જ બીએસઈ અને એનએસઈની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આજે બંને સ્ટોક એક્સચેન્જોમાં ટ્રેડિંગ થશે નહીં. બુધવાર, 04 માર્ચથી રાબેતા મુજબ શેર ટ્રેડિંગ ફરી શરૂ થશે.
MCX આજે ચાલુ કે બંધ?
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમસીએક્સ) સવારના સત્રમાં (સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી) બંધ રહેશે, પરંતુ સાંજના સત્રમાં સાંજે 5 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી ટ્રેડિંગ ફરી શરૂ થશે.
માર્ચ 2026 શેરબજાર રજા યાદી
માર્ચ 2026માં ઇક્વિટી માર્કેટમાં કૂલ 3 રજા પર ટ્રેડિંગ બંધ રહેશે, જેમા શનિવાર અને રવિવાર સામેલ નથી. હોળીની રજા માર્ચમાં શેરબજાર માટે પ્રથમ રજા છે. ત્યારબાદ, આગામી આ તારીખે બજાર બંધ રહેશે:
- 26 માર્ચ, 2026 (ગુરુવાર) - શ્રી રામ નવમી
- 31 માર્ચ, 2026 (મંગળવાર) - શ્રી મહાવીર જયંતી
શેરબજાર 2026 રજા યાદી
| 1 | 26 માર્ચ | ગુરુવાર | રામ નવમી |
| 2 | 31 માર્ચ | મંગળવાર | મહાવીર જયંતી |
| 3 | 3 એપ્રિલ | શુક્રવાર | ગુડ ફ્રાઈડે |
| 4 | 14 એપ્રિલ | મંગળવાર | ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી |
| 5 | 1 મે | શુક્રવાર | મહારાષ્ટ્ર દિવસ |
| 6 | 28 મે | ગુરુવાર | બકરી ઈદ |
| 7 | 26 જૂન | શુક્રવાર | હિજરી વર્ષનો પહેલો મહિનો |
| 8 | 14 સપ્ટેમ્બર | સોમવાર | ગણેશ ચતુર્થી |
| 9 | 2 ઓક્ટોબર | શુક્રવાર | મહાત્મા ગાંધી જયંતી |
| 10 | 20 | ઓક્ટોબર | મંગળવાર |
| 11 | 10 નવેમ્બર | મંગળવાર | દિવાળી – બાલીપ્રતિપાડ |
| 12 | 24 નવેમ્બર | મંગળવાર | પ્રકાશ ગુરપૂરબ ગુરુ નાનક દેવ |
| 13 | 25 ડિસેમ્બર | શુક્રવાર | ક્રિસમસ |
સોમવારે શેરબજારમાં કડાકો નોંધાયો
ઈઝરાયલ ઈરાન યુદ્ધના પગલે 2 માર્ચ, 2026ના રોજ ભારતીય શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સહિત દુનિયાભરના શેરબજારોમાં મોટો કડાકો બોલાયો હતો. સેન્સેક્સ 1048 અંક ઘટીને 80,238 અને નિફ્ટી 312 પોઇન્ટ ઘટીને 24,865 બંધ થયા હતા. શેરબજારમાં કડાકાથી રોકાણકારોને 6.6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us