/indian-express-gujarati/media/media_files/2025/12/24/share-market-bse-sensex-2025-12-24-09-35-28.jpg)
Share Market BSE Sensex : ભારતીય શેરબજાર બીએસઇ સેન્સેક્સ. Photograph: ((Express photo by Nirmal Harindran))
Sensex Nifty News Today In Gujarati : બજેટ પૂર્વેના અઠવાડિયામાં શેરબજારમાં એકંદરે સકારાત્મક વલણ દેખાઇ રહ્યું છે. ભારે વધઘટ બાદ ઘટાડે ખુલેલા સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. સેન્સેક્સ 320 પોઇન્ટ અને નિફ્ટી 127 પોઇન્ટ રિકવર થયો છે. જો કે બ્રોડર માર્કેટમાં વેચવાલી રહેતા મિડકેપ અને સ્મોલકેપ ઘટ્યા છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વેપાર કરાર થવાથી માર્કેટ સેન્ટિમેન્ટ સુધર્યું છે. વૈશ્વિક અનિશ્ચત્તા વચ્ચે સોના ચાંદીમાં તેજી યથાવત છે.
સેન્સેક્સ 320 પોઇન્ટ રિકવર નિફ્ટી 127 પોઇન્ટ મજબૂત
સેન્સેક્સ 100 પોઇન્ટ ઘટી 81436 ખુલ્યો હતો. જો કે માર્કેટ ટ્રેડિંગ શરૂ થયા બાદ ભારત EU વેપાર કરારના સમાચાર બાદ શેરબજાર નીચી સપાટી 81088 થી રિકવર થયું અને ઇન્ટ્રા ડે 82084 સપાટી ક્રોસ કરી ગયું હતું. જો કે ઉંચા મથાળે વેચવાલીના દબાણથી સેન્સેક્સ 82000 અંદર રહ્યું છે. આજે એનએસઇ નિફ્ટી પ્લેટ 25063 ખુલ્યો હતો. ઇન્ટ્રા ડે ટ્રેડિંગ રેન્જ 25,246 થી 24,932 હતી. સાંકડી વધઘટના અંતે નિફ્ટી 127 પોઇન્ટ સુધરી 25175 બંધ થયો હતો. આજે બીએસઇની માર્કેટકેપ 453.67 લાખ કરોડ રૂપિયા થઇ હતી.
સેન્સેક્સ ટોપ 5 ગેઇનર અને લુઝર
આજે સેન્સેક્સના 30 બ્લુચીપ માંથી 17 શેર વધીને બંધ થયા હતા. જેમા અદાણી પોર્ટ સૌથી વધુ 5 ટકા વધી ટોપ ગેઇનર બન્યો હતો. એક્સિસ બેંક 4.3 ટકા, ટાટા સ્ટીલ 2.6 ટકા, ટેક મહિન્દ્રા 2.6 ટકા અને એનટીપીસી 2.5 ટકા વધીને બંધ થયા હતા. તો સૌથી વધુ ઘટેલા 5 શેરમાં મહિન્દ્રા 4.2 ટકા, કોટક બેંક 3.2 ટકા, એશિયન પેઇન્ટ્સ 2.8 ટકા, ઇટરનલ 2 ટકા અને મારૂતિ સુઝુકી દોઢ ટકા ઘટ્યા હતા.
અદાણી ગ્રૂપ શેરમાં તેજી
આજે અદાણી ગ્રૂપ શેરમાં તેજી હતી. આજે અદાણી એન્ટરપ્રાઇસ સવા ટકા વધી 1960 રૂપિયા, અદાણી પોર્ટ્સ સેઝ 4.5 ટકા વધી 1366 રુપિયા, અદાણી પાવર 2 ટકા વધી 134 રૂપિયા, અદાણી એનર્જી સવા 4 ટકાની તેજીમાં 849 રૂપિયા, અદાણી ગ્રીન એનર્જી 3.5 ટકા વધી 799 રૂપિયા, અદાણી ટોટલ ગેસ 1.7 ટકા વધી 526 રૂપિયા બંધ થયા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us