/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Top-10-Wealth-Destroyers-Stocks.jpg)
ભારતીય શેરબજારના ટોપ-10 વેલ્થ ડિસ્ટ્રોયર સ્ટોક્સની યાદી (Photo - Freepik)
Motilal Oswal Wealth Creation Study 2023: ભારતીય શેરબજારમાં છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોએ જંગી કમાણી કરી છે. અમુક કંપનીઓના શેર જબરદસ્ત ઉછળ્યા છે તો શેર એવા છે જેમાં રોકાણકારોના લાખના બાર હજાર જેવો ઘાટ સર્જાયો છે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલ દ્વારા 28મી મોતલીલા ઓસ્વાલ વેલ્થ ક્રિએશન સ્ટડી રિપોર્ટમાં આ ચોંકાવનારી માહિતી સામે આવી છે. મોતીલાલ ઓસ્વાલ વેલ્થ ક્રિએશન સ્ટડી રિપોર્ટ અનુસાર વર્ષ 2018થી 2023 સુધીના પાંચ વર્ષ દરમિયાન ભારતીય શેરબજારમાં લિસ્ટેડ વોડાફોન આઈડિયા કંપનીનો શેર વેલ્થ ડિસ્ટ્રોયર બન્યો છે. એટલે કે વોડાફોન આઈડિયા કંપનીના શેરમાં રોકાણકારોના લાખના બાર હજાર થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં આવી વેલ્થ ડિસ્ટ્રોયર 10 કંપનીઓના શેરમાં રોકાણકારોને કુલ 5.6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
વોડાફોન આઇડિયાના શેરમાં રોકાણકારોને 1.34 લાખ કરોડનું નુકસાન (Vodafone Idea Wealth Destroyers Stocks)
ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયા કંપનીના શેરમાં રોકાણકારોને છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ નુકસાન થયું છે. વર્ષ 2018 થી 2023 દરમિયાન વોડાફોન આઇડિયા કંપનીના શેરની માર્કેટકેપમાં 1.34 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. સરળ શબ્દોમાં કહીયે તો આ ટેલિકોમ કંપનીના શેરમાં રોકાણકારોને આટલું જંગી નુકસાન થયું છે. વોડાફોન આઇડિયા કંપનીના શેરમાં 34 ટકાનો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટનો (CAGR) ઘટાડો જોવા મળ્યો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-23-1.jpg)
વોડાફોન આઇડિયાના શેરમા તેજી (Vodafone Idea Stock Price)
શેરબજારની તેજી સાથે વોડાફોન આઇડિયાના શેરમાં પણ સુધારો જોવા મળ્યો છે. વોડાફોન આઇડિયાનો શેર ઘણા દિવસો બાદ 14 રૂપિયાની સપાટીને કુદાવી ગયા હતા. વોડાફોન આઇડિયાનો શેર 13.94 રૂપિયાના પાછલા બંધ સામે આજે 13.99 રૂપિયા ખુલ્યો અને ઉછળીને 14.23 રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. સેશનના અંતે 0.7 ટકાની મજબૂતીમાં 14 રૂપિયા બંધ થયો હતો. આ સાથે બંધ બજારે કંપનીની માર્કેટકેપ 68,346 કરોડ રૂપિયા થઇ હતી.
વેલ્થ ડિસ્ટ્રોયર ટોપ-10 શેરમાં 5.64 લાખ કરોડનું નુકસાન (Top 10 Wealth Destroyers Stocks List)
મોતલીલા ઓસ્વાલ વેલ્થ ક્રિએશન સ્ટડી રિપોર્ટ અનુસાર વર્ષ 2018 થી 2023 દરમિયાન વેલ્થ ડિસ્ટ્રોયર ટોપ-10 શેરમાં વોડાફોન આઇડિયા પ્રથમ ક્રમે અને યસ બેંક, આઈઓસીએલ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ અને ઇન્ડસઇન્ડ બેંક, બંધન બેંક, કોલ ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ અને ઇન્ડ્સ ટાવરનો સમાવેશ થાય છે. શેર બજારના આ વેલ્થ ડિસ્ટ્રોયર ટોચના 10 શેરમાં રોકાણકારોને કુલ 5.64 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તો સમીક્ષાધીન સમયગાળા દરમિયાન કંપનીઓની માર્કેટ વેલ્યૂએશનમાં 17 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે, જે ટોપ-100 કંપનીઓ દ્વારા કરાયેલા સંપત્તિ સર્જનના 25 ટકા બરાબર છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Top-10-Wealth-Destroyers-Stocks-List.jpg)
આ પણ વાંચો | આગામી સપ્તાહે 7 IPO ખુલશે, બેથી 3 ગણો નફો કમાવવાની તક, ગ્રે માર્કેટમાં 182 ટકા પ્રીમિયમ
ફાઇનાન્સિયલ કંપનીમાં રોકાણકારોને સૌથી વધુ નુકસાન
જો સેક્ટર અનુસાર વાત કરીયે તો રોકાણકારોને ફાઈનાન્સિયલ કંપનીઓના શેરમાં સૌથી વધુ નુકસાન થયુ છે. વર્ષ 2018થી 2023 દરમિયાન વેલ્થ ડિસ્ટ્રોયર સ્ટોક્સમાં રોકાણકારોને 17 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે, જેમાં ફાઈનાન્સિયલ સેક્ટરનો હિસ્સો 26 ટકા છે. સમીક્ષાધીન પાંચ વર્ષમાં ફાઈનાન્સિયલ સેક્ટરની કંપનીઓના શેરમાં રોકાણકારોને 4.96 લાખ કરોડનું નુકસાન થયું છે. ત્યારબાદ 1.87 લાખ કરોડના નુકસાન સાથે ટેલીકોમ બીજા ક્રમે અને 1.53 લાખ કરોડના નુકસાન સાથે ઓઇલ-ગેસ સેક્ટર ત્રીજા ક્રમે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us