શેરબજાર: 6 મહિનામાં છપ્પર ફાડ રિટર્ન આપનાર 15 સ્મોલકેપ સ્ટોક, શું તમારા પોર્ટફોલિયોમાં છે

Best Performing Smallcap Stocks In 2024: શેરબજાર બીએસઇ સ્મોલકેપ ઈન્ડેક્સ વર્ષ 2024માં અત્યાર સુધીમાં 25% વધ્યો છે. સ્મોલકેપ સ્ટોકના દેખાવ વિશે વાત કરીએ તો એવા ઘણા શેર છે, જેમા રોકાણકારોને 6 મહિનાથી ઓછા સમયમાં 100 થી 350 ટકા રિટર્ન મળ્યું છે.

Best Performing Smallcap Stocks In 2024: શેરબજાર બીએસઇ સ્મોલકેપ ઈન્ડેક્સ વર્ષ 2024માં અત્યાર સુધીમાં 25% વધ્યો છે. સ્મોલકેપ સ્ટોકના દેખાવ વિશે વાત કરીએ તો એવા ઘણા શેર છે, જેમા રોકાણકારોને 6 મહિનાથી ઓછા સમયમાં 100 થી 350 ટકા રિટર્ન મળ્યું છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
share market trading tips | Stock market trading tips | small cap stocks tips

Smallcap Stocks Returns: બીએસઇ સ્મોલકેપ ઈન્ડેક્સ વર્ષ 2024માં અત્યાર સુધીમાં 25% વધ્યો છે. (Photo - Freepik)

Best Performing Smallcap Stocks In 2024: શેરબજાર માટે 2024નું વર્ષ વોલેટાઇલ રહ્યું છે, જો કે આ દરમિયાન પણ સ્મોલકેપ સ્ટોકનું વર્ચસ્વ યથાવત્ છે. અલબત્ત, આ વર્ષે ઘણી વખત મિડકેપ અને સ્મોલકેપ શેરમાં કૃત્રિમ તેજી અને બબલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને લોકોને લાગ્યું હતું કે આ ફુગ્ગો ગમે ત્યારે ફાટી શકે છે, પરંતુ રોકાણકારોનો વિશ્વાસ બંને સેગમેન્ટ પર યથાવત છે.

Advertisment

ખાસ કરીને જો આપણે સ્મોલકેપ વિશે વાત કરીએ તો વર્ષ 2024માં અત્યાર સુધીમાં BSE સ્મોલકેપ ઈન્ડેક્સમાં 25 ટકાનો વધારો થયો છે. અલગ-અલગ સ્ટૉક વિશે વાત કરીએ તો એવા ઘણા સ્ટોક છે જેણે 6 મહિનાથી ઓછા સમયમાં 100 ટકા થી 350 ટકાનું છપ્પરફાડ રિટર્ન આપ્યું છે.

વર્ષ 2024માં શેરબજાર 8.5 ટકા વધ્યું

જો વર્ષ 2024ની વાત કરીએ તો શેરબજાર લગભગ 8.5 ટકા વધ્યું છે. 2024માં બેન્ચમાર્ક એનએસઇ નિફ્ટી અત્યાર સુધીમાં 8.5 ટકા વધ્યો છે. જ્યારે સેન્સેક્સ 7.36 ટકા વધ્યો છે. આ સમયગાળા દરમિયાન બેન્ક નિફ્ટીમાં 7 ટકાથી વધુનો વધારો થયો છે. જોકે, આ સમયગાળા દરમિયાન નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો છે. બીએસઇ મિડકેપ ઈન્ડેક્સ 25 ટકા મજબૂત થયો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન બીએસઇ સ્મોલકેપ ઈન્ડેક્સ 22 ટકા મજબૂત થયો છે. 1 જાન્યુઆરીથી બ્રોડ માર્કેટમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે.

share market | stock market | share market bull run | bull run in stock market | sensex nifty | bse sensex | nse nifty
બુલ રન શેરબજારમાં તેજીના સંકેત આપે છે. (Photo - Freepik)

125 થી 350 ટકા રિટર્ન આપનાર 15 સ્મોલકેપ સ્ટોક

  • વેરી રિન્યુએબલ્સ: 362%
  • કોચીન શિપયાર્ડ: 230%
  • ટ્રાન્સફોર્મર્સ અને રેક્ટિફાયર (ઈન્ડિયા): 222%
  • GE T&D ઈન્ડિયા: 220%
  • શક્તિ પમ્પ્સ: 207%
  • આઝાદ એન્જિનિયરિંગ: 188%
  • મોશિપ ટેક્નૉલૉજી: 185%
  • જુબિલન્ટ ઇન્ડસ્ટ્રીઝ: 159%
  • ઓટોમોટિવ સ્ટેંપ: 147%
  • કિર્લોસ્કર બ્રધર્સ: 136%
  • એજિસ લોજિસ્ટિક્સ: 136%
  • ગણેશ હાઉસિંગ: 135%
  • પીટીસી ઈન્ડસ્ટ્રીઝ: 129%
  • હુડકો: 126%
  • પૂર્વાંકરા: 125%
Advertisment

ડબર રિટર્ન આપનાર સ્મોલકેપ સ્ટોક

  • નેટવેબ ટેક્નોલોજીસ: 118%
  • IFCI: 117%
  • રેલ વિકાસ નિગમ: 113%
  • શોભા: 113%
  • હિટાચી એનર્જી: 111%
  • જ્યુપિટર વેગન્સ: 108%
  • કિર્લોસ્કર ઓઈલ: 105%
  • ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ: 103%
  • ગ્રોફે ફિલિપ્સ: 103%
  • એનબીસીસી: 102%
  • એચસી ઇન્ફ્રા: 102%
  • પારસ ડિફેન્સ: 101%
  • ભારત બિજલી: 100%

શરેબજાર નિયામક સેબી ની ચેતવણી

ભૂતકાળમાં શેરબજાર ના સ્મોલકેપ અને મિડકેપ સેગમેન્ટમાં જે રીતે તેજી આવી રહી હતી તે જોઈને માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા આ બે સેગમેન્ટ્સ વિશે ચેતવણી આપી હતી. તેને સ્મોલકેપ બબલ અને મિડકેપ બબલની જેમ જોવાનું શરૂ થયું. જોકે, આ સેગમેન્ટ્સમાં રોકાણકારોનો વિશ્વાસ અકબંધ છે, જે આ વર્ષે બંને સૂચકાંકોની મજબૂતાઈ પરથી સ્પષ્ટ થાય છે. માર્કેટ એક્સપર્ટ્સ કહે છે કે સ્મોલ કેપ્સમાં વધતી જતી સ્થાનિક ભાગીદારીથી આશ્ચર્ય ન થવું જોઈએ. તે સ્મોલના મજબૂત ફંડામેન્ટલ્સ દ્વારા સપોર્ટેડ છે.

આ પણ વાંચો | ભારતના મોટા 5 IPO, જેમા રોકાણકારો રાતા પાણીએ રોયા

(Disclaimer: અહીં સ્મોલ કેપ ઇક્વિટી કેટેગરીમાં મળેલ રિટર્ન રજૂ કરવામાં આવ્યું છે, તે રોકાણની સલાહ નથી. ગુજરાતી ઈન્ડિયન એક્સપ્રેસ કોઈપણ રીતે રોકાણ કરવાની સલાહ આપતું નથી. બજાર જોખમને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા એક્સપર્ટ્સની સલાહ લેવી.)

Investment બિઝનેસ શેર બજાર